USના નવનિયુક્ત વિદેશ પ્રધાને પણ કોરોના ફેલાવવા માટે ચીનને દોષી ઠેરવ્યું

|

Feb 03, 2021 | 12:15 PM

બ્લિંકને કહ્યું કે બેઇજિંગને Corona વાયરસ વિશે પારદર્શક માહિતી વિશ્વ સાથે શેર કરવી જોઈએ. અને સચોટ માહિતી વિશ્વને આપવી જોઈએ.

USના નવનિયુક્ત વિદેશ પ્રધાને પણ કોરોના ફેલાવવા માટે ચીનને દોષી ઠેરવ્યું
ટોની બ્લિંકન

Follow us on

અમેરિકાના નવનિયુકત વિદેશ પ્રધાન ટોની બ્લિંકને પણ વિશ્વભરમાં કોરોના ફેલાવવા માટે ચીનને દોષી ઠેરવ્યું છે. બ્લિંકને કહ્યું કે બેઇજિંગને Corona વાયરસ વિશે પારદર્શક માહિતી વિશ્વ સાથે શેર કરવી જોઈએ. જણાવી દઈએ કે ભૂતપૂર્વ સચિવ સચિવ માઇક પોંપિયોએ પણ મહામારી માટે ચીનને દોષી ઠેરવ્યું હતું. તેમણે કહ્યું હતું કે જો વાયરસ વિશેની સમયસર માહિતી ઉપલબ્ધ કરાઈ હોત તો મહામારીને તાળી શકાઈ હોત.

બેઇજિંગે વાયરસ વિશેની માહિતી શેર કરવી પડશે
બ્લિન્કને કહ્યું હતું કે ચીન વાયરસ વિશેની માહિતી શેર કરવામાં નિષ્ફળ ગયું છે. તેથી તેને જ જવાબદાર માનવું જોઈએ. તેમણે કહ્યું, ‘કોરોના વાયરસનો પ્રથમ કેસ ચીન નોંધાયો હતો. તેમ છતાં ચીન વિશ્વને સંપૂર્ણ માહિતી આપી રહ્યું. બેઇજિંગ તરફથી પારદર્શિતાનો અભાવ એક ગંભીર સમસ્યા છે. બ્લિન્કને કહ્યું બેઇજિંગે વાયરસ વિશેની માહિતી શેર કરવી પડશે. ચીને વાયરસ વિશેની માહિતી આપવા પગલાં ભરવા પડશે અને માહિતી સંપૂર્ણ અને સચોટ છે તેની ખાતરી પણ આપવી પડશે.

WHOની ટીમ કરી રહી છે તપાસ
વાયરસના વિષે માહિતી એકથી કરવા માટે WHOની ટીમે મંગળવારે વુહાનમાં પશુ રોગ નિવારણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. ટીમ હુબેઇના પશુ હોસ્પિટલોના સ્ટાફને મળી હતી અને પ્રયોગશાળાઓની પણ મુલાકાત લીધી. આ સમય દરમિયાન ટીમના સભ્યોએ પી.પી.ઇ કીટ પહેરી હતી. વુહાન હુબેઇ પ્રાંતની રાજધાની છે. આ ટીમ અન્ય કઈ જગ્યાએ ગઈ તે અંગેની માહિતી મળી શકી નથી, કારણ કે બેઇજિંગે મીડિયા પર કડક નજર રાખી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Next Article