ભારતે UN માં ફરી પાકિસ્તાનને લગાવી લતાડ, કહ્યું-‘દુનિયાએ તેમની પાસેથી લોકશાહી અને માનવ અધિકાર શીખવાની જરૂર નથી’

|

Mar 24, 2023 | 4:01 PM

India Under Secretary: ભારતના અન્ડર સેક્રેટરી તુલસીદાસે કહ્યું કે પાકિસ્તાનના પ્રતિનિધિઓ ભારત વિરુદ્ધ તેમના દેશના પ્રચારની નિષ્ફળતાને કારણે નારાજ છે.

ભારતે UN માં ફરી પાકિસ્તાનને લગાવી લતાડ, કહ્યું-દુનિયાએ તેમની પાસેથી લોકશાહી અને માનવ અધિકાર શીખવાની જરૂર નથી
World does not need lessons on democracy and human rights from Pakistan say India at UNHRC

Follow us on

ભારતે ગુરુવારે (23 માર્ચ) સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. ભારતે માનવાધિકાર પરિષદના સત્રમાં કહ્યું કે વિશ્વને લોકશાહી અને માનવાધિકાર અંગે તે પાકિસ્તાન પાસેથી શીખવાની જરૂર નથી. જે આતંકવાદ અને હિંસાનો સૌથી મોટો નિકાસકાર છે અને આમાં તેના યોગદાનની તુલના કોઈ કરી શકે તેમ નથી. જ્યાં આતંકવાદીઓ બને છે અને શેરીઓમાં મુક્તપણે ફરે છે.

માનવ અધિકાર પરિષદના 52મા સત્રમાં જવાબના અધિકારનો ઉપયોગ કરીને, ભારતના અધિક સચિવ ડૉ. પી.આર. તુલસીદાસે પાકિસ્તાનને કહ્યું કે તેઓ ભારત વિરુદ્ધ નકલી એજન્ડા ચલાવવા અને સાંપ્રદાયિક સંવાદિતાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરવાને બદલે તેમના દેશમાં લઘુમતી સમુદાયોની સુરક્ષાની ચિંતા કરે.

‘પાકિસ્તાન આતંકવાદીઓનું આશ્રયસ્થાન છે’

ભારતના અંડર સેક્રેટરી ડૉ.પી.આર. તુલસીદાસે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકવાદી જાહેર કરાયેલા 150 આતંકવાદીઓ માટે પાકિસ્તાન આશ્રયસ્થાન છે અને આ લોકો ચૂંટણી લડવાની સાથે ત્યાં પ્રચાર કરતા જોવા મળે છે. તેમણે પૂછ્યું કે શું પાકિસ્તાન એ હકીકતને નકારી શકે છે કે 26/11ના મુંબઈ આતંકી હુમલાના ગુનેગારો મુક્તપણે ફરે છે કારણ કે ત્યાં આવા ગુનાઓને સજા આપવામાં આવતી નથી.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

તેમણે કહ્યું કે શું પાકિસ્તાન એ વાતનો ઈન્કાર કરી શકે છે કે દુનિયાનો સૌથી મોટો આતંકવાદી ઓસામા બિન લાદેન એક સૈન્ય મથકની નજીક રહેતો હતો, જેને ત્યાંના લોકો દ્વારા સુરક્ષા અને આશ્રય આપવામાં આવ્યો હતો. જમ્મુ અને કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ ગણાવતા તેમણે કહ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશ હવે સમગ્ર દેશની સાથે શાંતિ અને વિકાસ તરફ આગળ વધી રહ્યો છે. પાકિસ્તાન દ્વારા વાતાવરણને ખરાબ કરવાના સતત પ્રયાસો છતાં આવું થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી જૂથોને સમર્થન આપે છે અને ભારત વિરુદ્ધ ભ્રામક સમાચારોનું અભિયાન ચલાવવામાં આવે છે.

‘Propaganda ન ચલાવવાથી પાકિસ્તાનનો ગુસ્સો વધ્યો’

ભારતના અન્ડર સેક્રેટરી તુલસીદાસે કહ્યું કે પાકિસ્તાનના પ્રતિનિધિઓ ભારત વિરુદ્ધ તેમના દેશના પ્રચારની નિષ્ફળતાને કારણે નારાજ છે. ભારતની બહુલતાવાદી લોકશાહી બાહ્ય ઉશ્કેરણી સહિત કોઈપણ મુદ્દા પર બોલવા માટે યોગ્ય છે.

તેમણે કહ્યું કે ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે અને લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરવું એ અમારી મુખ્ય નીતિ છે. તેનાથી વિપરિત, પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોને ઇશ્વરનિંદા કાયદા, સતાવણી, ભેદભાવ, મૂળભૂત અધિકારોની સ્વતંત્રતાનો ઇનકાર,ગુમ થવા અને હત્યા જેવી બાબતોનો સામનો કરવો પડે છે. ધર્મના આધારે ભેદભાવના કારણે લોકોના જીવ જોખમમાં છે.

Next Article