World Cancer Day 2021: જાણો કેન્સરના કારણ, લક્ષણો અને અન્ય જરૂરી માહિતી

|

Feb 04, 2021 | 11:14 AM

કેન્સર વિષે જાગૃતિ લાવવા માટે આ વર્ષેની થીમ છે 'આઈ એમ એન્ડ આઈ વિલ' (I AM And I Will). કેન્સરના દર્દીઓને સકારાત્મકતા મળી રહે તે માટે ઉજવાય છે આ દિવસ.

World Cancer Day 2021: જાણો કેન્સરના કારણ, લક્ષણો અને અન્ય જરૂરી માહિતી
વિશ્વ કેન્સર દિવસ

Follow us on

દર વર્ષે 4 ફેબ્રુઆરીના રોજ વિશ્વભરમાં વર્લ્ડ કેન્સર ડે ઉજવવામાં આવે છે. આને યૂનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ UICC દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. આ દિવસની ઉજવણી કરવાનું મુખ્ય કરણ છે કે કેન્સર સામે લડી રહેલા દર્દીઓને સાહસ અને ઉત્સાહ મળે.

કેન્સર વિષે જાગૃતિ લાવવા માટે આ દિવસને દર વર્ષે એક થીમ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષેની થીમ છે ‘આઈ એમ એન્ડ આઈ વિલ’ (I AM And I Will). આ થીમ અનુંસાર 2019થી 21 સુધી કાર્યક્રમો થઇ રહ્યા છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના અહેવાલ મુજબ 2018 માં લગભગ 11 લાખ નવા કેન્સરના દર્દીઓ મળી આવ્યા હતા. છેલ્લા પાંચ વર્ષમાં કેન્સરને કારણે લગભગ 5 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રિપોર્ટ પ્રમાણે ભારતમાં ત્રણ પ્રકારના કેન્સર સૌથી વધુ જોવા મળે છે. જેમાં મોં, ગર્ભાશય અને સ્તનના કેન્સર મુખ્ય છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કેન્સરના કારણો
તમાકુનું સેવન, આલ્કોહોલ, સિગારેટનું સેવન, ચેપ, મેદસ્વીપણું, સૂર્યની અલ્ટ્રા વાયોલેટ કિરણો અને નબળી જીવનશૈલી કેન્સરના મુખ્ય કારણો છે.

કેન્સરનાં લક્ષણો
લક્ષણો કેન્સરના પ્રકાર પર આધાર રાખે છે. તેમ છતાં આ કેન્સરના પ્રાથમિક લક્ષણો હોઈ શકે છે.
– અચાનક વજન ઘટવું
– વારંવાર તાવ આવવો
– હાડકામાં દુખાવો
– ઉધરસ
– મોમાંથી લોહી નીકળવું
– શરીરમાં કોઈ જગ્યાએ ગઠ્ઠા થઇ જવા
– સ્ત્રીઓમાં વારંવાર માસિક સ્રાવ
– મોઢાંમાં દુખાવો

કેન્સર સ્ટેજ
કેન્સરમાં સામાન્ય રીતે મુખ્ય ચાર તબક્કા હોય છે. પ્રથમ અને બીજા તબક્કામાં કેન્સરની ગાંઠ નાની હોય છે. જે મર્યાદિત જગ્યામાં હોય છે. તે પેશીઓમાં ડીપમાં નથી ફેલાતું. કેન્સર ત્રીજા તબક્કામાં વિકસે છે અને ગાંઠનું કદ વધે છે. ઉપરાંત ઘણાં ટ્યુમરની સંભાવના હોય છે. તેમાં શરીરના અન્ય ભાગોમાં ફેલાવાની શક્યતા વધી જાય છે. ચોથા અને છેલ્લા તબક્કામાં કેન્સર અન્ય અવયવોમાં ફેલાય છે. જેને મેટાસ્ટેટિક કેન્સર કહેવામાં આવે છે.

Next Article