Surgical Strike: પાકિસ્તાન પર ફરી સર્જીકલ સ્ટ્રાઈક, આતંકીઓને બચાવવામાં પાકિસ્તાની સૈનિક ઠાર

પાકિસ્તાન પર ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઈક (Surgical Strike) કરવામાં આવી છે પણ આ સર્જિકલ સ્ટ્રાઈક ભારતે નહીં પણ મુસ્લિમ દેશ ઈરાને કરી છે.

Surgical Strike: પાકિસ્તાન પર ફરી સર્જીકલ સ્ટ્રાઈક, આતંકીઓને બચાવવામાં પાકિસ્તાની સૈનિક ઠાર
| Edited By: | Updated on: Feb 04, 2021 | 9:11 PM

પાકિસ્તાન પર ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઈક (Surgical Strike) કરવામાં આવી છે પણ આ સર્જિકલ સ્ટ્રાઈક ભારતે નહીં પણ મુસ્લિમ દેશ ઈરાને કરી છે. ઈરાનના સૈન્ય ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ – IRGCએ પાકિસ્તાનમાં અંદર ઘુસીને સર્જીકલ સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનમાં આતંકવાદીઓને માર્યા છે. ઈરાન દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવેલી આ સર્જિકલ સ્ટ્રાઈકનું મુખ્ય કારણ છે પાકિસ્તાનના બલુચિસ્તાનનું આતંકી સંગઠન જૈશ-ઉલ-અદલ.

 

જૈશ-ઉલ-અદલ આતંકી સંગઠન

જૈશ-ઉલ-અદલ પાકિસ્તાનનું કટ્ટર વહાબી આતંકી સંગઠન છે. આ આતંકી સંગઠનના આતંકવાદીઓએ આશરે અઢી વર્ષ પહેલા ઈરાનની સેના IRGCના 12 સૈનિકોને બંધક બનાવ્યા હતા. 16 ઓકટોબર 2018ના રોજ બંધક બનાવેલા સૈનિકોને છોડાવવા માટે ઈરાનના તેહરાન અને પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં બંને દેશ વચ્ચે કરાર થયો હતો.જૈશ-ઉલ-અદલ આતંકી સંગઠને બંધક બનાવેલા IRGCના 12 સૈનિકોમાંથી 15 નવેમ્બર 2018ના દિવસે 5 સૈનિકોને છોડવામાં આવ્યા અને 4 સૈનિકોને 21 માર્ચ 2019ના રોજ પાકિસ્તાન સેનાએ છોડાવ્યા હતા.

 

ઈરાને પાકિસ્તાનને ઘરમાં ઘુસીને માર્યું

જૈશ-ઉલ-અદલ આતંકી સંગઠન ઈરાનના બાકી રહેલા બંધક સૈનિકોને છોડવા તૈયાર ન હતું. આથી ઈરાને જૈશ-ઉલ-અદલ આતંકી સંગઠનને આતંકવાદી સંગઠન જાહેર કર્યું, તેમજ બલુચિસ્તાનમાં સુન્ની મુસ્લિમોના અધિકારોની રક્ષા કરવાનો દાવો કરીને પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરી. ઈરાનની સેના IRGCએ સર્જિકલ સ્ટ્રાઈક કર્યા બાદ કહ્યું કે ઈરાને પોતાના બે સૈનિકોને જૈશ-ઉલ-અદલ આતંકી સંગઠન પાસેથી છોડાવી લીધા છે.

 

આ પણ વાંચો: IPLમાં 1 ઓવરમાં 5 સિક્સર લગાવનારા રાહુલ તેવટીયાએ રિધી સાથે કરી સગાઈ

Published On - 8:25 pm, Thu, 4 February 21