તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લાબ મુજાહિદે મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ કે તેમનો સમૂહ સમય સીમા વધારવાની વાત નહી સ્વીકારે અને ત્યારબાદ અફઘાનોને વિમાનથી નિકાસની અનુમતિ નહી આપવામાં આવે. તેમણે કહ્યુ કે તાલિબાન એરપોર્ટ પર જનારા રસ્તા પર અફઘાનીઓને રોકશે જેથી ભીડ એકઠી ન થાય, પરંતુ વિદેશીઓને જવાની અનુમતિ આપશે. જો કે તત્કાલ એ સ્પષ્ટ નથી થઇ શક્યુ કે વિદેશીઓની સુરક્ષામા જઇ રહેલા અફઘાનોને રોકશે કે પશ્ચિમી દેશોના નિકાસ અભિયાનને.
મુજાહિદે કહ્યુ કાબુલ એરપોર્ટને મળનારો રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો છે. વિદેશીઓ એરપોર્ટ જઇ શકે છે. પરંતુ અફઘાનીઓને પરવાનગી નહી હોય. અફઘાની ઘરે જઇ શકે છે. અમે બધુ પહેલા જ ભૂલી ચૂક્યા છે. તાલિબાન તમારી સુરક્ષાની ગેરેન્ટી આપે છે.
અમેરિકા કુશળ અફઘાનીઓને કાઢવાનુ બંધ કરે
આ સિવાય તેમણે અમેરિકાને કુશળ અફઘાન નાગરિકોને અહીંથી બહાર કાઢવાનું બંધ કરવાનું કહ્યું. તેમણે કહ્યું, “આ દેશને ડોકટરો, ઇજનેરો અને શિક્ષિત લોકોની જરૂર છે.અમને આ પ્રતિભાઓની જરૂર છે. ” તેમણે અફઘાનિસ્તાન છોડનારા લોકોને કહ્યું કે વિદેશમાં તેમના જીવ જોખમમાં હશે અને વિદેશીઓ તેમની સંભાળ લેશે નહીં.તાલિબાનોએ દેશ પર કબજો જમાવ્યા બાદ ઘણા અફઘાન નાગરિકો સતત ભાગવાનો પ્રયાસ કરી રહ્યા છે. મુજાહિદે કહ્યું કે દેશમાં જનજીવન સામાન્ય થઈ રહ્યું છે પરંતુ એરપોર્ટ પર અરાજકતાની સમસ્યા યથાવત છે.
સ્થિતિ સામાન્ય થતાં મહિલાઓ કામ પર પાછી ફરી શકશે
મુજાહિદે કહ્યું કે તાલિબાન નિયત સમય પછી એરપોર્ટની સુરક્ષા સંભાળશે. જો કે, તેમણે કહ્યું કે કાબુલથી કોમર્શિયલ ફ્લાઇટ્સ ક્યારે શરૂ થશે તે હજુ સ્પષ્ટ નથી. તાલિબાને પત્રકાર પરિષદમાં તમામ આરોપોને રદિયો આપવાનો પ્રયાસ કર્યો હતો. પ્રવક્તાએ સ્પષ્ટતા કરી છે કે જેથી મહિલાઓ સાથે કોઈ ગેરવર્તન ન થાય તેથી તેમને કામથી રોકવામાં આવ્યા છેતેમણે કહ્યું, “મહિલાઓએ હમણા ઘરમાં જ રહેવું જોઈએ. તેમને દૂર કરવામાં આવી રહ્યા નથી અને તેમનો પગાર ઘરે ચૂકવવામાં આવશે.
એકવાર સુરક્ષાની સ્થિતિ સામાન્ય થઈ જાય છે તો તમે રાબેતા મુજબ કામ પર પાછા જઈ શકો છો. “અમેરિકન અને તેના સમર્થકોના ઘરોમાં જઇને તપાસના સમાચારને જબીહુલ્લાએ પાયા વિહોણા કહ્યા અને કહ્યુ કે તાલિબાન કોઈના ઘરમાં પ્રવેશી રહ્યા નથી અને ન તો તાલિબાન પાસે તપાસનું કોઇ લિસ્ટ છે. બધા માટે સામાન્ય માફીની જાહેરાત કરવામાં આવી છે અને અમે લોકોના ભવિષ્ય અને પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છીએ. ”
આ પણ વાંચો :કાબુલથી ભારત આવેલા 78 માંથી 16 લોકો કોરોના પોઝિટિવ, કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરી આવ્યા હતા સંપર્કમાં
આ પણ વાંચો : અફઘાનિસ્તાનમાંથી લોકોને હવાઇ માર્ગે બહાર કાઢવાનું કામ ચાલુ, કાબુલ એરપોર્ટ પર ખતરો