રાહુલ ગાંધીના પક્ષમાં ઉભા થયા વિદેશી સાંસદ, કહ્યું- PM મોદી નિર્ણય બદલી શકે છે

|

Mar 25, 2023 | 12:06 PM

અમેરિકન સાંસદ રો ખન્નાએ ટ્વીટ કર્યું કે રાહુલ ગાંધીની સંસદમાંથી હકાલપટ્ટી ગાંધી અને ભારતના મૂલ્યો પર પ્રહાર છે. આ એ ભારત નથી જેના માટે મારા દાદાએ બલિદાન આપ્યું હતું.

રાહુલ ગાંધીના પક્ષમાં ઉભા થયા વિદેશી સાંસદ, કહ્યું- PM મોદી નિર્ણય બદલી શકે છે
This US MP stood in favor of Rahul Gandhi

Follow us on

ભારતની સંસદમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સદસ્યતા સમાપ્ત થયાની પડઘો અમેરિકામાં પણ સંભળાઈ રહી છે. અમેરિકામાં ભારતીય મૂળના સાંસદ રો ખન્નાએ શુક્રવારે રાહુલ ગાંધીને અયોગ્ય ઠેરવવા પર મોટું નિવેદન આપતા કહ્યું છે કે આ પ્રકારની કાર્યવાહી ગાંધીવાદી વિચારધારા અને ભારતના મૂલ્યો પર હુમલો છે.

હકીકતમાં, 2019 માં નોંધાયેલા ગુનાહિત માનહાનિના કેસમાં, ગુરુવારે, સુરત, ગુજરાતની એક અદાલતે રાહુલને દોષી ઠેરવ્યો હતો અને તેને બે વર્ષની સજા ફટકારી હતી. આ પછી શુક્રવારે તેમની સંસદની સદસ્યતા રદ કરવામાં આવી હતી. અમેરિકન સાંસદ રો ખન્નાએ ટ્વીટ કર્યું કે રાહુલ ગાંધીની સંસદમાંથી હકાલપટ્ટી ગાંધીવાદી વિચારધારા અને ભારતના મૂલ્યો પર પ્રહાર છે. આ એ ભારત નથી જેના માટે મારા દાદાએ બલિદાન આપ્યું હતું.

ભારતના મૂલ્યો પર હુમલો

અમેરિકન સાંસદ રો ખન્નાએ ટ્વીટ કર્યું કે રાહુલ ગાંધીની સંસદમાંથી હકાલપટ્ટી ગાંધી અને ભારતના મૂલ્યો પર પ્રહાર છે. આ એ ભારત નથી જેના માટે મારા દાદાએ બલિદાન આપ્યું હતું. સાથે જ વડાપ્રધાન મોદીને ટેગ કરીને લખ્યું કે ભારતીય લોકતંત્રને બચાવવા માટે આ નિર્ણયને પલટી નાખવાની તમારી પાસે શક્તિ છે.

રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?
શિયાળાના 3 મહિના સુધી દરરોજ ખાઓ 2 ખજૂર,મળશે લાભ
Indian Flag : કયા ભારતીયે બનાવ્યો હતો ભારતનો રાષ્ટ્રધ્વજ ?
ડાયાબિટીસમાં કઈ મીઠાઈઓ ખાવી? આ છે શ્રેષ્ઠ વિકલ્પ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તક્ષેપ કરવા અપીલ

મીડિયા રિપોર્ટ્સમાંથી મળેલી માહિતી મુજબ રો ખન્ના સિલિકોન વેલીનું પ્રતિનિધિત્વ કરે છે. આ ઉપરાંત, તેઓ ભારત અને ભારતીય-અમેરિકનો પર યુએસ સંસદ કોકસના સહ-અધ્યક્ષ છે. રો ખન્નાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકશાહી બચાવવા માટે આ મામલે હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે.

અભિવ્યક્તિની સ્વતંત્રતા ખતમ કરવાનો આરોપ

અમેરિકન સાંસદ ઉપરાંત ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના ઉપાધ્યક્ષ જ્યોર્જ અબ્રાહમે પણ રાહુલની સદસ્યતા રદ કરવાની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે આવી કાર્યવાહી કરીને મોદી સરકાર અભિવ્યક્તિની સ્વતંત્રતા ખતમ કરી રહી છે.

રાહુલને સુપ્રીમમાંથી રાહત નહીં મળે તો કોંગ્રેસનું ભવિષ્ય શું?

રાહુલના સંસદ સભ્યપદ બાદ રાજકીય ગતિવિધિઓ ખૂબ જ ઝડપથી બદલાય તેવી અપેક્ષા છે. રાહુલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં મળે તો કોંગ્રેસનું ભવિષ્ય શું હશે? કોંગ્રેસમાં સોનિયા ગાંધીની ઉંમર અને તેમની સતત માંદગીને કારણે પહેલેથી જ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તેઓ હવે પાર્ટીના સક્રિય રાજકારણથી દૂર જઈ રહ્યા છે.

Published On - 12:06 pm, Sat, 25 March 23

Next Article