ભારતને 7000 કરોડ આપવાવાળા 27 વર્ષના Vitalik Buterinની દર કલાકે વધી રહી છે આટલી સંપત્તિ

|

May 13, 2021 | 11:20 PM

બિલેનીયર વિટાલીક બટરીનએ 1 અબજ ડોલરની ક્રિપ્ટોકરન્સી ભારતને કોરોના રાહત તરીકે દાનમાં આપી હતી.

1 / 4
ક્રિપ્ટોકરન્સી ઈથેરિયમના સ્થાપક બિલેનીયર વિટાલીક બટરીન (Vitalik Buterin)એ 1 અબજ ડોલરની ક્રિપ્ટોકરન્સી ભારતને કોરોના રાહત તરીકે દાનમાં આપી હતી. સંકટ સમયે ભારતને આપવામાં આવેલું આ સૌથી મોટું દાન છે. 27 વર્ષીય બટરીને આ દાન ઈન્ડિયા કોવિડ ક્રિપ્ટો રિલીફ ફંડ દ્વારા આપ્યું છે.

2 / 4

હજી એક અઠવાડિયા પહેલા વિટાલીક બટરીનની સંપત્તિ 1 અબજને પાર કરી ગઈ. એક અઠવાડિયામાં તેમની સંપત્તિમાં 20 અબજ ડોલરનો વધારો થયો છે અને 21 અબજ ડોલરને પાર કરી ગયો છે. ક્રિપ્ટોકરન્સીની દુનિયા સિવાય કોઈ પણ વ્યવસાયમાં આ શક્ય નથી. ભારતના ગૌતમ અદાણી હાલમાં 61.60 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના 17માં સૌથી ધનિક છે. આ વર્ષે તેની સંપત્તિમાં લગભગ 28 ડોલરનો ઉછાળો રહ્યો છે, પરંતુ આ માટે તેમણે લગભગ પાંચ મહિનાનો સમય લીધો છે.

3 / 4
રશિયન કેનેડિયન પ્રોગ્રામર બટ્રિને 2015માં ઈથેરિયમ બ્લોક ચેનનો પ્રસ્તાવ મૂક્યો. આ સિવાય તેમણે બિટકોઈન મેગેઝિન પણ શરૂ કર્યું. 2014માં બટ્રિનને 1 મિલિયનની થાઈલ ફેલોશિપ મળી જેની મદદથી તેણે ઈથેરિયમ બ્લોકચેન વિકસાવી.

4 / 4
અહેવાલ મુજબ જ્યારે ઈથેરિયમનો ભાવ 3000ને પાર કરી ગયો, ત્યારે બટ્રિનની સંપત્તિ 21 અબજ ડોલર સુધી પહોંચી ગઈ. કોઈન્ડિસ્કની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર ઈથેરિયમ 3815ના સ્તરે કારોબાર કરી રહ્યો હતો. આ સમયે તેમાં 11 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. માર્કેટ કેપ 441 અબજ ડોલર છે. તેનો અત્યાર સુધીનો ઉચ્ચતમ સ્તર 4383 છે. 2021માં તેણે અત્યાર સુધીમાં 400 ટકાથી વધુ વળતર આપ્યું છે.

Next Photo Gallery