એવું તો શું થયું કે બ્રિટનની મહારાણી એલિઝાબેથ સહિત આખા શાહી પરિવારને લંડનથી બહાર ખસેડવાની થઈ રહી છે તૈયારી ?

|

Feb 03, 2019 | 6:33 AM

બ્રેગ્ઝિટ (BREXIT)ના કારણે બ્રિટનમાં ઘમસાણ ચાલી રહ્યું છે અને એવામાં શાહી પરિવારને લઈને ચિંતા ઊભી થઈ ગઈ છે. બ્રિટિશ અધિકારીઓએ બ્રિટનમાં પરિસ્થિતિઓ બગડવાની સ્થિતિમાં શાહી પરિવાર માટે એસ્કેપ પ્લાન તૈયાર કર્યો છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 27-04-2024 IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો લસણ ભલે ઔષધિ […]

એવું તો શું થયું કે બ્રિટનની મહારાણી એલિઝાબેથ સહિત આખા શાહી પરિવારને લંડનથી બહાર ખસેડવાની થઈ રહી છે તૈયારી ?

Follow us on

બ્રેગ્ઝિટ (BREXIT)ના કારણે બ્રિટનમાં ઘમસાણ ચાલી રહ્યું છે અને એવામાં શાહી પરિવારને લઈને ચિંતા ઊભી થઈ ગઈ છે.

બ્રિટિશ અધિકારીઓએ બ્રિટનમાં પરિસ્થિતિઓ બગડવાની સ્થિતિમાં શાહી પરિવાર માટે એસ્કેપ પ્લાન તૈયાર કર્યો છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

નોંધનીય છે કે બ્રિટન આવતા મહિને યૂરોપિયન યૂનિયન (EU)થી અળગુ થવાનું છે. એવામાં અટકળો લગાવાઈ રહી છે કે બ્રેગ્ઝિટના પગલે લંડનમાં હિંસા ભડકી શકે છે.

એક સ્થાનિક અંગ્રેજી છાપાએ વહિવટી મુદ્દાઓને સંભાળતા એક પ્રધાનના હવાલાથી કહ્યું કે શાહી પરિવારને સલામત સ્થળે મોકલવાનો નિર્ણય નો-ડીલ બ્રેગ્ઝિટ (No-Deal Brexit)ના કારણે તંગદિલી ભરી સ્થિતિને જોતા લેવામાં આવ્યો છે.

એક અન્ય અંગ્રેજી દૈનિકે પણ રવિવારે કહ્યું કે રૉયલ ફૅમિલી અને રાણી એલિઝાબેથને લંડનથી બહાર કોઇક સલામત સ્થળે મોકલવાની તૈયારી ચાલી હી છે.

નોંધનીય છે કે ઈયૂમાંથી બ્રિટનના અલગ થવાની પ્રક્રિયા બ્રેગ્ઝિટ કરારને લઈને અસમંજસની પરિસ્થિતિ બનેલી છે. અલગ થવાની તારીખ નજીક આવી રહી છે અને બ્રેગ્ઝિટ કરાર પર બ્રિટિશ વડાપ્રધાન થેરેસા મે સરકાર તેમજ વિપક્ષી દળો વચ્ચે કોઈ સંમતિ સધાતી નજરે નથી પડતી.

આ જ કારણસર સરકારે ગુરુવારે સાંસદોની ફેબ્રુઆરીની રજાઓ રદ કરવાની જાહેરાત કરી. ગયા મહિને 92 વર્ષીય રાણી એલિઝાબેથે પોતાના વાર્ષિક ભાષણમાં રાજનેતાઓને આ ડીલને લઈને કોઇક સમજૂતી પર પહોંચવા માટે કહ્યુ હતું.

કંઝરવેટિવ લૉમેકર તથા બ્રેગ્ઝિટ સમર્થક જૅક રીમસ-મોગે રવિવારે કહ્યું, ‘તેમનું માનવું છે કે નો-ડીલ બ્રેગ્ઝિટને લઈને અધિકારીઓ અકારણે ચિંતા કરી રહ્યા છે.’ આ અગાઉ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન શાહી પરિવાર લંડનમાં જ હતો.

શાહી પરિવારના સુરક્ષા પ્રભારી દાઈ ડેવિસે જણાવ્યું કે જો હિંસા ભડકશે, તો રાણી એલિઝાબેથ અને શાહી પરિવારને લંડનથી બહાર સલામત સ્થળે મોકલી દેવામાં આવશે.

[yop_poll id=1021]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article