Russia Ukraine War: યુક્રેન હવે યુરોપીયન યુનિયનનો ભાગ બનશે ! ઝેલેન્સકીએ યુદ્ધ વચ્ચે કહી આ મોટી વાત

|

Feb 03, 2023 | 3:41 PM

રશિયાના હુમલા વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ યુક્રેનને યુરોપિયન યુનિયનમાં સામેલ કરવાની અરજી પર હસ્તાક્ષર કર્યા બાદ રશિયાનો પારો સાતમા આસમાને છે.

Russia Ukraine War: યુક્રેન હવે યુરોપીયન યુનિયનનો ભાગ બનશે ! ઝેલેન્સકીએ યુદ્ધ વચ્ચે કહી આ મોટી વાત
Zelensky

Follow us on

યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીના વલણથી એવું લાગતું નથી કે યુક્રેન યુદ્ધમાં યુક્રેન રશિયા સામે પીછેહઠ કરશે. રશિયા યુક્રેન પર સતત હુમલો કરી રહ્યું છે. જ્યારે યુક્રેન પણ જવાબી કાર્યવાહી કરવામાં પાછળ નથી.રશિયાના હુમલા વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ યુક્રેનને યુરોપિયન યુનિયનમાં સામેલ કરવાની અરજી પર હસ્તાક્ષર કર્યા બાદ રશિયાનો પારો સાતમા આસમાને છે. જે વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિએ મોટી વાત કહી છે.

યુરોપીય સંઘ યુક્રેનના સમર્થનમાં

રુસ અને યુક્રેન વચ્ચે છેલ્લા એક વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે યુક્રેન પર હુમલા બાદ યુરોપિયન સંઘે રશિયા પર નારાજગી જતાવી હતી. ત્યારે આજે પણ યુરોપીય સંઘ યુક્રેનના સમર્થનમાં ઉભુ છે. તે વચ્ચે હવે યુક્રેનના રાષ્ટ્રપતિનું મોટું બયાન સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું છે અમારો દેશ યુરોપિય સંઘમાં સામેલ થવા માટે હકદાર છે અમારી સરકાર બધા જ પગલા લેવા તૈયાર છે જે તે સંઘમાં સામેલ થવા માટે જરુરી હશે. અમે મામલામાં યુરોપિયન સંઘના વડા સાથે પણ ચર્ચા કરી છે. ત્યારે આશા છે કે તેનો જલ્દી પરિણામ આવશે.

આ પહેલા યુરોપીયન સંઘે એલાન કર્યુ હતુ કે તે યુક્રેનને યુદ્ધ માટે શસ્ત્ર સપ્લાય કરશે. જેને લઈને તેમણે કહ્યું હતુ કે તે જલ્દી યુક્રેને હથિયાર સપ્લાય પણ કરશે. ત્યારે યુરોપીયન સંઘના વડાએ કહ્યું છે કે આ ઈતિહાસ બદલવાનો સમય છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

યુક્રેન પર હુમોલ

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. ત્યારે અગાઉ જ રશિયાએ બુધવારની મોડી રાત્રે યુક્રેનના પૂર્વી શહેર ક્રમાટોર્સ્કમાં એક એપાર્ટમેન્ટને રોકેટ વડે નિશાન બનાવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ હુમલામાં બે લોકોના મોત થયા હતા. જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત બાદ ત્યાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. આ પહેલા રશિયાના હુમલામાં ઈસ્ટર્ન યુક્રેન વિસ્તારમાં 44 લોકોના મોત થયા હતા.

પ્રાદેશિક ગવર્નર પાવલો કિરીલેન્કોના જણાવ્યા અનુસાર બુધવારે મોડી રાત્રે યુક્રેનના પૂર્વીય શહેર ક્રેમેટોર્સ્કમાં રશિયન રોકેટે એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગને નષ્ટ કરી દીધું હતું. તેમણે જણાવ્યું કે આ હુમલામાં બે લોકોના મોત થયા છે. આટલું જ નહીં, ઈમારતના કાટમાળ નીચે અનેક લોકો દટાઈ જવાની આશંકા છે. તક પક

યુક્રેન એક ગામ કબજે કર્યાનો દાવો

તમને જણાવી દઈએ કે રશિયન સેનાએ પણ મંગળવારે દાવો કર્યો હતો કે તેણે ડોનેત્સ્ક પ્રાંતના મહત્વના બ્લાહોદત્ને ગામને કબજે કરી લીધું છે. આ દરમિયાન, યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રી કુલેબાએ કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં પ્રથમ બેચમાં નાટો સંગઠનના 12 સહયોગી દેશોમાંથી 120 થી 140 ટેન્ક મેળવશે, ત્યારબાદ તેઓ રશિયા પર દબાણ બનાવી શકશે.

Published On - 3:40 pm, Fri, 3 February 23

Next Article