USA : આકાશમાં જ સળગી ઉઠ્યું બોઇંગ 777-200નું એન્જિન, 200 યાત્રીઓનો આબાદ બચાવ, જુઓ વિડીયો

|

Feb 21, 2021 | 4:36 PM

USA : 200 થી વધુ મુસાફરો સાથે બોઇંગ 777 વિમાન ડેનવર એરપોર્ટથી ઉડાન ભરી હોનોલુલુ જઈ રહ્યું હતું.

USA : આકાશમાં જ સળગી ઉઠ્યું બોઇંગ 777-200નું એન્જિન, 200 યાત્રીઓનો આબાદ બચાવ, જુઓ વિડીયો
File Photo

Follow us on

USA : યુનાઇટેડ સ્ટેટ્સના ડેનવર એરપોર્ટથી ઉડતી વખતે યુનાઇટેડ એરલાઇન્સનું વિમાન બોઇંગ 777-200 નું એન્જિન આકાશમાં જ ફેલ થયું. જે બાદ વિમાનનું એન્જિન ધુમાડાથી સળગવા લાગ્યું. વિમાનની એન્જીન સળગતા જ વિમાનમાં સવાર 200 જેટલા યાત્રીઓ અને 14 જેટલા ક્રુમેમ્બર્સના જીવ તાળવે ચોટી ગયા હતા. જો કે 20 મિનિટ પછી વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર 200 થી વધુ મુસાફરો સાથે બોઇંગ 777 વિમાન ડેનવર એરપોર્ટથી ઉડાન ભરી હોનોલુલુ જઈ રહ્યું હતું, આ દરમિયાન 1000 ફૂટની ઉંચાઈ પર પહોચતા જ વિમાનનું જમણું એન્જીન ફેલ થયું અને એકાએક સળગી ઉઠ્યું હતું. આ સળગતા એન્જિનના ટુકડાઓ પણ ઘરોની છત પર પડવા લાગ્યા હતા. 20 મિનીટ બાદ વિમાનનું ઈમરજન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું અને વિમાનમાં બેસેલા 200 જેટલા યાત્રીઓ અને 14 જેટલા ક્રુમેમ્બર્સનો આબાદ બચાવ થયો હતો. વિમાનમાં બેસેલા એક યાત્રીએ સળગતા એન્જીનનો વિડીયો ઉતાર્યો હતો, જુઓ શ્વાસ થંભાવી દેનારી આ ઘટનાનો વિડીયો

 

Published On - 4:32 pm, Sun, 21 February 21

Next Video