અફઘાનિસ્તાનમાં (Afghanistan) તાલિબાનનો (Taliban) અસલી કટ્ટરપંથી ચહેરો હવે સામે આવી રહ્યો છે. તાલિબાને વિશ્વને માન્યતા આપવા વિનંતી કરી છે. મહિલાઓને બસો અથવા અન્ય વાહનોમાં લાંબા અંતર સુધી એકલા મુસાફરી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે જ તાલિબાને કારમાં સંગીત વગાડવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. તાલિબાને એમ પણ કહ્યું છે કે યાત્રા દરમિયાન મહિલાઓએ હિજાબ પહેરવો પડશે. તાલિબાન શાસને આ પગલું એવા સમયે ઉઠાવ્યું છે જ્યારે તેણે પહેલાથી જ છોકરીઓના શિક્ષણ પર અનેક નિયંત્રણો લગાવી દીધા છે.
તાલિબાને તેમના નવા આદેશમાં જણાવ્યું છે કે મહિલાઓ એકલી બસમાં 70 કિમીથી વધુની મુસાફરી કરી શકશે નહીં. આનાથી આગળ વધવા માટે તેમની સાથે પુરૂષ ગાર્ડિયન હોવું જરૂરી રહેશે. તેમણે કહ્યું કે લાંબા અંતરની મુસાફરી કરતી સિંગલ મહિલાઓને કારમાં બેસવાની ફરજ ન પાડવી જોઈએ. તાલિબાને સત્તામાં આવ્યા પછી દાવો કર્યો હતો કે તે પ્રગતિશીલ બની ગયો છે. પરંતુ તેના આદેશો દર્શાવે છે કે 20 વર્ષ પહેલાના તાલિબાન અને આજના તાલિબાન વચ્ચે કોઈ ફેરફાર થયો નથી.
સ્ત્રીઓએ તેમની સાથે નજીકના પુરૂષ સંબંધીઓ હોવા જોઈએ’
તાલિબાન મંત્રાલયે એમ પણ જણાવ્યું છે કે માત્ર હિજાબ પહેરેલી મહિલાઓને જ 70 કિમીથી આગળ જવાની મંજૂરી આપવી જોઈએ. મંત્રાલયના પ્રવક્તા સાદિક આકીફ મુહાજિરે કહ્યું, “મહિલાઓએ તેમની સાથે નજીકના પુરૂષ સંબંધીઓ હોવા જોઈએ.” તાલિબાને આ આદેશ એવા સમયે આપ્યો છે જ્યારે તેણે થોડા અઠવાડિયા પહેલા જ ટીવી પર મહિલા કલાકારોને દર્શાવતા નાટક પર પ્રતિબંધ લગાવી દીધો છે. એટલું જ નહીં ટીવી પર મહિલા ટીવી પત્રકારોને હિજાબ પહેરીને આવવાની ફરજ પાડવામાં આવી છે.
આ દરમિયાન તાલિબાને અફઘાનિસ્તાનના બે ચૂંટણી પંચો તેમજ શાંતિ અને સંસદીય બાબતોના મંત્રાલયોને વિખેરી નાખ્યા છે. તાલિબાન સરકારના એક અધિકારીએ રવિવારે આ માહિતી આપી હતી. અફઘાનિસ્તાનમાં તાલિબાનની આગેવાની હેઠળની સરકારના નાયબ પ્રવક્તા બિલાલ કરીમીએ જણાવ્યું હતું કે, દેશના સ્વતંત્ર ચૂંટણી પંચ અને ચૂંટણી ફરિયાદ પંચને વિસર્જન કરવામાં આવ્યું છે.
કરીમીએ તેમને “અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ માટે બિન-આવશ્યક સંસ્થાઓ” તરીકે વર્ણવ્યા છે. તેમણે કહ્યું કે જો ભવિષ્યમાં કમિશનની જરૂર પડશે તો તાલિબાન સરકાર ફરીથી આ સંસ્થાઓની સ્થાપના કરી શકે છે.
અફઘાનિસ્તાનના નવા શાસનને હજુ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી નથી. એવી આશંકા છે કે તાલિબાન 20 વર્ષ પહેલા સત્તામાં રહેલા કઠોર પગલાંનો અમલ કરી શકે છે. આંતરરાષ્ટ્રીય સમુદાયને તેની ખાતરીઓ છતાં. આ બે ચૂંટણી પંચો પાસે રાષ્ટ્રપતિ, સંસદીય અને પ્રાંતીય પરિષદની ચૂંટણીઓ સહિત દેશની તમામ ચૂંટણીઓ પર દેખરેખ રાખવા અને હાથ ધરવાની સત્તા હતી.
કરીમીએ કહ્યું કે તાલિબાને શાંતિ મંત્રાલય અને સંસદીય બાબતોના મંત્રાલયને પણ વિસર્જન કર્યું છે. સરકારના વર્તમાન માળખામાં તેઓ બિનજરૂરી મંત્રાલયો હતા. એમ તેમણે જણાવ્યું હતું. અગાઉ, તાલિબાને મહિલા બાબતોના મંત્રાલયને બંધ કરી દીધું હતું.
આ પણ વાંચો : Salman Khan Net Worth : સલમાન ખાન છે કરોડોની સંપત્તિનો માલિક, જાણો અભિનેતાની નેટવર્થ વિશે
આ પણ વાંચો : શિલ્પા શેટ્ટીએ પરિવાર અને મિત્રો સાથે કરી ક્રિસમસની ઉજવણી, કુન્દ્રા પરિવાર મુંબઈ છોડીને હિલ સ્ટેશન પહોંચ્યો