‘ઉપર વાલા જબ ભી દેતા, દેતા છપ્પર ફાડ કે’ આ કહેવત તો તમે સાંભળી જ હશે. આજે અમે તમારા માટે એવા સમાચાર લઇને આવ્યા છીએ જેને વાંચ્યા બાદ તમે પણ આ કહેવત પર ભરોસો કરવા લાગશો.
બન્યુ કઇંક એવુ કે એક મહિલા અમેરિકાના કેલિફોર્નિયા શહેરમાં એક પાર્કમાં ગઈ, મહિલાને તે પાર્કમાં એક તેજસ્વી પીળો પથ્થર મળ્યો. પથ્થર ચળકતો અને સ્વચ્છ હતો, તેથી મહિલાએ તેને ઉપાડ્યો અને તે પથ્થરને ખૂબ જ ધ્યાનથી જોવા લાગી. તે સ્ત્રી અજાણ હતી કે જેને તે પોતાની સાથે પથ્થર તરીકે લઈ જઇ રહી છે તે ખરેખર એક કિંમતી હીરો છે. તમને જણાવી દઈએ કે રિપોર્ટ અનુસાર, આ પથ્થરની કિંમત 20000 ડોલર છે.
અહેવાલ મુજબ, જ્યારે મહિલા Arkansas State Park માં ફરવા ગઈ ત્યારે તેને 4.38 કેરેટનો પીળો હીરો મળ્યો. Arkansas State Park સામાન્ય પાર્ક નથી, લોકો અવારનવાર અહીં હીરાની શોધમાં આવે છે. જો કોઈને ત્યાં હીરો મળી જાય તો તે હીરો તે વ્યક્તિનો કહેવાય છે. તે આ હીરાને વેચી શકે છે અને સારી રકમ મેળવી શકે છે.
તે નસીબદાર મહિલાનું નામ નોરીન રેડબર્ગ (Noreen Wredberg) છે, મહિલાએ જણાવ્યું કે પહેલા તેને ખબર નહોતી કે તેના હાથમાં આટલો કિંમતી હીરો છે. પ્રથમ નજરે તેને એક ચમકતો પથ્થર લાગ્યો અને ચળકતો હોવાથી તેણે તેને ઉપાડી લીધો. જો આપણે તે હીરાની કિંમત વિશે વાત કરીએ, તો તેની કિંમત $ 2500 થી $ 20,000 યુએસ ડોલર વચ્ચે હોઈ શકે છે.
સમાચારો અનુસાર, આ પાર્કમાં અત્યાર સુધીમાં લગભગ 75000 હીરા મળી આવ્યા છે, જેમાંથી નોરીન રેડબર્ગને સૌથી મોટો હીરો મળ્યો છે. માત્ર આ વર્ષમાં જ અત્યાર સુધીમાં 258 હીરા મળી આવ્યા છે. અહીં દરરોજ માત્ર 1 કે 2 હીરા જ જોવા મળે છે. જે વ્યક્તિને તે હીરા મળે છે, તેનું નસીબ ખુલે છે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો –