
ઈઝરાયેલ-હમાસ યુદ્ધની અસર હવે તમારા ખિસ્સા પર પણ જોવા મળશે. ખાસ કરીને તમારી હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સમાં ફૂડ બિલ પર. તમે વિચારતા હશો કે વળી એ કેવી રીતે અને કેમ? તો તેનું કારણ ઈઝરાયેલ-હમાસ યુદ્ધ છે તો ચાલો તમને સમજાવીએ. વાસ્તવમાં, ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી, કાચા તેલની કિંમતો સતત વધી રહી છે.
ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયા બાદ ઓઈલ કંપનીઓએ બુધવારે કોમર્શિયલ ગેસના ભાવમાં વધારો કરી દીધો છે. તે પણ માત્ર એક-બે રૂપિયા નહીં પરંતુ 101 રૂપિયાનો. ચેન્નાઈ જેવા શહેરમાં આ વધારા બાદ ગેસ સિલિન્ડરની કિંમત 2000 રૂપિયા સુધી પહોંચી ગઈ છે.
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ વધારાનો બોજ હવે હોટેલ અને રેસ્ટોરન્ટ માલિકો પર પડશે અને તેની સીધી અસર હોટલ અને રેસ્ટોરા પર પડી રહી છે. કારણકે વાસ્તવમાં કોમર્શિયલ ગેસનો ઉપયોગ મોટાભાગે હોટલ અને રેસ્ટોરન્ટમાં થાય છે. તેથી, હવે હોટલ અને રેસ્ટોરન્ટ્સ તેમના ખર્ચમાં વધારો દર્શાવીને ગ્રાહકો પાસેથી પણ તેનો ખર્ચ લેશે. તમને જણાવી દઈએ કે ગેસના ભાવમાં વધારો 1 નવેમ્બરથી લાગુ થઈ ગયો છે.
દિલ્હીના અશોક નગરમાં હોટલ ચલાવતા રમેશ મિશ્રાનું કહેવું છે કે સરકારે સતત બે વખત ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો કર્યો છે. આથી કોમર્શીયલ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતી હોટલોને આ બોજ સહવો પડશે. દુકાન રેસ્ટોરન્ટ સિવાય, ભોજન ઝોમેટો અને અન્ય ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા દિલ્હીની બહાર નોઈડા, ગુડગાંવ જાય છે. ત્યારે એક દિવસમાં 3 થી 4 સિલિન્ડરનો ઉપયોગ થાય છે. ત્યારે છેલ્લા બે મહિનામાં સરકારે દિલ્હીમાં ગેસના ભાવમાં 310 રૂપિયાનો વધારો કર્યો છે. આવી સ્થિતિમાં અમારો ખર્ચ વધી રહ્યો હોવાનું જણાવ્યું છે.
આ વધારા બાદ દિલ્હીમાં ગેસની કિંમત 1833 રૂપિયા પર પહોચી ગયો છે. ચેન્નાઈમાં તેની કિંમત 1999 રૂપિયાને પાર કરી ગઈ છે. દિવાળી પર ગેસ સિલિન્ડરનો વપરાશ વધે છે, ખાસ કરીને કોમર્શિયલ ગેસ સિલિન્ડર. સરકારે માત્ર 19 કિલોના સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે.
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં આ સતત બીજી વખત વધારો છે. ગયા મહિને પણ સરકારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો હતો. બે મહિનામાં દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 310.50 રૂપિયાનો વધારો થયો છે. તો કોલકાતામાં તે 307 રૂપિયા હતો. જ્યારે મુંબઈમાં 303.50 રૂપિયા અને ચેન્નાઈમાં 304.50 રૂપિયાનો વધારો થયો છે.
સરકાર દર મહિનાની પહેલી તારીખે ઘરેલું અને કોમર્શિયલ ગેસના ભાવમાં ફેરફાર કરે છે. આ વખતે રાહતની વાત એ છે કે ઘરેલુ ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી. અગાઉ તેની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો. હાલમાં દિલ્હીમાં 14.2 કિલોના ગેસ સિલિન્ડરની કિંમત 903 રૂપિયા છે.
Published On - 9:37 am, Thu, 2 November 23