Sri Lanka Crisis: આર્થિક સંકટ વચ્ચે રાષ્ટ્રપતિએ ઇમરજન્સી હટાવી, લોકોનો ગુસ્સો કાબૂ બહાર, વાંચો 10 મોટા અપડેટ્સ

|

Apr 06, 2022 | 12:36 PM

શ્રીલંકામાં ગહન આર્થિક સંકટ વચ્ચે, રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેની સત્તારૂઢ ગઠબંધન સરકાર પક્ષપલટોના કારણે જોખમમાં આવી ગઈ છે. દેશભરમાં સરકાર સામે ઉગ્ર દેખાવો થઈ રહ્યા છે. વધતી જતી મોંઘવારીના કારણે લોકો માટે રોજીંદી જરૂરીયાતની વસ્તુઓ ખરીદવી પણ મુશ્કેલ થઈ ગઈ છે.

Sri Lanka Crisis: આર્થિક સંકટ વચ્ચે રાષ્ટ્રપતિએ ઇમરજન્સી હટાવી, લોકોનો ગુસ્સો કાબૂ બહાર, વાંચો 10 મોટા અપડેટ્સ
પ્રતિકાત્મક તસવીર

Follow us on

શ્રીલંકામાં (Sri Lanka Crisis) ગહન આર્થિક સંકટ વચ્ચે, રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેની (Sri Lankan President Gotabaya Rajapaksa) સત્તારૂઢ ગઠબંધન સરકાર પક્ષપલટોના કારણે જોખમમાં આવી ગઈ છે. દેશભરમાં સરકાર સામે ઉગ્ર દેખાવો થઈ રહ્યા છે. વધતી જતી મોંઘવારીના કારણે લોકો માટે રોજીંદી જરૂરીયાતની વસ્તુઓ ખરીદવી પણ મુશ્કેલ થઈ ગઈ છે. સ્થિતિ એટલી વિકટ બની ગઈ છે કે વિરોધને રોકવા માટે સરકારે સશસ્ત્ર બાઇકર્સ મોકલવા પડ્યા છે. જેમની સાથે લોકોમાં ભારે ઘર્ષણ થાય છે. આ દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે, ગોટબાયા રાજપક્ષેએ મંગળવારે મોડી રાત્રે તાત્કાલિક અસરથી કટોકટી હટાવી લીધી છે.

અહીં જાણો આ મામલાને લગતા 10 મોટા અપડેટ્સ

1. શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ તાત્કાલિક અસરથી કટોકટીની સ્થિતિ હટાવી લીધી છે. તેનો અમલ 1 એપ્રિલથી કરવામાં આવ્યો હતો. મંગળવારે મોડી રાત્રે જાહેપ કરાયેલ ગેઝેટ નોટિફિકેશન નંબર 2274/10 માં, રાષ્ટ્રપતિએ કહ્યું કે, તેમણે કટોકટી નિયમો વટહુકમ પાછો ખેંચી લીધો છે, જેણે દેશમાં કોઈપણ ખલેલ અટકાવવા માટે સુરક્ષા દળોને વ્યાપક સત્તાઓ આપી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

2. ઓછામાં ઓછા 41 સાંસદોએ ગઠબંધનમાંથી બહાર નીકળ્યા પછી શાસક ગઠબંધન સરકારે સંસદમાં તેની બહુમતી ગુમાવી દીધી છે. પૂર્વ સહયોગીઓએ રાષ્ટ્રપતિ રાજપક્ષેના રાજીનામાની માંગ કરી છે.

3. રાજપક્ષે સરકાર હવે લઘુમતી બની ગઈ છે, પરંતુ એવા કોઈ સ્પષ્ટ સંકેત મળ્યા નથી કે વિપક્ષી ધારાસભ્યો તેને તાત્કાલિક તોડી પાડવા માટે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો પ્રયાસ કરશે. સરકારમાં જોડાવાના રાષ્ટ્રપતિ રાજપક્ષેના આહ્વાનને વિરોધ પક્ષોએ પહેલાથી જ નકારી દીધું છે.

4. શ્રીલંકાના નાણાપ્રધાન અલી સાબરીએ તેમની નિમણૂકના એક દિવસ બાદ અને લોન પ્રોગ્રામ માટે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથે નિર્ણાયક વાટાઘાટો પહેલા રાજીનામું આપ્યું છે.

5. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદે કહ્યું કે, તે શ્રીલંકામાં બગડતી પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. શ્રીલંકા પહેલાથી જ તેના માનવાધિકાર રેકોર્ડને લઈને આંતરરાષ્ટ્રીય નિંદાનો સામનો કરી રહ્યું છે.

6. શ્રીલંકા રોકડની તંગીનો સામનો કરી રહ્યું છે. તેણે નોર્વે અને ઇરાકમાં તેના દૂતાવાસો તેમજ સિડનીમાં દેશના કોન્સ્યુલેટ જનરલને અસ્થાયી ધોરણે બંધ કરવાનો નિર્ણય લીધો છે.

7. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ કહ્યું છે કે, તે શ્રીલંકામાં રાજકીય અને આર્થિક વિકાસ પર ‘ખૂબ નજીકથી’ નજર રાખી રહ્યું છે. કારણ કે, આ દેશ દાયકાઓમાં સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે, જેના કારણે અહીં અશાંતિ વધી રહી છે.

8. વિદેશી હૂંડિયામણની કટોકટી અને ચૂકવણીના સંતુલનના મુદ્દાઓથી ઉભી થયેલી આર્થિક પરિસ્થિતિનો સામનો કરવામાં નિષ્ફળતાને કારણે શાસક રાજપક્ષે પરિવાર સામે ભારે વિરોધ થયો છે. રાષ્ટ્રપતિના ઘરની બહાર ભીડ પહોંચી ગઈ હતી.

9. રવિવારે સાંજે, રાષ્ટ્રપતિ રાજપક્ષે અને તેમના મોટા ભાઈ વડા પ્રધાન મહિન્દા રાજપક્ષે સિવાય તમામ 26 મંત્રીઓએ રાજીનામું આપી દીધું. જ્યારે વડાપ્રધાને તેમના ભાઈ અને નાણામંત્રી બાસિલ રાજપક્ષેને હટાવી દીધા છે.

10. શ્રીલંકામાં મોંઘવારી રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. લોકો પાવર કટની સાથે ખોરાક, ઇંધણ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓની પણ ભારે અછતનો સામનો કરી રહ્યા છે.

Published On - 12:30 pm, Wed, 6 April 22

Next Article