તમને ખબર છે આકાશમાં કેવું હોય છે જીવન? તો ખાસ વાંચો આ વિશેષ લેખ સુનિતા વિલિયમ્સનાં શબ્દોમાં

|

Jul 20, 2020 | 2:41 PM

ભારતીય મૂળની અમેરિકન એસ્ટ્રોનોટ સુનીતા વિલિયમ્સ ક્યારેય એસ્ટ્રોનોટ બનવા માટેના સપના નોહતી જોતી. જે જાનવરો માટેની ડોક્ટર બનવા માગતી હતી કે જે તેનું નાનપણનું સપનું હતું. સુનીતા વિલિયમ્સે જણાવ્યું કે તેને નાનપણમાં સ્વિમીંગનો ઘણો શોખ હતો કેમ કે તે એથ્લેટીક પણ હતી. તેને જાનવરો સાથે લગાવ હતો અને એજ કારણ હતું કે તે વેટરનરી ડોક્ટર […]

તમને ખબર છે આકાશમાં કેવું હોય છે જીવન? તો ખાસ વાંચો આ વિશેષ લેખ સુનિતા વિલિયમ્સનાં શબ્દોમાં
http://tv9gujarati.in/tamne-khabar-che…-shabd-ma-vancho/

Follow us on

ભારતીય મૂળની અમેરિકન એસ્ટ્રોનોટ સુનીતા વિલિયમ્સ ક્યારેય એસ્ટ્રોનોટ બનવા માટેના સપના નોહતી જોતી. જે જાનવરો માટેની ડોક્ટર બનવા માગતી હતી કે જે તેનું નાનપણનું સપનું હતું. સુનીતા વિલિયમ્સે જણાવ્યું કે તેને નાનપણમાં સ્વિમીંગનો ઘણો શોખ હતો કેમ કે તે એથ્લેટીક પણ હતી. તેને જાનવરો સાથે લગાવ હતો અને એજ કારણ હતું કે તે વેટરનરી ડોક્ટર બનવા માગતી હતી. તેણે કહ્યું કે તે જે કોલેજમાં ભણવા માગતી હતી ત્યાં તેને એડમિશન નોહતું મળ્યું. સુનીતા વિલિયમ્સને પોતાની જીંદગી સાથે જોડાયેલી આ બધી વાત એપીજે અબ્દુલ કલામ સેન્ટરનાં શ્રીજન પાલ સિંહ સાથે થયેલી વાતચીતમાં જણાવી હતી.

પોતાની વાત કહેતા તેણે જણાવ્યું કે એડમિશન ન મળતા તેને તેના મોટા ભાઈએ રસ્તો દેખાડીને કહ્યું કે તે નેવી કે નેવલ એકેડમી વિશે કેમ નથી વિચારતી? પછી મે પણ વિચાર્યું કે આ કરી શકાય, પછી મે નેવલ એકેડમીને જોઈન કરી લીધી અને પાયલટ બની ગઈ કે જે મારી પ્રથમ પસંદગી હતી જ નહી. હું જેટની પાયલટ બનવા માગતી હતી પરંતુ હું હેલીકોપ્ટરની પાયલટ બની એટલે ક ફરી બીજી પસંદગી જ મળી.

પોતાના વિશે વાત કરતા સુનીતાઆ આળ જણાવ્યું કે તે નાસામાં 1998માં આવી હતી. અંતરિક્ષમાં 2006માં ગઈ, આ વચ્ચે મને થોડો સમય સ્પેસમાં જવા માટે મળ્યો હતો વર્ષ 2002માં, પરંતુ દુર્ભાગ્યથી 2003ની શરૂઆતમાં કોલંબીયા વાળી દુર્ઘટના થઈ ગઈ અને અમે અમારા મિત્રોને ગુમાવી દીધા કે જેમાં કલ્પના ચાવલા પણ હતી. આ ઘટના એ સંપૂર્ણ શટલ પ્રોગ્રામને રોકી દીધો. અમે નોહતા જાણતા કે હવે અમે શટલમાં સ્પેસમાં જઈ શકીશું કે નહી. જ્યારે સંપૂર્ણ તપાસ થઈ અને પછી સ્પેસમાં જવાનો વારો અમારો આવ્યો અને શટલમાં જવા માટે ટ્રેનીંગ લેવાનો મોકો મળ્યો ત્યારે લાગતું હતું કે જાણે આ એક સપનું છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

