મોબાઇલ ચોરીના આરોપી સાથે પોલીસે કરી એવી ખોફનાક હરકત કે જોઈને તમારો આત્મા ધ્રુજી ઉઠશે : જુઓ VIDEO

|

Feb 12, 2019 | 8:51 AM

ગુનેગારો પાસે ગુનો કબૂલ કરાવવા માટે આખી દુનિયામાં પોલીસ શું-શું નથી કરતી. પોલીસની આવી જ એક ખતરનાક કરતૂત ઇંટરનેટ પર વાયરલ થઈ છે. Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ ગરમીમાં વધારે […]

મોબાઇલ ચોરીના આરોપી સાથે પોલીસે કરી એવી ખોફનાક હરકત કે જોઈને તમારો આત્મા ધ્રુજી ઉઠશે : જુઓ VIDEO

Follow us on

ગુનેગારો પાસે ગુનો કબૂલ કરાવવા માટે આખી દુનિયામાં પોલીસ શું-શું નથી કરતી. પોલીસની આવી જ એક ખતરનાક કરતૂત ઇંટરનેટ પર વાયરલ થઈ છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ઇંડોનેશિયા પોલીસના ટૉર્ચરિંગનો આ વીડિયો લગભગ દોઢ મિનિટનો છે કે જેમાં એક વ્યક્તિના ગળામાં એક ઘેરા ભૂરા રંગનો બે મીટર લાંબો સાંપ વિંટળેલો છે. આ વ્યક્તિના હાથ કંમરની પાછળ હાથકડીથી બાંધેલા છે અને સાંપ સતત તેના શરીર પર ચાલી રહ્યો છે. એટલુ જ નહીં, એક વ્યક્તિ કે જે શંકાસ્પદ ચોરની પાસે છે, તે સાંપને તે વ્યક્તિના ચહેરા પાસે લઈ જતા દેખાય છે.

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે આ ટૉર્ચરિંગ દરમિયાન શંકાસ્પદ આરોપી ખરાબ રીતે ભયભીત છે અને સાંપથી બચવા માટે જોર-જોરથી બૂમો પાડી રહ્યો છે, જ્યારે સાંપથી ડરાવનાર શખ્સ (તે વ્યક્તિ પોલીસની વર્ધીમાં નથી) હસી રહ્યો છે. પોલીસની અટકાયતમાં આવેલો આ શખ્સ પાપુઆ વિસ્તારનો બતાવાઈ રહ્યો છે.

એક પોલીસ કર્મચારી કે જેને ઓળખી નથી શકાયો, તે શંકાસ્પદ આરોપી પર ચીસ પાડે છે અને પૂછે છે, ‘તે કેટલી વાર મોબાઇલ ફોન ચોર્યા છે ? જો તે સાચું નહીં કહે, તો તેના મોઢામાં અને પેટમાં સાંપ નાંખી દેવામાં આવશે.’

સ્થાનિક પોલીસ પ્રમુખે નિવેદન જાહેર કર્યું માન્યું છે કે પોલીસનું આ વલણ એકદમ નૉન-પ્રોફેશનલ છે. તેમણે કહ્યું કે અમે સંબંધિત પોલીસ કર્મચારી સામે સખત પગલા ભર્યા છે. તેમણે બચાવ કરતા કહ્યું કે આ સાંપ પાલતુ હતો અને ઝેરી નહોતો, પણ એ ન જણાવ્યું કે આ સાંપ કઈ પ્રજાતિનો હતો.

દરમિયાન માનવાધિકાર કાર્યકર વેરોનિકા કોમાને આ વીડિયો ટ્વીટ કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે પાપુઆની આઝાદી માટે લડતા એક કાર્યકરને પણ ઇંડોનેશિયાની પોલીસે લૉક-અપમાં નાખ્યો અને સાંપથી બિવડાવ્યો.

જુઓ Video :

[yop_poll id=1347]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 8:41 am, Tue, 12 February 19

Next Article