London News : મહિલા આરક્ષણ બિલ વિશ્વભરમાં મહિલાઓને આગળ વધવા માટે પ્રેરણા આપશે, લંડનમાં BRS નેતા કે. કવિતાનું નિવેદન

|

Oct 09, 2023 | 10:33 PM

તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવના પુત્રી કવિતાનું લંડનમાં સમાજના લોકો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં કે.કવિતાએ તેમના રાજ્યમાં થયેલી પ્રગતિનો ઉલ્લેખ કર્યો અને કહ્યું તેલંગાણા રાજકારણમાં મહિલાઓના પ્રતિનિધિત્વમાં અગ્રેસર છે.

London News : મહિલા આરક્ષણ બિલ વિશ્વભરમાં મહિલાઓને આગળ વધવા માટે પ્રેરણા આપશે, લંડનમાં BRS નેતા કે. કવિતાનું નિવેદન
k kavita

Follow us on

London : ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના નેતા કે કવિતાએ કહ્યું કે મહિલા આરક્ષણ બિલ વિશ્વભરમાં મહિલાઓને જાહેર જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપશે. લંડનમાં થિંક ટેન્ક ‘બ્રિજ ઇન્ડિયા’ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં તેલંગાણા વિધાન પરિષદમાં BRSના સભ્ય કે. કવિતાએ લોકોને સંબોધિત કરતી વખતે આ નિવેદન આપ્યું હતું.

આ પણ વાંચો London News : ઈઝરાયેલ પર હમાસના હુમલા બાદ લંડનમાં ઉજવણી, પોલીસે પેટ્રોલિંગ વધાર્યું

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવના પુત્રી કવિતાનું લંડનમાં સમાજના લોકો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં કે.કવિતાએ તેમના રાજ્યમાં થયેલી પ્રગતિનો ઉલ્લેખ કર્યો અને કહ્યું તેલંગાણા રાજકારણમાં મહિલાઓના પ્રતિનિધિત્વમાં અગ્રેસર છે.

લંડનની તેમની મુલાકાત દરમિયાન કવિતાએ કહ્યું કે આપણે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છીએ, જ્યાં ઓછામાં ઓછી 70 કરોડ મહિલાઓ છે. જો આપણા દેશની મહિલાઓ માટે કોઈ સકારાત્મક પરિવર્તન આવ્યું હોય તો, હું માનું છું કે વિશ્વને તેની જાણ થવી જોઈએ.

વધુમાં તેમણે મહિલા અનામત બિલનો ઉલ્લેખ કરતા કહ્યું કે મને પૂરો વિશ્વાસ છે કે આ બિલ આપણા દેશની મહિલાઓને સક્ષમ બનાવવા માટે સાબિત થશે અને ભારતની પ્રગતિમાં મહિલાઓની વધુ ભાગીદારી સુનિશ્ચિત કરશે.
જ્યારે ભારતમાં રાજકીય પક્ષોમાં મહિલાઓને મજબૂત પ્રતિનિધિત્વ આપવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે પક્ષોએ પરંપરાગત રીતે આ મામલે જાગૃતતા દર્શાવી નથી.

BRS નેતા કે. કવિતાએ કહ્યું કે જ્યારે હું મહિલા આરક્ષણ બિલ વિશે વાત કરું છું, તે માત્ર 181 મહિલા સાંસદ પૂરતી વાત નથી, પરંતુ તે અબજો મહિલાઓની વાત છે.

મહિલા આરક્ષણ બિલ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ કરે છે, તેને 21 સપ્ટેમ્બરના રોજ સંસદ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 28 સપ્ટેમ્બરે આ બિલ પર હસ્તાક્ષર કર્યા હતા.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article