સોશિયલ મીડિયામાં ચાલી રહેલા સમાચારના આધારે તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ અર્દોગન દેશ છોડીને ભાગી ગયા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. હજુ તેમના દેશ છોડીને ભાગી જવાની વાત પર પુષ્ટિ થઈ નથી પણ કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ એર્દોગન પોતાના પ્લેનમાં સવાર થઈ કોઈ અજાણી જગ્યાએ નીકળી ગયા છે જેથી કહેવામાં આવી રહ્યું છે કે હવે તે દેશ છોડી ભાગી છૂટ્યા છે.
તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા સિરીયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ દેશ છોડીને ભાગી ગયા હતા અને રુસમાં શરણ લઈ લીધુ હતુ. જે અગાઉ બાગ્લાદેશના પ્રધાનમંત્રી પણ દેશ છોડીને ભાગી નીકળ્યા અને ભારતમાં શરણ લીધી હતી. ત્યારે હવે તુર્કીના રાષ્ટ્રપતિ રજબ અર્દોગનના દેશમાંથી ભાગી જવાની સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે.
(video credit: Ankit Inspires India)
તુર્કીના રાષ્ટ્રપતિ અર્દોગનના દેશ છોડીને ભાગી જવા પાછળ કેટલાક કારણો પણ જણાય રહ્યા છે કે ત્યાની જનતા એર્દોગનની વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવી છે અને વિરોધ કરી રહી છે, જેનાથી એ સાબિત થઈ રહ્યું છે તુર્કીમાં સ્થિતિ સામાન્ય નથી. ઈસ્તામ્બુલ માંથી કેટલી તસ્વીરો સામે આવી છે જેમાં ત્યાંની જનતા અર્દોગન વિરુદ્ધ પ્રદર્શન કરી રહી છે. મળતી માહિતી મુજબ અર્દોગન વિરુદ્ધ વિપક્ષ પણ ઉતરી આવ્યું છે.
મળતી માહિતી મુજબ તુર્કીના રાષ્ટ્રપતિ અર્દોગને તેમના સૌથી મોટા વિરોધી નેતા ઈમામોગ્લુને જેલમાં ધકેલી દીધા, જે બાદથી જ ત્યાંની જનતા એર્દોગન વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવી છે. માહીતી મુજબ વિપક્ષ ઈમામોગ્લુને રાષ્ટ્રપતિ પદના ઉમેવાદન જાહેર કરવાની હતી તે પહેલા અર્દોગને ઈમામોગ્લુને જેલમાં મોકલી દીધા.
મળતી માહિતી મુજબ અર્દોગન હારથી બચવા માટે ઈમામોગ્લુને જેલ ભેગા કરી દીધા. તેમણે દાવો કર્યો હતો કે ગયા વર્ષે સ્થાનિક ચૂંટણીઓમાં મોટી હારનો સામનો કરનાર અર્દોગને ઈમામોગ્લુને નિશાન બનાવ્યા હતા કારણ કે તેમને તેમની સામે હારી જવાનો ડર હતો. તેમજ ઈમામોગ્લુ પણ ત્યાથી જ મેયર બનીને આવ્યા હતા જ્યાંથી અર્દોગન મેયર બન્યા હતા, ત્યારે હવે અર્દોગનના વિરુદ્ધમાં જનતા રસ્તા પર ઉતરી આવી છે અને તેના જ કારણે અર્દોગનના ભાગી જવાના સમાચાર મળી રહ્યા છે.
Published On - 2:59 pm, Thu, 20 March 25