ટ્રંપે દલાઇ લામાના ઉત્તરાધિકારીની પસંદગી માટે ચીનનો હસ્તક્ષેપ રોકવાના બિલ પર કરી સહી

|

Dec 29, 2020 | 6:55 PM

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ દ્વારા એક એવા બિલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે કે જેમા તિબેટમાં અમેરિકી વાણિજ્ય દૂતાવાસ સ્થાપિત કરવા તેમજ એક આંતરાષ્ટ્રીય ગઠબંધન બનાવવાની વાત કરવામાં આવી છે . હવે પછીના દલાઇલામાની પસંદગી બૌધ્ધ સમુદાયના લોકો કરે  અને તેમાં ચીનનો કોઇ હસ્તક્ષેપ ન હોય. ‘તિબ્બતી નીતિ અને સમર્થન કાયદો 2020’ માં તિબેટ સંબંધી […]

ટ્રંપે દલાઇ લામાના ઉત્તરાધિકારીની પસંદગી માટે ચીનનો હસ્તક્ષેપ રોકવાના બિલ પર કરી સહી

Follow us on

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ દ્વારા એક એવા બિલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે કે જેમા તિબેટમાં અમેરિકી વાણિજ્ય દૂતાવાસ સ્થાપિત કરવા તેમજ એક આંતરાષ્ટ્રીય ગઠબંધન બનાવવાની વાત કરવામાં આવી છે . હવે પછીના દલાઇલામાની પસંદગી બૌધ્ધ સમુદાયના લોકો કરે  અને તેમાં ચીનનો કોઇ હસ્તક્ષેપ ન હોય. ‘તિબ્બતી નીતિ અને સમર્થન કાયદો 2020’ માં તિબેટ સંબંધી અલગ અલગ નિયમોમાં બદલાવ કરવામાં આવ્યા છે.
ચીનનો વિરોધ હોવા છતા અમેરિકી સિનેટે ગયા અઠવાડિયે સર્વસમ્મતિથી આ બિલને પાસ કર્યુ છે.    જેમા તિબેટના લોકોને તેમના આધ્યાતમિક નેતાના ઉત્તરાધિકારીની પસંદગી કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. બિલના અંતર્ગત તિબેટ સંબંધી મામલાઓ પર અમેરિકાના રાજનાયકની ભૂમિકામાં વધારો કરવામાં આવ્યો છે અને તેમને  અધિકાર આપવામાં આવ્યા છે કે તે આંતરાષ્ટ્રીય સ્તર પર સુનિશ્ચિત કરે કે આવનારા દલાઇ લામાની પસંદગી માત્ર બૌધ્ધ સમુદાયના લોકો કરે. અમેરિકામાં નવા ચીની વાણિજ્ય દૂતાવાસ પર ત્યાં સુધી મનાઇ છે જ્યાં સુધી તિબેટના લ્હાસામાં અમેરિકાના વાણિજ્ય દૂતાવાસની સ્થાપના ન થાય.
Next Article