દેશના વિદ્યાર્થીઓ/સ્પર્ધકો રમતગમત ક્ષેત્રે આગળ વધી શકે તે માટે ખેલો ઈન્ડિયા-2020નું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલાં વર્ષ 2018 અને 2019માં પણ આ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના ખેલાડીઓ પણ તેમાં ભાગ લઈ રહ્યાં છે. આ વખતે ખેલો ઈન્ડિયા કાર્યક્રમ ગુવાહાટી ખાતે યોજાઈ રહ્યો છે.
#Gujarat wins Gold at @kheloindia U-21 Volleyball.#KheloIndia #kheloindiagujarat@CMOGuj @vijayrupanibjp @patelishwarsinh pic.twitter.com/GTrIuEy6kj
— Tv9 Gujarati (@tv9gujarati) January 15, 2020
કેન્દ્ર સરકારના રમતગમત મંત્રાલય દ્વારા આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતમાં રમતગમતને પ્રોત્સાહન મળે તે માટે આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ખેલો ઈન્ડિયા ઈવેન્ટમાં ખેલાડીઓને પ્રતિભા તપાસવામાં આવશે અને જે ટીમ કે ખેલાડી સારૂં પ્રદર્શન કરશે તેને આર્થિક મદદ પણ આપવામાં આવશે. પસંદગી પામેલાં ખેલાડીઓને 8 વર્ષ માટે 5 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે.
બે શ્રેણીમાં રમતગમતને વિભાજીત કરવામાં આવી છે. જેમાં અંડર 17 અને અંડર 21માં વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યાં છે. આ વર્ષની ખેલો ઈન્ડિયા ઈવેન્ટ ગુવાહાટી ખાતે 10 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી વચ્ચે યોજાઈ રહી છે.
22:07:17, 22 January
Khelo India 2020 : ખેલો ઈન્ડિયા ઈવેન્ટમાં ગુજરાતના પ્રદર્શનમાં ફરી સુધારો થયો છે. ગુજરાત 9માં ક્રમાંકે છે અને 16 ગોલ્ડ મેડલ મેળવ્યાની સાથે ગુજરાતના કુલ મેડલની સંખ્યા 52 થઈ જવા પામી છે. મહારાષ્ટ્ર 78 ગોલ્ડ મેડલની સાથે નંબર 1 પર છે. |
21:59:12, 21 January
Khelo India 2020 : ખેલો ઈન્ડિયા ઈવેન્ટમાં ગુજરાતે 21 જાન્યુઆરીના દિવસ સુધી કુલ 49 મેડલ મેળવ્યા છે. જેમાં 15 ગોલ્ડમેડલનો પણ સમાવેશ થાય છે. રાજ્યોનો રેન્ક ગોડલ મેડલની સંખ્યાના આધારે નક્કી કરવામાં આવે છે. આમ 74 ગોલ્ડ મેડલની સાથે સમગ્ર ભારતમાં મહારાષ્ટ્ર નંબર 1 પર છે. |
16:44:20, 20 January
Khelo India 2020 : ખેલો ઈન્ડિયા ઈવેન્ટમાં જોવા જઈએ તો ગુજરાત મેડલ મેટરમાં 10માં ક્રમાંકે આવી ગયું છે. ગુજરાતના સ્પર્ધકોએ 13 ગોલ્ડ મેડલ જ્યારે કુલ 45 મેડલ જીત્યા છે. |
15:05:26, 19 January
Khelo India 2020 : ખેલો ઈન્ડિયા ઈવેન્ટમાં હવે એક દિવસ બાકી રહ્યો છે ત્યારે ગુજરાતની સ્થિતિ જોવા જઈએ તો હજુપણ ગુજરાત નંબર પર છે. જ્યારે પ્રથમ નંબર પર મહારાષ્ટ્ર છે.
|
17:21:23, 17 January
Khelo India 2020 : 17 જાન્યુઆરીની વાત કરીએ તો મહારાષ્ટ્ર 142 મેડલની સાથે નંબર 1 છે જ્યારે હરિયાણા 104 મેડલ સાથે બીજા નંબર પર તો ગુજરાતની પાસે ગોલ્ડ મેડલ ઓછા હોવાથી તે નંબર 6 પર છે.
|
15:36:46
Khelo India 2020 : 16 જાન્યુઆરીએ બપોરના 3 વાગ્યા સુધી વાત કરીએ તો મહારાષ્ટ્ર 117 મેડલ સાથે નંબર 1 છે, ત્યારે હરિયાણા 75 મેડલ સાથે બીજા નંબર પર અને ઉત્તરપ્રદેશ 50 મેડલ સાથે ત્રીજા નંબર પર છે. જ્યારે ગુજરાત 35 મેડલ સાથે 6 નંબર પર યથાવત છે. |
18:24:47
Khelo India 2020 : આ રમતનો સમાવેશ કરવામાં આવ્યો છે ખેલો ઈન્ડિયા 2020માં, દેશભરમાંથી સ્પર્ધકો લઈ રહ્યાં છે ભાગ. |
18:09:36
Khelo India 2020 : 15 જાન્યુઆરીના સાજંના 5 વાગ્યા સુધીની વાત કરીએ તો મહારાષ્ટ્ર 110 મેડલ સાથે નંબર 1 છે જ્યારે ગુજરાત 35 મેડલ સાથે 6 નંબર પર છે. ગોડલ મેડલના આધારે રેન્ક નક્કી કરવામાં આવે છે. વર્ષ 2018-19 કરતાં ગુજરાતનું પ્રદર્શન સારું છે. હજુ 20 જાન્યુઆરી સુધી ઈવેન્ટ હોવાથી પરિસ્થિતિ બદલાઈ શકે છે. |
18:09:14
Khelo India 2020 : જાણો આજે કઈ કઈ ગેમ ક્યાં સમયે રમવામાં આવી રહી છે. |