
આ પ્રદર્શનનું આયોજન કરનાર બશીરા તોહેરીએ કહ્યુ કે, સરકાર ગઠનને લઈને વાતો કરી રહી છે પરંતુ તેઓ મહિલાઓની ભાગીદારીને લઈને કઈ નથી બોલી રહ્યા. અમે સરકારનો ભાગ બનવા માંગીએ છીએ. મહિલાઓ વગર કોઈ સરકાર બની નથી શક્તી. અમે ઈચ્છીએ છીએ કે તાલિબાન અમારી સાથે ચર્ચા-વિચારણા કરે.

ઈરાનની સીમા નજીક સ્થિત હેરાત અફધાનિસ્તાનના અન્ય રૂઢિવાદી કેન્દ્રોની વચ્ચે એક અપવાદ છે. જોકે કેટલીક મહિલાઓ પહેલા પણ અહીં બુર્ખો પહેરતી હતી. તાલિબાને કહ્યુ છે કે તેમની સરકાર સમાવેશી હશે, પરંતુ લોકોને નવી સરકારમાં મહિલાઓની ભાગીદારીને લઈને શંકા છે.

તાલિબાનના પહેલાના શાસનમાં તેમણે બાળકીઓ અને મહિલાઓને રોજગારી અને શિક્ષાથી દૂર રાખ્યા હતા. સામાજીક જગ્યાઓએ બુર્ખો પહેરવો ફરજિયાત હતો અને મહિલાઓ પુરુષ સંરક્ષક વગર ઘરમાંથી બહાર નીકળી શક્તી નથી.