પાકિસ્તાનની (Pakistan) રાજધાની ઈસ્લામાબાદ સ્થિત અફઘાનિસ્તાનના દૂતાવાસમાં શુક્રવારે તાલિબાને (Taliban) પોતાનું કામ શરૂ કરી દીધું છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, એમ્બેસીએ તેના ફેસબુક પેજ પર એક નિવેદનમાં કામગીરી ફરી શરૂ કરવાની પુષ્ટિ કરી છે. આ રીતે ફરી એકવાર પાકિસ્તાન અને તાલિબાનની સાંઠગાંઠનો પર્દાફાશ થયો છે.
પાકિસ્તાન પર લાંબા સમયથી આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે તેની મદદથી જ તાલિબાન ફરી એકવાર અફઘાનિસ્તાનમાં પાછા ફર્યા છે. આ વાત પણ સાચી લાગે છે કારણ કે તાલિબાન સરકારની રચના પહેલા આઈએસઆઈના વડાએ કાબુલની મુલાકાત લીધી હતી.
દૂતાવાસે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, “તમામ અફઘાન શરણાર્થીઓ, વેપારીઓ, પાકિસ્તાની નાગરિકો અને પાકિસ્તાનમાં રહેતા અન્ય પ્રતિષ્ઠિત વિદેશી નાગરિકો કે જેઓ પાકિસ્તાન થઈને અફઘાનિસ્તાન જવા ઈચ્છે છે.” આ લોકોને જાણ કરવામાં આવી છે કે ઈસ્લામાબાદમાં અફઘાનિસ્તાનની એમ્બેસી અને પેશાવર કરાચી અને ક્વેટામાં તમામ જનરલ કોન્સ્યુલેટ ફરી કામ કરી રહ્યા છે અને પહેલાની જેમ તેમનું કામ કરી રહ્યા છે. કહેવામાં આવ્યું હતું કે, ‘જે લોકો અફઘાનિસ્તાન જવા માગે છે તેઓ આ મિશન પર અઠવાડિયામાં પાંચ દિવસ જઈ શકે છે.’
અફઘાન શરણાર્થીઓના પડકારોના ઉકેલ માટે લેવાયો નિર્ણય
અફઘાનિસ્તાનના ઈસ્લામિક અમીરાતના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે કહ્યું કે આ પગલું અફઘાન શરણાર્થીઓના વર્તમાન પડકારોને ઉકેલવા માટે લેવામાં આવ્યું છે. તેણે કહ્યું, ‘એમ્બેસી અને વાણિજ્ય દૂતાવાસના કર્મચારીઓ જે ત્યાં હતા તેઓએ ફરીથી કામ શરૂ કર્યું છે.’ મુજાહિદે કહ્યું, ‘કારણ કે તમે જાણો છો કે લોકોને દૂતાવાસ અને કોન્સ્યુલેટ સંબંધિત ઘણી સમસ્યાઓ છે. એનો અર્થ એ નથી કે અમારા રાજદ્વારીઓ ત્યાં પાછા ફર્યા અને સત્તાવાર કામ શરૂ કરી દીધું છે.
પાકિસ્તાને અફઘાનિસ્તાન સંકટ પર વાતચીતનો ભાગ બનવાનો ઇનકાર કર્યો છે
મીડિયામાં લીક થયેલા કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે, ઇસ્લામિક અમીરાતે ઇસ્લામાબાદમાં દૂતાવાસ ચલાવવા માટે તેના દૂતો મોકલ્યા હતા. પરંતુ મુજાહિદે ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ઈસ્લામિક અમીરાત દ્વારા કોઈ સત્તાવાર દૂત મોકલવામાં આવ્યો નથી.
તે જ સમયે, અફઘાનિસ્તાન સંકટને ધ્યાનમાં રાખીને ભારત 10 નવેમ્બરે ક્ષેત્રીય સુરક્ષા વાટાઘાટોનું આયોજન કરી રહ્યું છે. પરંતુ પાકિસ્તાને તેમાં ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો છે. પાકિસ્તાની NSA મોઇદ યુસુફે મંગળવારે વાટાઘાટોમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો.
આ પણ વાંચો : પાકિસ્તાન સામેની મેચમાં ભારતની હારની મજાક ઉડાવવી પડી ભારે, પતિ એ જ પત્નિ અને સાસરિયા વિરુધ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ
આ પણ વાંચો : Bhai Bij 2021: જાણો, શા માટે મનાવવામાં આવે છે ભાઈ બીજ ? ક્યારે છે શુભ મુહૂર્ત ?