ફ્લાઈટમાં ઉડાન દરમિયાન મહિલા મળી કોરોના પોઝિટીવ, ટોયલેટમાં 5 કલાક માટે થઈ સેલ્ફ આઈસોલેટ

|

Jan 02, 2022 | 4:59 PM

મિશિગનની શિક્ષિકા મારિસા ફોટોયોએ કહ્યું કે 19 ડિસેમ્બરે, સફર દરમિયાન, તેને ગળામાં દુખાવો થવા લાગ્યો. તેથી તે ઝડપથી કોવિડ ટેસ્ટ કરવા બાથરૂમમાં ગઈ. ટેસ્ટનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.

ફ્લાઈટમાં ઉડાન દરમિયાન મહિલા મળી કોરોના પોઝિટીવ, ટોયલેટમાં 5 કલાક માટે થઈ સેલ્ફ આઈસોલેટ

Follow us on

કોરોના વાઈરસનો (Corona Virus) નવો વેરિઅન્ટ ઓમિક્રોન (Omicron Variant) સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. એટલા માટે મોટાભાગના દેશોએ એરપોર્ટ પર કોરોનાના નિયમો, આઈસોલેશન અને કોવિડ ટેસ્ટ ફરજિયાત બનાવ્યા છે. દરમિયાન, અમેરીકામાં (America) એક મહિલાને કોરોના પોઝિટિવ આવતા ફ્લાઈટના બાથરૂમમાં આઈસોલેટ કરવી પડી હતી.

અહેવાલ મુજબ શિકાગોથી આઈસલેન્ડની ફ્લાઈટ દરમિયાન આ મહિલાનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ અમેરીકન મહિલાને ફ્લાઈટના બાથરૂમમાં પાંચ કલાક માટે અલગ રાખવામાં આવી હતી. મિશિગનની શિક્ષિકા મારિસા ફોટોયોએ (Marisa Fotieo) કહ્યું કે 19 ડિસેમ્બરે, સફર દરમિયાન, તેને ગળામાં દુખાવો થવા લાગ્યો. તેથી તે ઝડપથી કોવિડ ટેસ્ટ કરવા બાથરૂમમાં ગઈ. ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

તેણે એરપોર્ટ પર 2 પીસીઆર ટેસ્ટ અને 5 રેપિડ ટેસ્ટ કર્યા હતા. દરેકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ ફ્લાઈટમાં લગભગ દોઢ કલાક પછી તેમને ગળામાં દુખાવાની ફરિયાદ થઈ હતી. ફરીથી રેપિડ ટેસ્ટ કરાવવો પડ્યો અને રિપોર્ટ પોઝિટીવ આવ્યો.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

મહિલાએ જણાવ્યુ કે ‘ફ્લાઈટમાં ચડ્યા પછી જ મને થોડી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો. મારા મગજમાં ઘણી બધી વાતો ચાલી રહી હતી. પછી મેં મારી જાતને હિંમત આપી અને કહ્યું કે હું વધુ એક વખત ટેસ્ટ કરાવવાનો છું. બધું સારું થઈ જશે પણ રિપોર્ટ જોઈને મારા હોશ ઉડી ગયા. હું કોરોના સંક્રમિત હતી. રિપોર્ટ અનુસાર મહિલાએ કોરોના વેક્સીનના બંને ડોઝ લીધા હતા. આ સિવાય તેણે બુસ્ટર ડોઝ પણ લીધો છે. તે દર અઠવાડિયે પોતાનો કોવિડ ટેસ્ટ કરાવે છે.

આ પણ વાંચો –

Pakistan: ભારત-યુએસ અને યુએઈના હિંદુઓએ એ મંદિરમાં કરી પૂજા, જેના પર ઉગ્રવાદીઓએ હુમલો કર્યો હતો

આ પણ વાંચો –

America: કેન્ટુકીમાં વાવાઝોડા બાદ અચાનક આવેલા પૂરથી સર્જાઈ તબાહી, વીજ પુરવઠો ઠપ, હવે વાવાઝોડાનું જોખમ વધ્યું

આ પણ વાંચો –

Colorado Fire: અમેરિકાના કોલોરાડોમાં આગના તાંડવ વચ્ચે લોકોએ નવા વર્ષની ઉજવણી કરી, ત્રણ લોકો લાપતા

Next Article