
અમેરિકાના નેતાઓ, જેમણે વૈશ્વિક મહામારી કોરોનામાં ભારતને મદદ કરવાનો ઇનકાર કરનાર અમેરિકા (US)ની સરકાર પર હવે US નેતાઓ, સાંસદોએ આડે હાથ લીધી છે. આ નેતાઓ કહે છે કે ભારતમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને એમરિકાએ રસી ઉત્પાદન માટેનો કાચો માલ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવો જોઇએ. તેમણે રાષ્ટ્રપતિ જો બીડેનને વહેલી તકે આ અંગે નિર્ણય લેવા જણાવ્યું છે.
સેનેટર એડ માર્કીએ US સરકાર પર ઉઠાવ્યા સવાલ
મેસેચ્યુસેટ્સના ડેમોક્રેટિક પાર્ટીના સેનેટર એડ માર્કીએ રાષ્ટ્રપતિ જો બિડેન (US President Joe Biden) ને કોરોના સંકટમાં ભારતની તરત જ મદદ કરવા વિનંતી કરી છે. તેમણે પોતાની ટ્વિટમાં લખ્યું છે કે ભારતમાં રોજિંદા કોરોનાના કેસોનો રેકોર્ડ સ્તરે વધી રહ્યાં છે. વિશ્વ પૃથ્વી દિવસનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે પૃથ્વી દિવસ ફક્ત આપણા ગ્રહ માટે જ નથી, તે તેના પર વસતા તમામ લોકોના આરોગ્ય સાથે સંકળાયેલ છે.
એડ માર્કીએ ટ્વિટ કર્યો ભારતનો વિડીયો
એડ માર્કીએ પોતાની આ ટ્વિટ સાથે ભારતનોનો એક વિડીયો શેર કર્યો હતો જેમાં અમદાવાદમાં એક કોરોના દર્દીને એક કારમાં ઓક્સીજન આપવામાં આવી રહ્યો હતો. આ વિડીયોમાં વડાપ્રધાન મોદીનું એક ટૂંકું સંબોધન પણ છે. આ વિડીયો સાથે મેસેચ્યુસેટ્સના ડેમોક્રેટિક પાર્ટીના સેનેટર એડ માર્કીએ જણાવ્યું હતું કે US પાસે પ્રયાપ્ત માત્ર કરતા પણ વધુ વેક્સીન છે, પરંતુ આમ છતા સરકાર ભારત જેવા દેશોને મદદ કરવાનું નકારી રહી છે.
India is reporting the world’s highest ever single-day COVID case rise. Earth Day is about the health of the planet and everyone and everything on it. The U.S. has more than enough vaccine for every American, but we are denying countries like India desperately needed support. https://t.co/OnwwZCSTNN
— Ed Markey (@SenMarkey) April 22, 2021
Haley Stevens એ પણ દુઃખ વ્યક્ત કર્યું
એડ માર્કીની જેમ જ મિશિગનથી US કોંગ્રેસના પ્રતિનિધિ હેલી સ્ટીવેન્સ (Haley Stevens) એ પણ ટ્વીટ કરીને ભારતમાં વધી રહેલા કોરોના કેસો પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું છે કે ભારતમાં વિનાશક કોરોના લહેર દરમિયાન, મારી સંવેદના ત્યાંના લોકો સાથે છે. હેલી સ્ટીવેન્સે આંતરરાષ્ટ્રીય સમુદાયને મદદ માટે અપીલ કરી છે. સ્ટીવન્સે લખ્યું કે, “હું આંતરરાષ્ટ્રીય સમુદાયને અનિયંત્રિત કોરોનાને અંકુશમાં લાવવા શક્ય તેટલી મદદ કરવા અપીલ કરવા માંગું છું.”
My thoughts are with the people of India during this devastating COVID-19 surge. pic.twitter.com/z709WFfD9z
— Rep. Haley Stevens (@RepHaleyStevens) April 22, 2021
US એ હાથ ઉંચા કર્યા, ચીન મદદ માટે આગળ આવ્યું
અત્રે નોંધનીય બાબત એ છે કે અમેરિકા અને ભારતના સંબંધો ઘણા સારા રહ્યા છે. ખાસ કરીને મોદી સરકારમાં બંને દેશો એકબીજાની નજીક આવી ગયા છે. આમ હોવા છતાં અમેરિકાએ ભારતની મદદ કરવા અંગે હાથ ઊંચા કરી દીધા છે. જ્યારે ભારતની મુશ્કેલીમાં વધારો કરી રહેલા ચીને ભારતની મદદ કરવાની ઓફર કરી છે. બેઇજિંગ તરફથી કહેવામાં આવ્યું છે કે સંકટની આ ઘડીમાં તે ભારતને તમામ શક્ય સહાય પૂરી પાડવા તૈયાર છે.