ગોલ્ડન યર્સ ફોલ્સના ઠંડા પાણીમાં લપસી ગયેલા માણસને બહાર કાઢવા માટે કેનેડા (Canada)માં એક ગ્રુપે ઝડપથી નિર્ણય લઈને તેમની પાઘડીનો ઉપયોગ કર્યો અને એક જીવ બચાવ્યો હતો. સ્થાનિક અહેવાલો અનુસાર સાંજે 6 વાગ્યાની આસપાસ રિજ મીડોઝ સર્ચ એન્ડ રેસ્ક્યુ (એસએઆર) ટીમને બે હાઈકર્સ મુશ્કેલીમાં હોવાની જાણ થઈ. એસએઆર મેનેજર રિક લિંગે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે એક વ્યક્તિ ધોધની ઉપર પૂલમાં પડી ગયો હતો અને બહાર નીકળવામાં અસમર્થ હતો.
જો કે, બચાવ ટીમ સ્થળ પર પહોંચે તે પહેલા પાંચ માણસોનું એક ગ્રુપ આ કાર્ય માટે ઉભું થયું. લૈંગે એક ન્યૂઝ વેબસાઈટને કહ્યું, તે સ્થળે ફરવા આવેલા પાંચ યુવાન પુરુષોએ તેમની પાઘડી ઉતારીને તેમને એકસાથે બાંધીને અને એક લાંબું દોરડું બનાવીને ડુબતા વ્યક્તિને બચાવવા માટે મદદ કરી. બચાવનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં પાંચ શીખ પુરુષો તેમની પાઘડીથી બનેલું દોરડું પુલમાં પડી ગયેલા માણસ તરફ ફેંકતા જોવા મળી રહ્યા છે.
A video of the incident on Monday, in which five Sikh hikers tied their dastaars (turbans) together to save a man who had slipped and fallen at the Lower Falls at Golden Ears Park. Video courtesy @globalnews
Kudos to these young men on their quick thinking and selflessness. pic.twitter.com/XQuX27OH5i
— Sikh Community of BC (@BCSikhs) October 16, 2021
રિપોર્ટ્સ અનુસાર તે વ્યક્તિ 20 વર્ષની આસપાસનો હતો, જેને ટૂંક સમયમાં બચાવી લેવામાં આવ્યો. ત્યાંના ખડકો એકદમ લપસણા છે અને તેમાંથી બહાર નીકળવું ખરેખર મુશ્કેલ હતું. ખાસ કરીને જો તમે ભીના અને ઠંડા હોવ તો વધારે મુશ્કેલ છે. આ યુવાન નસીબદાર હતો કે આ પાંચ યુવાનો ત્યાં બચાવ માટે આવ્યા. જે તેને બહાર કાઢવામાં અને સુરક્ષિત રીતે પાછો લાવવા માટે સક્ષમ હતા.
એ સ્પષ્ટ નથી કે તે માણસ પૂલમાં લપસી ગયો કે તેને ભયના ચિહ્નો દેખાયા ન હતા, પરંતુ લૈંગે કહ્યું કે તે બચી જવા માટે નસીબદાર હતો. ચોક્કસપણે જો તે વધુ સમય સુધી પૂલમાં રહ્યો હોત તો તે હાયપોથર્મિયા થવાથી મૃત્યુ પામી શક્યો હોત. અહેવાલો એમ પણ કહે છે કે તે ધોધ ઉપરથી વહી પણ ગયો હોત. રીપોર્ટમાં ઉમેર્યું હતું કે, યુવાનને શરીરમાં ભાંગ તુટ પણ થઈ હોત.
આ પણ વાંચો : Aryan Khan Drug Case: જામીન નામંજુર થયા બાદ આર્યન ખાનના વકીલે ખખડાવ્યો હાઈકોર્ટનો દરવાજો, ગુરૂવારે સવારે થશે સુનાવણી
Published On - 11:51 pm, Wed, 20 October 21