Breaking News : બાંગ્લાદેશમાં ભગવાન રામ, કૃષ્ણ અને શિવજીની મુર્તિ નિર્માણ રોકવા પર વિવાદ, રસ્તા પર ઉતરી આવ્યા હિન્દુઓ

પ્રતિમાનું નિર્માણ અટકાવ્યા પછી, ઢાકામાં હજારો હિન્દુઓએ શુક્રવારે મશાલ શોભાયાત્રા કાઢી અને "જય શ્રી રામ" ના નારા લગાવ્યા. વિરોધીઓ જવાબદારોની ધરપકડ અને સજાની માંગ કરી રહ્યા છે.

Breaking News : બાંગ્લાદેશમાં ભગવાન રામ, કૃષ્ણ અને શિવજીની મુર્તિ નિર્માણ રોકવા પર વિવાદ, રસ્તા પર ઉતરી આવ્યા હિન્દુઓ
Bangladesh
| Updated on: Jun 22, 2026 | 4:35 PM

બાંગ્લાદેશમાં ભારે વિરોધ પ્રદર્શનો જોવા મળી રહ્યા છે. રંગપુરમાં, ભગવાન રામની સૌથી ઊંચી પ્રતિમાના નિર્માણનો વિરોધ કરતા કટ્ટરપંથી ઇસ્લામિકોએ દેવતાની છબીનું અપમાન કર્યું. આ પછી, ઢાકામાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા. પ્રતિમાનું નિર્માણ અટકાવ્યા પછી, ઢાકામાં હજારો હિન્દુઓએ શુક્રવારે મશાલ શોભાયાત્રા કાઢી અને “જય શ્રી રામ” ના નારા લગાવ્યા. વિરોધીઓ જવાબદારોની ધરપકડ અને સજાની માંગ કરી રહ્યા છે.

ભગવાન રામની પ્રતિમાનું નિર્માણ અટકાવતા મામલો ગરમાયો

ગાયબંધા જિલ્લાના પલાશબારીમાં ભગવાન રામની 81 ફૂટ ઊંચી પ્રતિમાનું નિર્માણ બાંગ્લાદેશી મુસલમાનોએ અટકાવી દીધુ હતુ. જે બાદ બાંગ્લાદેશમાં તણાવ સર્જાયો હતો. આ પ્રોજેક્ટનું નેતૃત્વ કરી રહેલી ‘શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર સમિતિ’નો દાવો છે કે અધિકારીઓને ઇસ્લામિક સંગઠન તરફથી ધમકીઓ મળી હતી. આ ઘટનાએ મુસ્લિમ બહુમતી ધરાવતા બાંગ્લાદેશમાં લઘુમતી અધિકારો અંગે ચિંતા ફરી વધારી છે.

અત્યાર સુધી કોઈ પોલીસ કાર્યવાહી નથી થઈ

આ દરમિયાન, કેસ નોંધાયા છતાં કોઈ ધરપકડ કરવામાં આવી નથી. શુક્રવારે, વિવિધ હિન્દુ સંગઠનો અને વિદ્યાર્થીઓ મુખ્ય શાહબાગ ચોકડી પર ભેગા થયા અને નેશનલ પ્રેસ ક્લબ તરફ કૂચ કરી. આ વિરોધ પ્રદર્શનનું આમંત્રણ ‘હિન્દુ મહાજોત’ દ્વારા આપવામાં આવ્યું હતું. સંગઠને નેશનલ પ્રેસ ક્લબની સામે માનવ સાંકળ બનાવી, જ્યારે બીજા એક જૂથે ઢાકા રિપોર્ટર્સ યુનિટી બિલ્ડિંગ પાસે વિરોધ પ્રદર્શન કર્યું.

અહેવાલ મુજબ, પોલીસે હિન્દુઓને વિરોધ કરતા અટકાવવાનો પ્રયાસ કર્યા પછી થોડી ઝપાઝપી થઈ. ગાયબંધામાં એક વિરોધ પ્રદર્શન દરમિયાન, એક ઇસ્લામિક ટોળાએ ભગવાન રામના ફોટોગ્રાફ પર જૂતા મૂકીને તેનું અપમાન કર્યું હતું. વિરોધીઓએ અધિકારીઓ પર નિષ્ક્રિયતાનો આરોપ લગાવ્યો છે અને 72 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે.

હિન્દુ સમુદાયે ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય તો વધુ રેલીઓ અને વિરોધ પ્રદર્શનો કરવામાં આવશે. વધુમાં, શનિવારે ધાર્મિક બાબતોના મંત્રાલયને એક મેમોરેન્ડમ સુપરત કરવામાં આવશે. દરમિયાન, એક હિન્દુ સંગઠને જણાવ્યું છે કે જો ભગવાન રામની પ્રતિમાનું બાંધકામ ફરી શરૂ કરવાની પરવાનગી આપવામાં નહીં આવે, તો તેઓ બાંગ્લાદેશના તમામ 64 જિલ્લાઓમાં એક પછી એક રામ મંદિરો બનાવશે.

પ્રતિમાનું 80% બાંધકામ પૂર્ણ

ભગવાન રામની પ્રતિમા પલાશબારીમાં એક મંદિર સંકુલના ભાગ રૂપે બનાવવામાં આવી રહી હતી, જેનું લગભગ 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આ પ્રોજેક્ટની કિંમત 22 કરોડ બાંગ્લાદેશી ટાકા છે અને તેમાં ભગવાન કૃષ્ણ અને ભગવાન શિવની 50 ફૂટ ઊંચી મૂર્તિઓ પણ સામેલ છે. શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર સમિતિના પ્રમુખ હરિદાસ ચંદ્ર દાસે જણાવ્યું હતું કે પ્રોજેક્ટ સાથે સંકળાયેલા વ્યક્તિઓને એક ઇસ્લામિક જૂથ તરફથી ધમકીઓ મળ્યા બાદ કામ બંધ કરવામાં આવ્યું હતું; એક કટ્ટરપંથી ઇસ્લામિક સમર્થકે પ્રતિમા તોડી પાડવાની ધમકી પણ આપી હતી. બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ, રહેમાન સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં દરેકને પોતાનો ધર્મ પાળવાનો અધિકાર છે. જો કે, જાન્યુઆરીથી માર્ચ દરમિયાન અત્યાર સુધીમાં 133 ઘટનાઓ નોંધાઈ છે.

War Breaking News: હોર્મુઝ તણાવ ફરી વધતા ક્રૂડ ઓઇલમાં ઉછાળો, શું મોંઘું થશે પેટ્રોલ-ડીઝલ?, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us