
અનપેસ્ટ્યુરાઇઝ્ડ દૂધ - યુએસ અને કેનેડામાં અનપેસ્ટ્યુરાઇઝ્ડ દૂધ પર પ્રતિબંધ છે. આરોગ્ય અધિકારીઓ કહે છે કે આ દૂધમાં ઘણાં સુક્ષ્મજીવો હોય છે, જે આરોગ્ય પર ઘાતક આડઅસર લાવે છે. જો કે, આ દૂધ ભારતમાં ખરીદી માટે ઉપલબ્ધ છે.

રેડ બુલ - ભારતના યુવાનોમાં ખુબ લોકપ્રિય રેડ બુલ ફ્રાંસ અને ડેનમાર્કમાં બેન છે. યુરોપિયન લિથુઆનિયામાં ઓઅન 18 વર્ષથી નાની ઉંમરના લોકો માટે રેડ બુલ બેન છે. આ દેશોની સ્વાસ્થ્ય સિસ્ટમનું માનવું છે કે આનાથી હાર્ટ એટેક, ડીહાઈડ્રેશન અને હાયપરટેન્શન થઇ શકે છે.

જેલી સ્વીટ - ભારતના બાળકોમાં લોકપ્રિય જેલી સ્વીટ ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને કેનેડામાં સંપૂર્ણ રીતે બેન છે. જેનું કારણ છે કે તેને સ્વાસ્થ્ય માટે હાનીકારક માનવામાં આવે છે. આ જેલીના કારણે બાળકોમાં શ્વાસ રૂંધાવાના ઘણા કેસ સામે આવ્યા બાદ પ્રતિબંધ લગાવવાના અહેવાલ છે.