Viral Video: જીવ બચાવવા પાંચમાં માળેથી કૂદી બિલાડી, જમીન પર પહોંચી અને સ્ટાઈલમાં નિકળી પણ ગઈ

|

May 17, 2021 | 5:05 PM

એક પ્રખ્યાત કહેવત છે કે 'જાકો રાખે સાંઈયા, માર સકે ના કોઈ', થોડા દિવસો પહેલા એક એવો જ કિસ્સો સામે આવ્યો છે, જેમાં આ કહેવત સાચી પડી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

Cat jumps from fifth floor: એક પ્રખ્યાત કહેવત છે કે ‘જાકો રાખે સાંઈયા, માર સકે ના કોઈ’, થોડા દિવસો પહેલા એક એવો જ કિસ્સો સામે આવ્યો છે, જેમાં આ કહેવત સાચી પડી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

 

 

અમેરીકાના શિકાગોમાં એક ઈમારતમાં આગ લાગી હતી અને એક બિલાડી પોતાનો જીવ બચાવવા માટે પાંચમાં માળેથી કૂદકો મારે છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ શેર કરાઈ રહ્યો છે. આ વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ રહ્યા છે.

 

 

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ઈમારતમાં અંદરના ભાગે આગ લાગી છે અને બારીઓમાંથી ધુમાડા નિકળી રહ્યા છે. તેવામાં એક ડરી ગયેલી પાલતુ બિલાડી આ ઈમારતના પાંચમાં માળેથી છલાંગ લગાવી દે છે અને સહી સલામત જમીન પર ઉભી થઈને ચાલવા લાગે છે.

 

આ ઘટનાને લાઈવ જોઈ રહેલા ફાયર ડિપાર્ટમેન્ટના પ્રવક્તા લૈરી લેંગફોર્ડસ કહે છે કે ‘ બિલાડી જમીન પર પહોંચીને મારી કાર નીચે જતી રહી અને પોતે સલામત છે એવુ લાગ્યા બાદ જ તે બહાર નિકળી’ આ ઘટનામાં બિલાડીને કોઈ પ્રકારની ઈજા થઈ નથી.

 

 

એક માહિતી મુજબ આ ઘટના ત્યારે બની જ્યારે ફાયર બ્રિગેડના અધિકારીઓ શિકાગોના એન્ગલવુડ પડોશમાં આગને કાબૂમાં લેવા ગયા. પછી તેમણે જોયું કે બિલ્ડિંગના પાંચમા માળેથી બિલાડી કૂદી રહી હતી. આ આશ્ચર્યજનક દૃશ્ય જોઈને લોકોના હોંશ ઉડી ગયા. શિકાગો ફાયર ડિપાર્ટમેન્ટે પણ આ વીડિયોને તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી શેર કર્યો છે.

 

આ પણ વાંચો: Cyclone Tauktae Tracker and Live Updates: તાઉ તે વાવાઝોડાનાં પગલે મુંબઈમાં 4 કલાક એરપોર્ટ બંધ, ભાર વરસાદને લઈ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, દરિયામાં ઉંચા મોજા ઉછળ્યા

 

Next Video