US Navyએ ગાયું બોલિવૂડનું આ સુંદર ગીત, ટ્વીટર પર લોકો ખૂબ કરી રહ્યા છે પસંદ

|

Mar 29, 2021 | 6:20 PM

ભારતની પ્રખ્યાત ફિલ્મ સ્વદેશ કે જેમાં શાહરૂખ ખાને મુખ્ય ભૂમિકા નિભાવી છે તેનું એક સુંદર ગીત US NAVYએ ગાયું છે. યે જો દેશ હૈ મેરા.. ગીત અમેરિકા નેવીના થોડા લોકોએ મસ્ત અંદાઝમાં ગયું છે,

US Navyએ ગાયું બોલિવૂડનું આ સુંદર ગીત, ટ્વીટર પર લોકો ખૂબ કરી રહ્યા છે પસંદ
US Navy memebers sing bollywood song

Follow us on

ભારતની પ્રખ્યાત ફિલ્મ સ્વદેશ કે જેમાં શાહરૂખ ખાને મુખ્ય ભૂમિકા નિભાવી છે તેનું એક સુંદર ગીત US NAVYએ ગાયું છે. યે જો દેશ હૈ મેરા.. ગીત અમેરિકા નેવીના થોડા લોકોએ મસ્ત અંદાઝમાં ગયું છે, જે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે. 27 માર્ચની રાત્રે એક ડિનર પાર્ટી દરમ્યાન US Navyના અમુક સભ્યોએ સ્વદેશ ફિલનું એક ગીત ગાયુ. જણાવી દઈએ કે આય ડિનરમાં યુએસના ચીફ નવેલ ઓપરેશન (CNO) માઈકલ એમ ગિલ્ડે અને ભારતના રાજદૂત તરંજીત સિંહ પણ હાજર હતા.

 

 

સિંધુએ સ્વદેશ ફિલનું આ ગીત યે જો દેશ હૈ મેરા.. અધિકારીઓનો એક વીડિયો શેર કર્યો અને લખ્યું કે આ દોસ્તીનું બંધન છે, જેને ક્યારેય નહીં તોડી શકાય. મૂળ રૂપે આ ગીત 2004ની ફિલ્મ સ્વદેશ માટે એ.આર.રહેમાન દ્વારા કમ્પોઝ કરવામાં અને ગાવામાં આવ્યું હતું.

 

 

વીડિયોમાં ગીત ગાતા જોવા મળતા નેવીના સભ્યો તેના યુનિફોર્મમાં જોવા મળી રહ્યા છે. દોઢ મિનિટના આ વીડિયોમાં ટ્વીટર પર 2 લાખથી પણ વધારે લોકો જોઈ ચૂક્યા છે અને 15 હજાર લોકોથી પણ વધારે લોકોએ પસંદ કર્યો છે. આ સિવાય આ ડિનર પાર્ટીમાં ભારત અમેરિકા વચ્ચે સંરક્ષણ ભાગીદારી મજબૂત કરવા પણ ચર્ચાઓ થઈ હતી અને તે પછીની ટ્વીટમાં સિંધુએ લખ્યું કે “અદભૂત સાંજ” સાથે સાથે તેને CNOનો આભાર પણ માન્યો અને કહ્યું કે ભારત-અમેરિકાના સબંધ વધુ ગાઢ બનાવવા અને સાથે મળીને કામ કરવા હમેશા તત્પર છીએ.

 

આ પણ વાંચો: Weight loss Tips: જો તમારી પેટની ચરબી પણ વધી ગઈ છે તો મેથીના દાણા છે રામબાણ ઈલાજ

Next Video