તાલિબાનની (Taliban) ધાર્મિક પોલીસે રાજધાની કાબુલની (Kabul) આસપાસ પોસ્ટરો લગાવ્યા છે, જેમાં અફઘાન મહિલાઓને (Afghan Women) માથું ઢાંકવાનો આદેશ આપવામાં આવ્યો છે. એક અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી. મહિલાઓ પર લાદવામાં આવેલા નવા પ્રતિબંધોમાં આ નવીનતમ છે. તાલિબાનના ‘પ્રમોશન ઓફ વર્ચ્યુ એન્ડ પ્રિવેન્શન ઓફ વાઇસ’એ આ પોસ્ટરો શહેરના કાફે અને દુકાનોમાં લગાવ્યા છે. આમાં એક મહિલા બુરખાથી પોતાનો ચહેરો ઢાંકતી જોઈ શકાય છે. ઓગસ્ટમાં સત્તા પર પાછા ફર્યા બાદ તાલિબાને મહિલાઓ અને છોકરીઓની સ્વતંત્રતામાં તીવ્ર ઘટાડો કર્યો છે.
પોસ્ટરમાં લખ્યું હતું, “શરિયા કાયદા અનુસાર, મુસ્લિમ મહિલાઓએ હિજાબ પહેરવો આવશ્યક છે.” તાલિબાન દ્વારા ઇસ્લામિક કાયદાના કડક અર્થઘટનને લાગુ કરવા માટે જવાબદાર મંત્રાલયના પ્રવક્તાએ શુક્રવારે પુષ્ટિ આપી કે તે તેમના મંત્રાલયે જ આ આદેશો આપ્યા છે. સાદિક આકીફ મુહાજીરે કહ્યું, ‘જો કોઈ તેનું પાલન ન કરે તો તેનો અર્થ એ નથી કે તેને સજા અથવા માર મારવામાં આવશે. તે માત્ર મુસ્લિમ મહિલાઓને શરિયા કાયદાનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરે છે.’ કાબુલમાં, સ્ત્રીઓ પહેલેથી જ તેમના વાળને સ્કાર્ફથી ઢાંકે છે, જોકે કેટલીક મહિલાઓ પશ્ચિમી વસ્ત્રો પણ પહેરે છે.
રાજધાનીની બહાર મહિલાઓ માટે બુરખો પહેરવો સામાન્ય બાબત છે. 1990ના દાયકામાં પ્રથમ તાલિબાન શાસનમાં બુરખો પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીની એક વિદ્યાર્થી અને મહિલા અધિકારોના વકીલે એએફપીને જણાવ્યું. પહેલી વાર જ્યારે મેં પોસ્ટરો જોયા ત્યારે હું ખરેખર ડરી ગઇ હતી, મને લાગ્યું કે કદાચ તાલિબાનીઓ મને મારવાનું શરૂ કરશે. તેઓ ઇચ્છે છે કે હું બુરખો પહેરું, પરંતુ હું એવું ક્યારેય નહીં કરું. અન્ય મહિલાઓએ પણ આવી જ વાતો કહી. તેમનું કહેવું છે કે આ યોગ્ય નથી.
તાલિબાન આંતરરાષ્ટ્રીય માન્યતા મેળવવા માટે તલપાપડ છે જેથી તેને ભંડોળ મળી શકે. સત્તામાં પાછા ફર્યા પછી, તાલિબાને રાષ્ટ્રીય નીતિઓ લાગુ કરવાથી પોતાને બચાવી લીધા છે. તેના બદલે, તેઓએ પુરુષો અને સ્ત્રીઓ માટે માર્ગદર્શન પ્રકાશિત કર્યું છે જે પ્રાંતથી પ્રાંતમાં બદલાય છે. જો કે તાલિબાને કટ્ટરપંથી શાસન અમલમાં મૂક્યું છે. નોંધપાત્ર વાત એ છે કે જ્યારે તેઓ 1996 થી 2001 સુધી અફઘાનિસ્તાનમાં સત્તા પર હતા ત્યારે તેમણે મહિલાઓને નોકરીઓથી દૂર રાખી હતી અને છોકરીઓ માટે શાળાઓ બંધ કરી હતી.
આ પણ વાંચો –
આ પણ વાંચો –