
નેપાળના રસ્તાઓ પર યુવાનોનો ગુસ્સો જે રીતે ઉકળી રહ્યો છે તે કોઈ એક નિર્ણયની પ્રતિક્રિયા નથી પરંતુ લાંબા સમયથી એકઠી થઈ રહેલી હતાશાનું પરિણામ છે. ભ્રષ્ટાચાર, સગાવાદ અને બગડતી અર્થવ્યવસ્થાએ મળીને પરિસ્થિતિને અહીં વિસ્ફોટક બની છે.
સોશિયલ મીડિયા પર પ્રતિબંધે આગમાં ઘી ઉમેર્યું અને થોડી જ વારમાં આંદોલન ફાટી નીકળ્યું. બળવો જોઈને સરકારે પ્રતિબંધનો નિર્ણય પાછો ખેંચી લીધો. ઘણા રાજીનામા થયા. ઘરોને આગ લગાવી દેવામાં આવી અને યુવાનોનોને ભડકાવવાનું કામ હમી નેપાળ નામની સંસ્થાએ અને આ સંગઠનના વડા 36 વર્ષીય સુદાન ગુરુંગ એ કર્યું. ગુરુંગને નેપાળની જનતા નવી પેઢી Z માટે આશા અને પરિવર્તનનું નવું પ્રતીક માને છે, પણ આ જ યુવાને નેપાળમાં વિદ્યાર્થીઓને હથિયાર બનાવી હિંસા ભડકાવી દીધી.
ગુરુંગની તાકાત વિદ્યાર્થીઓ અને યુવાનો છે. તેમનું આંદોલન સંપૂર્ણપણે ડિજિટલ ટૂલ્સ પર આધારિત છે. ઇન્સ્ટાગ્રામ, ડિસ્કોર્ડ અને યુટ્યુબ પર, તેમણે માત્ર પ્રોટેસ્ટના માર્ગો જ નહીં પરંતુ સલામતી સૂચનાઓ પણ શેર કરી છે. તેણે અગાઉ વિદ્યાર્થીઓને શાળાના ગણવેશ અને પુસ્તકો બાબતે પણ વિરોધ કર્યો હતો અને તે બાદ વિરોધ પ્રદર્શનમાં જોડાવા વિદ્યાર્થીઓને પણ અપીલ કરતો હતો. તેની આ શૈલી યુવાનોને ખૂબ જ ગમી અને આનંદોલનોની શરુઆત થઈ.
સુદાન ગુરુંગનું NGO 2020માં નોંધાયું હતું. આમાં, તેમને એક સામાજિક કાર્યકર્તા તરીકે વર્ણવવામાં આવ્યા છે. ગુરુંગનું સંગઠન નેપાળમાં કુદરતી આફતો અને તમામ પ્રકારની મુશ્કેલીઓમાં મદદ કરવાનો દાવો કરે છે. ગુરુંગનું આ સંગઠન યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે, જેના કારણે તેમના એક અવાજ પર હજારો યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા.
તમને જણાવી દઈએ કે 8 સપ્ટેમ્બરે જનરલ ઝેડના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન હિંસક બન્યું હતું. આ દરમિયાન નેપાળ પોલીસના ગોળીબારમાં 20 લોકો માર્યા ગયા છે જ્યારે 300થી વધુ ઘાયલ થયા છે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ સંસદ ભવનમાં ઘૂસીને તોડફોડ અને હિંસાનો આશરો લીધો હતો. આ પછી પોલીસે ટીયર ગેસ, રબર બુલેટ અને ગોળીબારનો ઉપયોગ કર્યો હતો. હાલમાં, સરકારે સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવી લીધો છે અને તપાસ સમિતિની રચના કરી છે. હાલમાં, કાઠમંડુ અને અન્ય શહેરોમાં કર્ફ્યુ લાગુ છે. પરંતુ હવે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. આ ઘટના બાદ, ગૃહમંત્રી રમેશ લેખકે નૈતિક ધોરણે રાજીનામું આપી દીધું છે.