World Water Day 2021 : જાણો શા માટે મનાવાય છે વિશ્વ જળ દિવસ

|

Mar 22, 2021 | 10:02 AM

World Water Day 2021 : જળ સંકટ વધતું જાય છે. વિશ્વભરમાં લોકો જળનું મહત્વ સમજાવવા  અને લોકોને સ્વચ્છ જળ ઉપલબ્ધ કરાવવા માટે દરવર્ષે  22 માર્ચે જળ દિવસ મનાવવામાં આવે છે.

World Water Day 2021 : જાણો શા માટે મનાવાય છે વિશ્વ જળ દિવસ
વિશ્વ જળ દિવસ

Follow us on

World Water Day 2021 : એક સમય હતો જ્યારે જગ્યાએ જગ્યાએ નદી, તળાવ, નહેર, કુવા દેખાતા હતા. પરંતુ ઔધોગિકરણની રાહ પર ચાલી રહેલી આ દુનિયાએ આ દ્રશ્યને કેટલીય હદ સુધી બદલી  દીધુ છે. તળાવ,કુવા,નહેર વગેરે સુકાતા જાય છે. નદીનું દુષિત પાણી દુષિત થવાની સાથે સાથે ઓછું થઇ રહ્યું છે. જળ સંકટ વધતું જાય છે. વિશ્વભરમાં લોકો જળનું મહત્વ સમજાવવા  અને લોકોને સ્વચ્છ જળ ઉપલબ્ધ કરાવવા માટે દરવર્ષે  22 માર્ચે જળ દિવસ મનાવવામાં આવે છે.

સભ્યતાઓના જન્મ સાથે જ મનુષ્ય દ્વારા જળને ઓછું મહત્વ આપવામાં આવી રહ્યું છે. કહેવાયું છે કે જળ જ તમામ ભૌતિક વસ્તુઓનું કારણ છે અને સમસ્ત પ્રાણી જીવનનો આધાર છે. પરંતુ અફસોસ સાથે કહેવું પડી રહ્યું છે કે ભારત સહિત સમગ્ર દુનિયા અત્યાર સુધી આ ધરોહરને સંભાળીને રાખવામાં નિષ્ફળ રહી છે. જેના કારણે દર વર્ષે વિશ્વ જળ દિવસ મનાવવામાં આવે છે.

દુનિયાને પાણીની જરુરિયાતથી વાકેફ કરાવવાનો હેતુથી સંયુક્ત રાષ્ટ્રે વિશ્વ જળ દિવસ મનાવવાની શરુઆત કરી હતી. 1992માં રિયો ડે જેનેરિયોમાં આયોજિત પર્યાવરણ તથા વિકાસ પર સંયુક્ત રાષ્ટ્ર સમ્મેલનમાં વિશ્વ જળ દિવસ મનાવવાની શરુઆત કરવામાં આવી હતી. જેનું આયોજન પહેલીવાર 1993માં 22 માર્ચના રોજ કરવામાં આવ્યું હતું

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જાણો જળ દિવસ મનાવવાનો ઉદ્દેશ 

દુનિયાને પાણી બચાવવું કેટલુ જરુરી છે તે આપણું મૂળભૂત સંસાધન છે. તેના થકી અનેક કામનું સંચાલન થાય છે. જો પાણીની અછત હશે તો કેટલાય કાર્યો ઠપ થઇ શકે છે. અસતિત્વ પર મોટું સંકટ આવી શકે છે.

વિશ્વ જળ દિવસ 2021ની થીમ 

દર વર્ષે વિશ્વ જળ દિવસની એક થીમ સાથે મનાવવામાં આવે છે. આ વર્ષે આ થીમ છે. ‘વેલ્યુઇંગ વોટર’ જેનું લક્ષ પાણીનું મહત્વ સમજાવવાનું છે. દુનિયામાં કેટલાય દેશ એવા છે જ્યાં લોકોને પીવાનું પાણી પણ નથી મળી શકતું અને લોકો ગંદુ પાણી પીને સ્વાસ્થ્ય સંબધીત સમસ્યાઓનો સામનો કરે છે.

 

દર વર્ષે વિશ્વ જળ દિવસના મોકા પર કેટલાય કાર્યક્રમોનું આયોજન થાય છે. ભાષણ, કવિતાઓ અને વાર્તાઓના માધ્યમથી લોકોને જળ સંરક્ષણ અને તેનું મહત્વ સમજાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. કેટલાય પ્રકારના ફોટો અને પોસ્ટર શેર કરવામાં આવે છે તેનું લક્ષ પાણીનું મહત્વ સમજાવવાનું છે.

 

 

Next Article