અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં પેરુવિયન એમ્બેસીની (Peru Embassy Firing) અંદર ગોળીબાર થયો છે. ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, સીક્રેટ સર્વિસના (Secret Service) અધિકારીઓએ દૂતાવાસ સાથે જોડાયેલા આવાસમાં ઘૂસણખોરી કરનાર વ્યક્તિને ગોળી મારી દીધી છે. આ ઘટના બુધવારે સવારે 8 વાગ્યા પછી ઉત્તર પશ્ચિમમાં ગેરિસન સેન્ટના 3000 બ્લોકમાં બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે લાંબા સમય સુધી ગોળીબારનો અવાજ સંભળાતો હતો. સિક્રેટ સર્વિસે કહ્યું કે અધિકારીઓએ એમ્બેસીમાં ઘૂસણખોરી કરનાર વ્યક્તિને ગોળી મારી દીધી, ત્યારપછી તેની બાજુથી પણ ગોળીબાર થયો.
ઘૂસણખોરની સ્થિતિ વિશે હજુ સુધી કોઈ માહિતી નથી. પોલીસે એ વાતની પુષ્ટિ કરી છે કે દૂતાવાસ સાથે સબંધિત નિવાસસ્થા ઉપર ગોળીબાર થયો છે. સિક્રેટ સર્વિસે કહ્યું કે આ ઘટનામાં સામેલ એજન્ટો ઘાયલ થયા છે. હાલમાં ડીસી મેટ્રોપોલિટન પોલીસ વિભાગની સિક્રેટ સર્વિસ દ્વારા આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. અન્ય અધિકારીઓ પણ તપાસમાં ભાગ લઈ રહ્યા છે. ઘટના સ્થળે અનેક ઈમરજન્સી વાહનો જોવા મળ્યા હતા. આ સાથે અનેક વાહનોની પણ ત્યાં અવર જવર ચાલું છે.
પેરુની એમ્બેસી ફોરેસ્ટ હિલ્સ નજીક રહેણાંક વિસ્તારમાં સ્થિત છે. જ્યાં બીજા ઘણા મોટા મકાનો છે. પોલીસે પુષ્ટિ કરી છે કે એક વ્યક્તિને ગોળી વાગી છે અને તેની સારવાર ચાલી રહી છે. આ સાથે, બે સિક્રેટ સર્વિસ એજન્ટ ઘાયલ થયા છે, તેઓને કેવી રીતે ઈજા થઈ તે જાણી શકાયું નથી. પોલીસે કહ્યું કે મીડિયા બ્રીફિંગમાં વધુ માહિતી આપવામાં આવશે. આ ઘટના દરમિયાન કેટલા રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું તે પણ હજી સ્પષ્ટ નથી. પોલીસે વધુ માહિતી આપી ન હતી.
અગાઉ શનિવારે, સાઉથ કેરોલિનાની રાજધાની કોલંબિયાના એક વ્યસ્ત શોપિંગ મોલમાં ગોળીબારના સંબંધમાં પોલીસે 22 વર્ષીય શંકાસ્પદની ધરપકડ કરી હતી. આ હુમલામાં 14 લોકો ઘાયલ થયા છે. કોલંબિયાના પોલીસ વડા ડબ્લ્યુએચ સ્કિપ હોલબ્રુકે જણાવ્યું હતું કે શરૂઆતમાં અટકાયત કરાયેલ ત્રણ શંકાસ્પદોમાંથી એક હજુ પણ કસ્ટડીમાં છે અને તેના પર ગેરકાયદેસર પિસ્તોલ રાખવાનો આરોપ લાગી શકે છે. હોલબ્રુકે શનિવારે રાત્રે એક પ્રેસ રિલીઝ જારી કરીને જણાવ્યું હતું કે 15 થી 73 વર્ષની વયના 14 લોકો ઘાયલ થયા છે. જેમાંથી નવ લોકોને ગોળી વાગી હતી, જ્યારે અન્ય પાંચ લોકો મોલમાંથી ભાગવાનો પ્રયાસ કરતા ઘાયલ થયા હતા.
આ પણ વાંચો : Russia Ukraine War: એક ફોને દુશ્મનની ગોળીથી બચાવ્યો સૈનિકનો જીવ, જુઓ વીડિયો