વર્ષ 2024 માટે બાબા વેંગાએ કઈ ભયાનક ભવિષ્યવાણીઓ કરી છે? જાણો

1 મહિના બાદ હવે વર્ષ 2024ની શરૂઆત થશે, ત્યારે બાબા વેંગાએ નવા વર્ષની 4 મોટી ઘટનાઓને લઈને કરેલી ભવિષ્યવાણી ચર્ચામાં છે. બાબા વેંગાએ કરેલી 4 ભવિષ્યવાણી લોકોને હેરાન કરી દેનારી છે. અત્યાર સુધી બાબાની ભવિષ્યવાણીઓ 85 ટકા સુધી સાચી સાબિત થઈ છે.

વર્ષ 2024 માટે બાબા વેંગાએ કઈ ભયાનક ભવિષ્યવાણીઓ કરી છે? જાણો
Baba Vanga predictions
Image Credit source: File Image
| Updated on: Dec 27, 2023 | 9:13 PM

આમ તો કહેવામાં આવે છે કે વ્યક્તિ ભવિષ્ય જોઈ શકતો નથી. તે માત્ર ભવિષ્ય વિશે અંદાજો જ લગાવી શકે છે કે શું થઈ શકે છે, પણ તે જરૂરી નથી કે તેમનો અંદાજો સાચો જ સાબિત થાય. જો કે દુનિયામાં એવા પણ ઘણા લોકો હતા અને ઘણા લોકો હજુ પણ છે, જેની ભવિષ્યવાણીઓ ઘણી વખત સાચી સબિત થઈ છે. બાબા વેંગાનું નામ પણ આ ભવિષ્યવક્તાઓમાં સામેલ છે. તે ભલે હવે આ દુનિયામાં નથી પણ તેમની ભવિષ્યવાણીઓની ચર્ચા થતી રહે છે. કહેવામાં આવે છે કે તેમની ભવિષ્યવાણીઓ 85 ટકા સુધી સાચી સાબિત થાય છે. હવે વર્ષ 2024 માટે પણ તેમને કરેલા ડરાવનારા દાવા સામે આવી ગયા છે.

એક રિપોર્ટ મુજબ બાબા વેંગાએ કથિત રીતે 9/11 આતંકી હુમલા અને પોતાના મોતની પણ ભવિષ્યવાણી કરી હતી. તેમને ‘બાલ્કનની નાસ્ત્રેદમસ’ના નામથી પણ ઓળખવામાં આવે છે. બલ્ગેરિયાના રહેનારા બાબા વેંગાનું સાચુ નામ વેંગેલિયા પાંડેવા ગુશ્ટેરોવા છે. વર્ષ 1996માં 84 વર્ષની ઉંમરમાં તેમનું મોત થયુ હતું.

આ ભવિષ્યવાણી અત્યાર સુધી સાચી પડી

વર્ષ 1980માં બાબા વેંગાએ રશિયાના કુર્સ્ક શહેરમાં એક ભયાનક ઘટનાની ભવિષ્યવાણી કરવાનો દાવો કરવામાં આવ્યો હતો. તેમનો દાવો હતો કે પાણીની અંદર એક ઘટના બનશે અને સમગ્ર દુનિયા તેની પર રડશે. એવુ કહેવાય છે કે ઓગસ્ટ 2000માં તેમની આ ભવિષ્યવાણી સાચી સાબિત થઈ. શહેરની પાસે એક પરમાણુ સબમરિન ડુબવાથી ચાલકદળના કુલ 188 સભ્યોના મોત થઈ ગયા હતા. તે સિવાય વર્ષ 1989માં તેમને 9/11 હુમલાને લઈને પણ ભવિષ્યવાણી કરી હતી અને કહ્યું હતું કે અમેરિકા પર સ્ટીલ બર્ડનો હુમલો થશે, જેમાં ટ્વિન્સ ટાવર તુટી પડશે. સ્ટીલ બર્ડથી તેમનો મતલબ તે વિમાન હતું, જેનો ઉપયોગ હુમલામાં કરવામાં આવ્યો હતો.

2024 માટે શું છે ભવિષ્યવાણી?

બાબા વેંગાએ 2024 માટે ઘણી અવિશ્વસનીય રીતે ડરાવનારી ભવિષ્યવાણીઓ કરી છે. એસ્ટ્રોફેમ મુજબ બાબાને સપનું આવ્યું હતું કે વર્ષ 2024માં રશિયાના રાષ્ટ્રપતિની તેમના જ દેશના કોઈ વ્યક્તિ દ્વારા હત્યા કરી દેવામાં આવશે. તે સિવાય તેમને ભવિષ્યવાણી કરી છે કે આતંવાદી 2024માં યૂરોપમાં હુમલો કરશે. બાબા વેંગાનો દાવો છે કે એક મોટો દેશ આગામી વર્ષે જૈવિક હથિયારોનું પરીક્ષણ અથવા હુમલો કરશે. તે સિવાય બાબાએ તે પણ દાવો કર્યો છે કે આગામી વર્ષે મોટુ આર્થિક સંક્ટ આવશે, જેની અસર વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પડશે. હવે જોવાનું એ બાકી રહેશે કે તેમાંથી કોઈ પણ ભવિષ્યવાણી સાચિત થાય છે કે નહીં.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:05 pm, Tue, 28 November 23