રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું (Vladimir Putin) આખું નામ વ્લાદિમીર વ્લાદિમીરોવિચ પુતિન છે. તેમનો જન્મ 7 ઓક્ટોબર 1952ના રોજ રશિયાના લેનિનગ્રાડમાં થયો હતો. તેઓ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં ઉછર્યા હતા. સ્થાનિક છોકરાઓમાં સામાન્ય ઝઘડા કે ફાઈટ એક સામાન્ય પ્રથા હતી, આ છોકરાઓ ક્યારેક તેમના કરતા મોટા અને મજબૂત હતા. આ બાબતથી પુતિનનો જુડો-કરાટેમાં રસ જાગ્યો હતો, પુતિન જુડોમાં બ્લેક બેલ્ટ પણ ધરાવે છે. આ ઉપરાંત પુતિન યોગ, સ્પોર્ટ્સ અને ઘોડેસવારીમાં પણ સક્રિય છે. પુતિનની આવી પ્રવૃત્તિઓ માટે દેશ-વિદેશમાં તેમની માચો-મેન ઇમેજ પ્રચલિત છે.
યુક્રેન સંકટ (Ukraine Crisis) વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની છબી મજબૂત થઈ છે. લોકો પહેલાથી જ તેમને એક એવા રાજકારણી તરીકે જુએ છે જે ન તો કોઈથી ડરતા હોય છે અને ન તો કોઈની આગળ ઝૂકતા હોય છે. 69 વર્ષીય વ્લાદિમીર પુતિન માર્શલ આર્ટ સ્પોર્ટ જુડોમાં પણ બ્લેક બેલ્ટ છે. તેની નીતિઓમાં આક્રમકતા અને ચતુરાઈ પણ દેખાઈ આવે છે, આ રમતના બે ગુણો. આ જ કારણ છે કે, યુક્રેન મુદ્દે અમેરિકા સહિત સમગ્ર યુરોપ એક થવા છતાં પુતિન પીછેહઠ કરવા તૈયાર નથી. તેમણે યુક્રેનના બે પ્રદેશોને સ્વતંત્ર દેશનો દરજ્જો આપીને પોતાના ઉંચા ઈરાદા પણ વ્યક્ત કર્યા છે. 2014માં જ્યારે પુતિનના આદેશ પર રશિયન દળોએ યુક્રેનના ક્રિમિયાને કબજે કર્યું ત્યારે આવી જ ધમકીઓ આપવામાં આવી હતી. પરંતુ પુતિને, આ ધમકીઓને વશ ન થતાં કબ્જાને જાળવી રાખ્યો અને યુક્રેનના અન્ય ભાગોમાં અલગતાવાદીઓને ખુલ્લેઆમ તમામ શક્ય મદદ પણ આપી.
વ્લાદિમીર પુતિનની ગણતરી રશિયાના સૌથી લોકપ્રિય અને સફળ રાજકારણીઓમાં થાય છે. 7 મે 2012થી રશિયાના રાષ્ટ્રપતિ પદ પર રહેલા પુતિનને 2018ની ચૂંટણીમાં 75 ટકાથી વધુ લોકોએ પસંદ કર્યા હતા. જોકે, એ અલગ વાત છે કે પશ્ચિમી દેશો રશિયા પર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ધાંધલ ધમાલનો આરોપ લગાવતા રહ્યા છે. આ પહેલા તેઓ 2000 થી 2008 સુધી રશિયાના રાષ્ટ્રપતિ, 1999 થી 2000 અને 2008 થી 2012 સુધી રશિયાના વડાપ્રધાન પણ રહ્યા હતા. વડાપ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન પુતિન યુનાઈટેડ રશિયા પાર્ટીના પ્રમુખ પણ રહી ચુક્યા છે. આ પોસ્ટ હાલમાં રશિયાના ભૂતપૂર્વ વડા પ્રધાન અને હાલમાં રશિયન ફેડરેશનની સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ દિમિત્રી મેદવેદેવ પાસે છે.
મુશ્કેલ સંજોગોનો સામનો કરીને, પુતિને કાયદામાં સ્નાતક થયા અને રાષ્ટ્રીય સુરક્ષા માટેની રશિયન ગુપ્તચર સંસ્થા KGBમાં સાધારણ સ્થાન મેળવ્યું. પુતિન પાસે કેજીબીમાં ખૂબ જ સામાન્ય પોસ્ટ હતી, તેમના જેવા હજારો અન્ય પણ હતા.
