Congressman Secret Visit to Kabul: યુએસ કોંગ્રેસના બે સાંસદો કોઈ પણ માહિતી આપ્યા વગર અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પર પહોંચ્યા. આમાંના એક સાંસદે ત્યાંની સ્થિતિ જણાવતા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેમણે કહ્યું કે, અમેરિકન રાજદ્વારીઓ અને સૈનિકો રડી રહ્યા છે. ડેમોક્રેટિક પાર્ટીના સાંસદ શેથ મૌલ્ટોને કહ્યું કે, એરપોર્ટની અંદર પરિસ્થિતિ ખૂબ જ દુ:ખદ છે. જ્યારે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ અને યુએસ લશ્કરી કર્મચારીઓને આ ગુપ્ત મુલાકાતની જાણ થઈ, ત્યારે તેઓએ તરત જ સુરક્ષા અને માહિતી પૂરી પાડવા માટે સંસાધનો જમાવવા પડ્યા હતા.
મૌલ્ટન અગાઉ પણ ચાર વખત ઈરાકની મુલાકાત લઈ ચૂક્યા છે. આ સિવાય તેમણે અફઘાન લોકો માટે વધુ વિઝા આપવાની હિમાયત કરી છે. ન્યૂયોર્ક મેગેઝિન સાથે વાત કરતા તેમણે કહ્યું કે, ‘મેં આટલા બધા લોકોને રડતા ક્યારેય જોયા નથી. સ્ટેટ ડિપાર્ટમેન્ટના અનુભવી લોકોને પણ આંસુ વહાવતા હતા (Hamid Karzai International Airport). તેઓ તેમના કામ વિશે વાત કરતા હતા અને મને ગળે લગાવી રહ્યા હતા. જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે મારો આભાર માનતા હતા.
તેમણે કહ્યું કે, લોકો 120 ડિગ્રીની ગરમીમાં પ્લેનની પાંખો નીચે આશ્રય લઈ રહ્યા હતા, જે સુરક્ષિત નથી. તેઓ હેંગરની જેમ લટકતા હતા (Current Situation of Kabul Airport). અમે ગ્રાઉન્ડ લેવલ પર સમજી શકીએ છીએ કે, અમે આ સમસ્યાનો ક્યારેય અંત લાવી શકતા નથી, પછી ભલે ડેડલાઇન 11 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવે. સાંસદોની મુલાકાત બાદ પરિસ્થિતિ વધુ વણસી હતી અને ગુરુવારે એરપોર્ટ પર ISIS-K એ આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમાં 169 અફઘાન અને 13 અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા.
શેઠ મૌલ્ટોને પણ પરિસ્થિતિને યોગ્ય રીતે ન સંભાળવા બદલ બાઈડન પ્રશાસની ટીકા કરી હતી. મૌલ્ટોને કહ્યું કે, ‘દરેક વ્યક્તિએ એક વાત સમજવી જોઈએ, ભલે તમે સૈન્ય પાછા ખેંચવાના બિડેન વહીવટીતંત્રના નિર્ણયને માનતા હોવ, પણ જે રીતે તેઓએ પરિસ્થિતિને સંભાળી છે તે ખૂબ જ ભયંકર છે.’ તેમણે કહ્યું કે, આપણે તાલિબાન સાથે કામ કરવું પડશે. સકારાત્મક સંબંધ જાળવવાની જરૂર છે, જેથી ત્યાં બાકી રહેલા હજારો લોકોને પાછા લાવી શકાય. પોતાની મુલાકાતનો બચાવ કરતા મૌલ્ટોને કહ્યું કે, અમારો ઉદ્દેશ સત્ય શોધવાનો અને કેટલાક લોકોનો જીવ બચાવવાનો હતો.
Published On - 6:54 pm, Sun, 29 August 21