પુતિનની ‘હત્યા’ કરી શકે છે તેમનો પરીવાર! પુત્રીઓથી લઈને ભૂતપૂર્વ પત્ની સુધીના નિશાના પર રશિયન રાષ્ટ્રપતિ, નિષ્ણાતોએ આપી ચેતવણી 

Russia Ukraine War: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યા કરવા માટેના ઉમેદવારોની યાદી લાંબી છે, પરંતુ આમ કરવું કોઈ પહાડ પર ચઢવાથી ઓછું નહીં હોય.

પુતિનની હત્યા કરી શકે છે તેમનો પરીવાર! પુત્રીઓથી લઈને ભૂતપૂર્વ પત્ની સુધીના નિશાના પર રશિયન રાષ્ટ્રપતિ, નિષ્ણાતોએ આપી ચેતવણી 
Russian President Vladimir Putin
Image Credit source: Abtc.Ng
| Edited By: | Updated on: Mar 26, 2022 | 8:21 PM

યુક્રેન (Ukraine) સામે યુદ્ધ શરૂ કરવાને કારણે, રશિયન (Russia) પ્રમુખ વ્લાદિમીર પુતિનની (Vladimir Putin) પ્રતિષ્ઠા આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક એમ બંને રીતે કલંકિત થઈ છે. જેના કારણે પુતિન હવે ઘણા લોકોના નિશાના પર છે. એક નિષ્ણાત માને છે કે પુતિનની પુત્રીઓ તેમની ‘હત્યા’ કરી શકે છે. જ્યારથી રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે ત્યારથી એવી ચર્ચા ચાલી રહી છે કે ક્રેમલિનના ઉચ્ચ અધિકારીઓ પુતિનને પદ પરથી હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે જો પુતિન સત્તામાંથી જાય છે, તો તેમની જગ્યાએ ભૂતપૂર્વ કેજીબી એજન્ટ એલેક્ઝાન્ડર બોર્ટનિકોવને (Alexander Bortnikov) રશિયાના રાષ્ટ્રપતિ બનાવવામાં આવી શકે છે.

ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ ઓસ્ટ્રેલિયન નિષ્ણાત ડૉ. લિયોનીદ પેટ્રોવે અનુમાન લગાવ્યું છે કે જો કોઈ વ્લાદિમીર પુતિનની હત્યા કરશે તો તે કોઈ એવી વ્યક્તિ હશે જે તેમની ખૂબ નજીક હશે. news.au સાથે વાત કરતાં તેમણે કહ્યું, ‘હું માનું છું કે જો કોઈ હત્યાનો પ્રયાસ કરશે તો તે મહિલા દ્વારા કરવામાં આવશે.

બની શકે કે આ તેમના પરિવારના કોઈ સભ્ય દ્વારા કરવામાં આવે. હત્યા કરનાર વ્યક્તિ તેમની પુત્રી, તેમની પૂર્વ પત્ની અથવા અન્ય કોઈ વ્યક્તિ હોઈ શકે છે. જે તેમને સારી રીતે ઓળખતું હોય અને તેમની ખૂબ નજીક હોય. તેમણે કહ્યું કે, આવી પરીસ્થીતીમાં તેમની હત્યાની શક્યતા વધી રહી છે.

પુતિનની ‘હત્યા’ કોણ કરી શકે છે?

આવી સ્થિતીમાં ડૉ. પેટ્રોવની થિયરી મુજબ કોણ લોકો છે, જે પુતિનની હત્યા કરી શકે છે ? જોકે, પુતિન પોતાનું અંગત જીવન એકદમ ગુપ્ત રાખે છે. પરંતુ બધાને એ વાતની જાણકારી છે કે, તેમણે લગ્નના 30 વર્ષ પછી 2013 માં તેમની પૂર્વ પત્ની લ્યુડમિલાને છૂટાછેડા આપી દીધા હતા. બંનેને બે દીકરીઓ છે, આ 36 વર્ષીય મારિયા ફાસેન અને તેની બહેન 35 વર્ષીય કતેરીના તિખોનોવા છે. એવી પણ અફવા છે કે પુતિન લુઇઝા રોજોવા નામની 18 વર્ષની છોકરીના પિતા પણ છે. જોકે, પુતિને આ બાબતો ક્યારેય સ્વીકારી નથી.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યા કરવા માટેના ઉમેદવારોની યાદી ભલે લાંબી હોય, પરંતુ આમ કરવું પહાડ પર ચઢવાથી ઓછું નથી. જો કોઈ આવું કરવાનું વિચારશે તો પુતિનની નજીક પહોંચતા પહેલા તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. પોતાની સુરક્ષા વિશે હંમેશા સજાગ રહેતા, પુતિન 24/7 પ્રશિક્ષિત બોડી ગાર્ડ્સથી ઘેરાયેલા રહે છે. આ ઉપરાંત તેમની સુરક્ષા માટે સુરક્ષાકર્મીઓનું એક મજબૂત વર્તુળ પણ હાજર છે. આવી સ્થિતિમાં, જો કોઈ પુતિન સુધી પહોંચવા માંગે છે, તો તેણે ઘણી મહેનત કરવી પડશે.

આ પણ વાંચો :  America George Floyd મર્ડર કેસમાં પ્રદર્શનકારીઓને મળશે 14 મિલિયન વળતર, પોલીસે કર્યો હતો બળનો પ્રયોગ