તેઓ રાજકારણમાં પ્રવેશતા પહેલા સોવિયત સંઘની ગુપ્તચર સંસ્થા KGB માટે કામ કરતા હતા. 23 વર્ષની ઉંમરે તેણે KGB માટે કામ કરવાનું શરૂ કર્યું હતું. કેજીબીએ તેમને જર્મન શહેર ડ્રેસ્ડનમાં અનુવાદક તરીકે નિયુક્ત કર્યા. જોકે, કેજીબીમાં તેના કામને લઈને વારંવાર સવાલો ઉભા થયા છે. આ હોવા છતાં, પુતિનને નજીકથી જાણનારાઓ દાવો કરે છે કે, પુતિન માત્ર મીડિયા રિપોર્ટિંગ પર નજર રાખવા જેવા ઓછા મહત્વપૂર્ણ કામ કરતા હતા. તે કેજીબીમાં લેફ્ટનન્ટ કર્નલના હોદ્દા પર પહોંચી ગયા હતા. બર્લિન વોલના પતન પછી, પુતિન રશિયા પાછા ફર્યા અને રાજકારણમાં ઝંપલાવ્યું.
1991 માં કેજીબી છોડ્યા પછી તેમણે રશિયન રાજકારણમાં પ્રવેશ કર્યો. તેઓ સૌપ્રથમ 1996માં નાયબ ચીફ ઓફ સ્ટાફ તરીકે રાષ્ટ્રપતિ બોરિસ યેલ્તસિનના વહીવટમાં જોડાયા હતા. એક વર્ષ પછી, તેમને રશિયન ગુપ્તચર એજન્સી KGBના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. 1999ની શરૂઆતમાં પક્ષની અંદર અને બહારથી ભારે વિરોધ હોવા છતાં યેલતસિને તેમને રશિયાના વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા. તેમના કદનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે યેલ્તસિનના અણધાર્યા રાજીનામાને કારણે, પુતિનને 31 ડિસેમ્બર 1999ના રોજ રશિયાના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પછી પુતિને રાજકારણના ક્ષેત્રમાં ક્યારેય પાછું વળીને જોયું નથી. તેણે વર્ષ 2000 અને 2004માં રશિયાની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતીને તેના તમામ વિરોધીઓને હરાવ્યા હતા.
તે સમયના રશિયન બંધારણ મુજબ કોઈ પણ રાજનેતા સતત ત્રણ વખત રશિયાના રાષ્ટ્રપતિ બની શકતા ન હતા. આ જ કારણ હતું કે, 2008માં પુતિને પોતાના ખાસ દિમિત્રી મેદવેદેવને રશિયાના રાષ્ટ્રપતિ બનાવ્યા અને પોતે વડાપ્રધાન પદ સંભાળ્યું. સપ્ટેમ્બર 2011 માં, પુતિનના કહેવા પર, રશિયાના બંધારણમાં સુધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે રશિયાના રાષ્ટ્રપતિનો કાર્યકાળ ચાર વર્ષથી વધારીને છ વર્ષ કરવામાં આવ્યો હતો. માર્ચ 2012 માં, વ્લાદિમીર ફરીથી ચૂંટણી જીતીને રશિયાના પ્રમુખપદ માટે ફરીથી ચૂંટાયા હતા. રશિયામાં 2018ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પુતિનને 75 ટકાથી વધુ વોટ મળ્યા હતા.
1999થી ક્યારેક રાષ્ટ્રપતિ અને ક્યારેક વડાપ્રધાન તરીકે દેશનું નેતૃત્વ કરી રહેલા વ્લાદિમીર પુતિને દેશને એક કર્યો છે. રશિયન મીડિયા અનુસાર, તેમના લાંબા શાસન છતાં લોકો તેમને પસંદ કરે છે. પુતિનની લોકપ્રિયતા એવી છે, જે પશ્ચિમી નેતાઓ માટે માત્ર એક સ્વપ્ન બની શકે છે, તેઓ વિશ્વના સૌથી નીડર નેતાઓમાંના એક છે, જેનો પરિચય તેઓ હંમેશા અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે દલીલ કરીને આપે છે.
આ પણ વાંચો: Russia Ukraine Conflict : રશિયા- યુક્રેન વિવાદ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કરી યુદ્ધની જાહેરાત
Published On - 1:19 pm, Thu, 24 February 22