Bear Gryllsને અચાનક કેમ યાદ આવ્યા PM MODI, તસ્વીર શેર કરીને કહી આ વાત

'મેન વર્સીસ વાઇલ્ડ'ના હોસ્ટ બેયર ગ્રિલ્સે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે જુનો ફોટો શેર કર્યો.

Bear Gryllsને અચાનક કેમ યાદ આવ્યા PM MODI, તસ્વીર શેર કરીને કહી આ વાત
બેયર ગ્રિલ્સ પ્રધાનમંત્રી મોદી સાથે
| Edited By: | Updated on: Feb 06, 2021 | 1:36 PM

ડિસ્કવરી ચેનલ પર ‘મેન વર્સીસ વાઇલ્ડ’ (Man vs. Wild) જોનારા લોકો Bear Gryllsને ઓળખતા જ હશે. ગયા વર્ષે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ લોકપ્રિય શોમાં જોવા મળ્યા હતા. PM મોદી આ શો દરમિયાન એકદમ નવા અવતારમાં જોવા મળ્યા. તાજેતરમાં જ બેયર ગ્રિલ્સે એ દિવસોને યાદ કરતા એક તસવીર શેર કરી, જેને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

‘મેન વર્સીસ વાઇલ્ડ’ના (Man vs. Wild) હોસ્ટ બેયર ગ્રિલ્સે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે જુનો ફોટો શેર કર્યો. અને ફોટોના કેપ્શનમાં લખ્યું, “મારી એક પ્રિય તસ્વીર, ડિસ્કવરી પર અમારા જંગલના એડવેન્ચર બાદ ભીંજાયેલા વડા પ્રધાન મોદી સાથે ચા પીવાની ક્ષણ. આ ક્ષણ મને યાદ અપાવે છે કે આપણે બધા આપણા હોદ્દા અને માસ્ક પાછળ તો એકસરખા છીએ.”

 

 

સોશ્યલ મીડિયા પર આ ફોટોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. લોકો આ તસવીરને શેર કરી રહ્યા છે, અને એના પર વિવિધ કોમેન્ટ્સ આપી રહ્યા છે. ડિસ્કવરી ચેનલ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બેયર ગ્રિલ્સ ‘મેન વર્સીસ વાઇલ્ડ’ (Man vs. Wild) ના એક ખાસ એપિસોડમાં જોવા મળ્યા હતા. આ શો વિશ્વમાં સૌથી ટ્રેન્ડિંગ ટેલિવિઝન ઇવેન્ટ બની ગયો હતો.