Pakistanનાં રાજકારણી મુફ્તી અને તેના પુત્ર સહિત ત્રણની હત્યા, વિપક્ષે કરી PMનાં રાજીનામાની માગ

|

Mar 01, 2021 | 12:19 PM

Pakistanના એક પ્રમુખ મુફતી, તેમના 13 વર્ષના પુત્ર અને એક શિષ્યની અજાણ્યા શખ્સોએ ઇસ્લામાબાદ પાસે હત્યા કરી નાખી છે, મુફ્તી ફજલુર રહેમાનની 'જમિયત ઉલેમા એ ઇસ્લામ' નામની પાર્ટી સાથે સંબંધ ધરાવતા હતા.

Pakistanનાં રાજકારણી મુફ્તી અને તેના પુત્ર સહિત ત્રણની હત્યા, વિપક્ષે કરી PMનાં રાજીનામાની માગ

Follow us on

Pakistanના એક પ્રમુખ મુફતી, તેમના 13 વર્ષના પુત્ર અને એક શિષ્યની અજાણ્યા શખ્સોએ ઇસ્લામાબાદ પાસે હત્યા કરી નાખી છે, મુફ્તી ફજલુર રહેમાનની ‘જમિયત ઉલેમા એ ઇસ્લામ’ નામની પાર્ટી સાથે સંબંધ ધરાવતા હતા. પોલીસના જણાવ્યા મુજબ આ ઘટના શનિવારે મોડી રાત્રે કાહુ ક્ષેત્રમાં બની છે. જ્યારે મુફ્તી પોતાની કારમાં ત્યાથી પસાર થઇ રહ્યા હતા ત્યારે અજાણ્યા લોકોએ તેમના પર ગોળીઓ ચલાવી જેમાં મુફ્તી, તેમના 13 વર્ષના પુત્ર અને એક શિષ્યનુ મોત થયુ છે.

પોલીસે જણાવ્યા મુજબ હુમલો કરનાર ત્રણ લોકો હતા અને મરનારના શરીરમાં ઘણી બધી ગોળીઓ મારવામાં આવી હતી. આ હુમલાની જવાબદારી કોઇ આતંકી સંગઠને લીધી નથી. મુફ્તી રાજકારણમાં સક્રિય હતા અને વિપક્ષી સંગઠન ‘પાકિસ્તાની ડેમોક્રેટિક મુવમેન્ટ’ના નેતા ફજલુર રહેમાનની પાર્ટી સાથે કામ કરતા હતા. વિપક્ષી પાર્ટીઓએ રાજધાનીમાં થયેલી આ ઘટનાને લઇને પ્રધાનમંત્રી પાસે રાજીનામાની માંગ કરી છે, ફજલુર રહેમાને દોષિતોની જલ્દીથી ધરપકડ કરવા માગ કરી છે. આ ઘટનાના વિરોધમાં પ્રદર્શનકારીઓએ કેટલીક જગ્યાઓએ ચક્કાજામ કર્યુ છે. પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી હિંસક ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે.

Next Article