રશિયાની (Russia) સેનાએ રવિવારે યુક્રેનના પશ્ચિમી શહેર લ્વિવની નજીક આવેલા યોવોરિવમાં એક ટ્રેનિંગ ગ્રાઉન્ડ પર હવાઈ હુમલાને વધુ તીવ્ર બનાવ્યા છે. આ સ્થળ પોલેન્ડની (Poland) સરહદ પાસે આવેલું છે. લ્વિવ પ્રાદેશિક વહીવટના વડા, મેક્સિમ કોઝિત્સ્કીએ તેમના વેરિફાઈડ ફેસબુક પેજ પર જણાવ્યું હતું કે રશિયાએ “ઈન્ટરનેશનલ સેન્ટર ફોર પીસકીપિંગ એન્ડ સિક્યુરિટી પર હવાઈ હુમલો કર્યો” (Air Strikes) લ્વિવથી લગભગ 40 કિલોમીટર (25 માઈલ) ઉત્તર પશ્ચિમમાં આ અંતરે આવેલું છે. તેમણે જણાવ્યું કે અહીં આઠ મિસાઈલ છોડવામાં આવી છે.
યોવોરેવમાં નાટો-યુએસ-યુક્રેન સંયુક્ત તાલીમ કેન્દ્ર પર હુમલો પશ્ચિમ અને નાટો વિરુદ્ધ રશિયાનો સીધો સંદેશ હોવાનું માનવામાં આવે છે. લ્વિવના પશ્ચિમ શહેરની નજીક આવેલા યવોરીવ બેઝને ‘પીસકીપર સેન્ટર’ કહેવામાં આવે છે. તેનો ઉપયોગ વિદેશી ટ્રેનર્સ દ્વારા મુખ્યત્વે યુએસ ફ્લોરિડા નેશનલ ગાર્ડ યુક્રેનની સૈન્યને તાલીમ આપવા માટે કરવામાં આવે છે. નાટો દેશના સભ્યો અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં વપરાતા ઘાતક શસ્ત્રોના પરિવહન માટે સૌથી સલામત હબ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કારણ કે રશિયાએ મોટાભાગના યુક્રેનિયન એરબેઝ પર બોમ્બમારો કર્યો છે.
એવા અહેવાલો પણ આવ્યા છે કે રશિયાએ યુક્રેનિયન શહેરો પર બોમ્બમારાને વધુ તીવ્ર બનાવ્યું છે અને રાજધાની કિવની બહારના વિસ્તારો પર તોપમારો વધુ તીવ્ર બનાવ્યો છે અને દેશના દક્ષિણમાં મેરીયુપોલ પર તેની પકડ મજબૂત કરી છે. રશિયન આક્રમણથી મેરિયુપોલ સૌથી વધુ પ્રભાવિત થયું છે. સતત ગોળીબારથી 430,000 આબાદી વાળા શહેરમાં ખોરાક, પાણી અને દવા લાવવાના અને ફસાયેલા નાગરિકોને બચાવવાના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે.
મેયરના કાર્યાલયના જણાવ્યા મુજબ, મેરીયુપોલમાં 1,500થી વધુ લોકો માર્યા ગયા છે અને મૃતદેહોને સામૂહિક કબરોમાં દફનાવવાના પ્રયાસો પણ તોપમારો દ્વારા અવરોધિત થઈ રહ્યા છે. શનિવારના રોજ ફરી યુદ્ધવિરામ વાટાઘાટો નિષ્ફળ ગયા. એક વરિષ્ઠ રશિયન રાજદ્વારીએ ચેતવણી આપી કે જ્યારે યુ.એસ. યુક્રેનને 200 મિલિયન ડોલરના શસ્ત્રો પુનઃ પ્રદાન કરવાની યોજના જાહેર કરે છે. ત્યારે મોસ્કો પણ લશ્કરી સાધનોના વિદેશી માલસામાન પર હુમલો કરી શકે છે.
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી યુદ્ધ ચાલી રહ્યુ છે. પુતિનના આ મનસ્વી વલણને પગલે પશ્ચિમી દેશોએ ઘણા આર્થિક પ્રતિબંધો પણ લગાવ્યા છે. ત્યારે પુતિને લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધોનો સામનો કરવા માટે નવી વ્યૂહરચના ઘડી છે.
રશિયન રોઝિન્સકાયા ગેઝેટના અહેવાલ અનુસાર રશિયાએ દેશમાં ઈન્ટેલેકચુઅલ પ્રોપ્રટી અઘિકારો સાથે જોડાયેલા નિયમોને હળવા કર્યા છે. અહેવાલોનું માનીએ તો રશિયા હવે પશ્ચિમી પેટન્ટ ધારકોની પરવાનગી વિના તેમની નકલ કરી શકે છે. જેથી હવે લોકો કોઈપણ દેશની ઈન્ટેલેકચુઅલ પ્રોપટીનો ઉપયોગ અધિકારો વિના પણ કરી શકશે. આ સાથે હવે અન્ય દેશોની ફિલ્મો,ગેમ્સ,ટીવી શો અને સોફ્ટવેર માટે સંબંધિત કંપની અથવા સંસ્થાને ચૂકવણી કરવાની કોઈ જરૂર રહેશે નહીં.
આ પણ વાંચો: CMAT Entrance Exam Date 2022: CMAT એન્ટ્રન્સ એક્ઝામ 9 એપ્રિલે યોજાશે, જાણો ક્યારે જાહેર થશે એડમિટ કાર્ડ