પોતાની અવકાશની સફરને લઈ તેમણે જણાવ્યું કે જ્યારે તે સ્પેસ ક્રાફ્ટમાં દાખલ થઈ ત્યારે પણ તેને બધું કાલ્પનિક જ લાગતું હતું કે જેનો અભ્યાસ ઘણી વાર તે કરી ચુકી હતી અને તે પણ ત્યાં સુધી કે જ્યારે એન્જીન ચાલું કરવામાં આવ્યા બાદ જ વિશ્વાસ બેઠો. આપણે જ્યારે સ્પેસમાં જઈએ છે ત્યારે માત્ર 10 મિનિટ જેટલો સમય લાગે છે કે જ્યાંથી તમે ધરતીના ચક્કર લગાવવા લાગો છો. મને સમય યોદ નથી પરંતુ ઉડતા હું ઉપર આવી અને જ્યારે મે પૃથ્વીનો બીજો ભાગ જોયો તો એકદમ અવિશ્વનિય, ભુરો અને સફેદ ભાગ હતો.

સુનીતાનાં જણાવ્યા અનુસાર તેણે એક વર્ષ પૂરૂ સ્પેસમાં વિતાવ્યું અને ત્યાં પણ ધરતી વાળી દિનચર્યા ત્યાં પણ રાખતા હતા. તે ગ્રીનવિચ મીન ટાઈમ પર ચાલતા હતા કે જે યુરોપનો ટાઈમ હોય છે. એના બે કારણ છે કે તેનાથી ફ્લાઈટ કંટ્રોલર્સને અડધો દિવસનો સમય મળી જાય છે કે જે લોકો મિશન કંટ્રોલ હ્યુસ્ટનમાં બેસી રહેલા હોય છે. અડધો દિવસ મોસ્કોનાં ફ્લાઈટ કંટ્રોલર્સને મળી જતો. યુરોપમાં ફ્લાઈટ કંટ્રોલર્સ માટે સામાન્ય દિવસ હોય છે. મોટા ભાગે આપણે લંચ એકલા જ કરી લઈએ છે, બધા કઈ ને કઈ ખાઈ લેતા હોઈએ છે જોકે ડીનરનાં સમયે અમે બધા ભેગા થઈ જતા હતા. મોટા ભાગે પ્લાનિંગ પર અમે કોન્ફરન્સ કરીએ કે જે ધરતીનાં મિશન કંટ્રોલ સેન્ટર સાથે થતી અને અમે સ્પેસ સ્ટેશનમાં પણ ટીવી જોતા હતા.

સ્પેસમાં પોતાની દિનચર્યા પર વાત કરતા તેણે કહ્યું કે તે સ્પેસમાં પણ ભારતીય ભોજન ખાતી હતી પણ ભાત અને બ્રેડ સાથે. સાંજના ખાલી સમયે તે ધરતીની તસવીર લેતી હતી, કસરત કરતી કેમકે સ્પેસમાં શરીરને ચુસ્ત રાખવા તે ઉપયોગી પણ છે એટલા માટે જ બે કલાક ફરજીયાત કસરક કરવી પડતી હતી જેનાથી વજન ઓછું રહે હાડકા મજબુત રહે અને હ્રદય માટે પણ કસરત કરતા હતા. ઈન્ટરનેટ પ્રોટોકોલ ફોન હતા જ્યાંથી પોતાના ઘરે ફોન કરતા હતા એમાં વિડિયો કોન્ફરન્સીંગની સુવિધા પણ હતી કે જેથી પરીવારનાં લોકોને પણ જોઈ શકતા હતા.

તેણે પોતાના અનુભવને શેર કરતા કહ્યું કે જ્યારે તે કામમાં લાગી જવા માગતી હતી અને સુરજ નિકળ્યો ત્યાર મે જોયું કે ધરતી નીચે ફરી રહી છે અને મારાથી બોલાઈ ગયું કે “ઓહ માય ગોડ” અને વિચારવા લાગી કે હું ક્યાં છું અને શું કરી રહી છું.

Next Article