USA : ભારતીય મૂળના રાજ પંજાબીના શિરે મોટી જવાબદારી, બાઈડેનનો માન્યો આભાર

|

Feb 02, 2021 | 4:30 PM

USA : અમેરિકન રાષ્ટ્રપતિ Jo Biden પોતાની મેલેરિયા સબંધી પહેલના નેતૃત્વ માટે એક ભારતીય મૂળના ડૉક્ટર Raj Punjabi પર પસંદગી ઉતારી છે.

USA : ભારતીય મૂળના રાજ પંજાબીના શિરે મોટી જવાબદારી, બાઈડેનનો માન્યો આભાર
Raj Punjabi

Follow us on

USA : અમેરિકન રાષ્ટ્રપતિ Jo Biden પોતાની મેલેરિયા સબંધી પહેલના નેતૃત્વ માટે એક ભારતીય મૂળના ડૉક્ટર Raj Punjabi પર પસંદગી ઉતારી છે. રાષ્ટ્રપતિની આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય આફ્રીકી અને એશીયાઈ દેશોમાં આ મલેરિયા રોગને કાબૂમાં લેવાનો છે. લાઇબેરિયામાં જન્મેલા રાજ પંજાબી અને તેનો પરિવાર પાછલી સદીના નવમા દશકમાં ગૃહયુદ્ધ દરમ્યાન દેશ છોડીને અમેરિકાની શરણાગતિ સ્વીકારી હતી. તે સમયે રાજની ઉમર માત્ર સાત વર્ષની હતી.

પદના શપથ લીધા બાદ રાજે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે અમેરિકન રાષ્ટ્રપતિની મલેરિયાની પહેલનું નેતૃત્વ કરવા માટે સંયોજક તરીકે મારી પસંદગી કરવાં આવી છે. સેવાનો અવસર પ્રદાન કરવાં માટે હું ખૂબ ખૂબ આભારી છુ.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

 

 

રાજ પંજાબીએ કહ્યુ હતું કે આ અભિયાન વ્યક્તિગત રીતે મારા માટે અત્યંત મહત્વનું છે કારણ કે ભારતમાં રહેતા હતા ત્યારે મારા દાદા-દાદી તેમજ મોટા-પિતા પણ મલેરિયાનો શિકાર થયા હતા અને લાઇબેરિયામાં રહેતા હતા ત્યારે હું પોતે પણ એક વાર આ બીમારીનો શિકાર થઈ ચૂક્યો છું. આફ્રિકામાં એક ડૉક્ટર તરીકે સેવા આપતો હતો ત્યારે ઘણી જિંદગીઓને આ બીમારીમાં હોમાતી જોઈ છે.

પ્રેસિડેન્ટ મલેરિયા ઈનીસિએટિવ (PMI)ની શરૂઆત 2005 માં થઈ હતી. વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO)ના મહાનિર્દેશક Tedros Adhanom Ghebreyesusએ પણ ટ્વિટ કરીને રાજ પંજાબીને અભિનંદન પાઠવ્યા હતા. અને કહ્યું હતું કે સાથે મળીને આ રોગનો ખાતમો બોલાવીશું.

 

Published On - 4:29 pm, Tue, 2 February 21

Next Article