યુરોપમાં (Europe) એકસાથે બે મહામારીએ ચિંતા વધારી છે અને તેને ‘ટ્રીડેમિક’ (Twindemic) કહેવામાં આવે છે. વાસ્તવમાં કોરોના વાઈરસના વધતા જતા કેસો વચ્ચે ઈન્ફલ્યુએન્ઝાએ (Influenza) યુરોપમાં ફરીથી દસ્તક આપી છે. આવી સ્થિતિને કારણે પહેલેથી જ દબાણ હેઠળ રહેલી આરોગ્ય તંત્ર પર વધુ દબાણ વધશે. ગયા શિયાળામાં એવું માનવામાં આવતું હતું કે કોરોનાને કારણે યુરોપમાં ફ્લૂ અસ્થાયી રૂપે સમાપ્ત થઈ ગયો હતો. ફલૂ એ એક રોગ છે, જેનાથી દર વર્ષે વિશ્વભરમાં 6,50,000 લોકોને મોત થાય છે.
યુરોપમાં ફ્લૂના વાયરસ અપેક્ષા કરતાં વધુ ઝડપથી ફેલાવાનું શરૂ કર્યું હતું. યુરોપિયન સેન્ટર ફોર ડિસીઝ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ (ECDC) દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર ડિસેમ્બરમાં ICUમાં ફ્લૂના કેસમાં વધારો થયો હતો. વર્ષના છેલ્લા અઠવાડિયામાં ઓછામાં ઓછા 43 લોકોને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઈસીડીસીના ઈન્ફલ્યુએન્ઝા પરના ટોચના નિષ્ણાત પાસી પેન્ટિનોને કહ્યું, “જો આપણે તમામ પગલાં લેવાનું શરૂ કરીએ તો હું ઈન્ફલ્યુએન્ઝા વિશે ખૂબ જ ચિંતિત છું, કારણ કે યુરોપીયન વસ્તીમાં તે ફેલાયો એને ઘણો સમય થઈ ગયો છે.” જેના કારણે હવે તે વધુ ઘાતક બનશે.
ફ્રાન્સના આરોગ્ય મંત્રાલય દ્વારા પ્રકાશિત કરાયેલા ડેટા અનુસાર પેરિસ સહિત ફ્રાન્સના ત્રણ પ્રદેશો ફ્લૂ રોગચાળાનો સામનો કરી રહ્યા છે. અધિકારીઓએ જાહેર કર્યું કે ફ્રાન્સે 6,00,000થી 6,50,000 ચિકન, બતક અને અન્ય મરઘીઓને મારી નાખ્યા છે.
આ તમામ ઘટના એવા સમયે સામે આવી છે, જ્યારે યુરોપ પહેલાથી જ કોરોના વાઈરસના ઘાતક ઓમિક્રોન પ્રકારનો સામનો કરી રહ્યું છે. તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ કહ્યું કે આગામી બે મહિનામાં યુરોપમાં અડધાથી વધુ લોકો કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટથી પ્રભાવિત થવાના છે.
WHOના સ્થાનિક ડિરેક્ટર હંસ ક્લુગે જણાવ્યું હતું કે, “જે રીતે કેસ વધી રહ્યા છે તે મુજબ ઈન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશન (IHME)નો અંદાજ છે કે આગામી છથી આઠ અઠવાડિયામાં 50 ટકાથી વધુ વસ્તી ઓમિક્રોનથી સંક્રમિત થશે.” ઘણા યુરોપિયન દેશોમાં હોસ્પિટલો અને આવશ્યક સેવાઓમાં સ્ટાફની અછત છે. અહીં ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે અને તેના કારણે આરોગ્ય કર્મચારીઓ પણ સંક્રમિત થઈ રહ્યા છે.
આ પણ વાંચો : મંગળ પર છે એલિયન્સ બેસ, નાસા નથી ઈચ્છતું કે મનુષ્યને તેની ખબર પડે, UFO નિષ્ણાતે કર્યો સનસનાટીભર્યો દાવો
આ પણ વાંચો : Earthquake In Afghanistan: 5.6ની તીવ્રતાના ભૂકંપથી ધ્રુજી ઉઠયું પશ્ચિમ અફઘાનિસ્તાન, અત્યાર સુધીમાં 26 લોકોના મોત