ડિલિવરી બોયથી પોતાને સુરક્ષિત રાખવા છોકરી વાપરે છે આ યુક્તિ, જાણીને તમે પણ કહેશો Interesting !

|

Nov 18, 2021 | 7:11 AM

TikTok એકાઉન્ટ પરથી પોતાની વિચિત્ર આદતનું વર્ણન કરતા તેને કહ્યું કે તે હંમેશા તેના ઘરમાં પુરૂષોના કપડા (Menswear) વેરવિખેર રાખે છે. તે એવો ઢોંગ કરવાનો પ્રયાસ કરે છે કે તેના ઘરમાં કોઈ પુરુષ સભ્ય છે.

ડિલિવરી બોયથી પોતાને સુરક્ષિત રાખવા છોકરી વાપરે છે આ યુક્તિ, જાણીને તમે પણ કહેશો Interesting !
Woman pretends to have boyfriend for her safety

Follow us on

ઘરમાં એકલી રહેતી મહિલાઓ ઘણીવાર પોતાની સુરક્ષા (Self Defense) માટે વિવિધ ઉપાયો અપનાવે છે. કેટલાક પોતાની સાથે પેપર સ્પ્રે રાખે છે અને કેટલાક છુપાયેલા હથિયારો. કેનેડા (Vancouver, Canada)માં રહેતી મોડલ સિલ્કન ચુ ( Silken Chu) તેની સલામતી માટે એક વિચિત્ર રીત અપનાવે છે (safety habit) તે કહે છે કે તે હંમેશા કોઈપણ ડિલિવરી બોયની સામે એવું બતાવે છે કે તેનો બોયફ્રેન્ડ (Boyfriend) ઘરમાં હાજર છે.

TikTok એકાઉન્ટ પરથી પોતાની વિચિત્ર આદતનું વર્ણન કરતા તેને કહ્યું કે તે હંમેશા તેના ઘરમાં પુરૂષોના કપડા (Menswear) વેરવિખેર રાખે છે. તે એવો ઢોંગ કરવાનો પ્રયાસ કરે છે કે તેના ઘરમાં કોઈ પુરુષ સભ્ય છે. ખાસ કરીને તેઓ આવું ત્યારે કરે છે જ્યારે કોઈ ડિલિવરી બોય તેમના ઘરે સામાન પહોંચાડવા માટે આવે છે.

મોડલ સિલ્કન ચુએ ટિકટોક વીડિયો દ્વારા બતાવ્યું છે કે તે કેવી રીતે છોકરાઓના કપડા અને બોક્સિંગ ગ્લોવ્સ ઘરે રાખે છે, જેથી જોવા વાળાને લાગે કે તેનો બોયફ્રેન્ડ ઘરે જ છે. તેણે કહ્યું કે જ્યારે તેણે ફેસબુક માર્કેટપ્લેસથી (Facebook Marketplace) કોફી ટેબલનો ઓર્ડર આપ્યો અને એક પુરુષ તેની ડિલિવરી કરવા આવ્યો ત્યારે તેને ઘરે બધી જ તૈયારી કરી લીધી હતી. ઘરમાં રાખેલી વસ્તુઓ અને પુરુષોની વસ્તુઓ એવી છાપ આપી રહી હતી કે ઘરમાં કોઈ પુરુષ રહે છે.

Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?

મોડલે એ પણ જણાવ્યું કે તેણે આ માટે ઘરમાં પુરૂષોના શૂઝ રાખ્યા છે. બોક્સિંગ ગ્લોવ્સ અને સ્કેટબોર્ડ પણ તેના ઘરમાં રાખવામાં આવ્યા છે. તે પલંગ પર પુરૂષની હૂડી મૂકે છે અને આઈપેડ પર એવું સાઉન્ડટ્રેક મૂકે છે જેમાં એક પૉઝેસિવ બોયફ્રેન્ડનો અવાજ છે. પોતાને સુરક્ષિત રાખવાની આ તેમની રીત છે. મજાની વાત એ છે કે લોકોને આ પદ્ધતિ ખૂબ જ રસપ્રદ લાગી છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 25 લાખ લોકો જોઈ ચૂક્યા છે. અન્ય છોકરીઓએ પણ જણાવ્યું છે કે જ્યારે કોઈ અજાણી વ્યક્તિ દરવાજા પર હોય ત્યારે તેઓ કાલ્પનિક બોયફ્રેન્ડ અથવા પતિ સાથે કેવી રીતે વાત કરે છે.

આ પણ વાંચો – Horoscope Today: દૈનિક રાશિફળ, ધન 18 નવેમ્બર: આજના દિવસે વ્યાપાર સબંધી નવા કોઈ પણ કર્યો ન કરવાની સલાહ

આ પણ વાંચો – Horoscope Today: દૈનિક રાશિફળ, વૃશ્ચિક 18 નવેમ્બર: ભાગીદાર સંબંધિત કામમાં મતભેદ થવાની સંભાવના, વાણી-વર્તન પર નિયંત્રણ જરૂરી

 

Next Article