Pakistan News : પાકિસ્તાનથી આવેલી સિમરન ઈચ્છે છે ભારતની નાગરિકતા, પાકિસ્તાનમાં યુવતીઓ પર થતા અત્યાચારની કહાની વર્ણવી

|

Sep 18, 2023 | 11:31 PM

સિમરન 27 સપ્ટેમ્બર 2013ના રોજ પાકિસ્તાનથી ભારત આવી હતી. તેનો પરિવાર હજુ પણ પાકિસ્તાનમાં રહે છે. સિમરનના દાદા-દાદીનું અલીગઢમાં ઘર છે. સિમરન અલીગઢમાં અભ્યાસ કરે છે. તેનું કહેવું છે કે પાકિસ્તાનમાં લોકો પર ખૂબ ત્રાસ ગુજારવામાં આવે છે.

Pakistan News : પાકિસ્તાનથી આવેલી સિમરન ઈચ્છે છે ભારતની નાગરિકતા, પાકિસ્તાનમાં યુવતીઓ પર થતા અત્યાચારની કહાની વર્ણવી
Pakistan News

Follow us on

Pakistan News : પાડોશી દેશ પાકિસ્તાનમાં (Pakistan) લઘુમતી હિન્દુ પરિવારો પર અત્યાચારના અનેક કિસ્સા પ્રકાશમાં આવતા રહે છે. 27 સપ્ટેમ્બર, 2013ના રોજ, પાકિસ્તાનમાં રહેતી સિમરન તેની કાકી બરજી બાઈ સાથે પાકિસ્તાનથી ભારત (યુપીમાં અલીગઢ) આવી હતી. ત્યારબાદ તે લાંબા ગાળાના વિઝા પર તેના દાદા-દાદીના ઘરે રહે છે. તેણે ભારતીય નાગરિકતા મેળવવા માટે અલીગઢ ડીએમને અરજી કરી છે. સિમરન મેડિકલનો અભ્યાસ કરી રહી છે.

આ પણ વાંચો Pakistan News : લઘુમતી સમુદાય પર ફરી હુમલો, 3 અહમદિયા ધાર્મિક સ્થળના મિનારા તોડી પાડવામાં આવ્યા

સિમરન નામની છોકરી તેના દાદા સાથે અલીગઢના ડીએમ ઈન્દ્ર વિક્રમ સિંહને મળવા આવી હતી. સિમરને ડીએમને કહ્યું કે તે 27 સપ્ટેમ્બર 2013ના રોજ તેની કાકી બરજી બાઈ સાથે પાકિસ્તાનથી ભારત આવી હતી. તે છેલ્લા દસ વર્ષથી અલીગઢમાં તેના દાદા-દાદીના ઘરે લાંબા ગાળાના વિઝા પર રહે છે. સિમરને ડીએમને જણાવ્યું કે તે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી બીડીએસનો અભ્યાસ કરી રહી છે. તે ભારતીય નાગરિકતા ઈચ્છે છે. સિમરે કહ્યું કે તેણે વર્ષ 2019માં ભારતીય નાગરિકતા માટે પણ અરજી કરી હતી.

Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?

ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણો તફાવત છે

સિમરને જણાવ્યું કે તેના માતા-પિતા, બે ભાઈઓ અને કાકી પાકિસ્તાનના સિંધ પ્રાંતના જાફરાબાદમાં રહે છે. તે પણ ભારત આવવા માંગે છે. પાકિસ્તાનમાં હિન્દુ બહેનો અને દીકરીઓ પર અત્યાચાર અને અરાજકતા થઈ રહી છે. આ ઘટનાઓએ તેને એટલી ડરાવી દીધી કે તે પાકિસ્તાનથી સીધી અલીગઢમાં તેના દાદા-દાદી પાસે આવી. ભારત અને પાકિસ્તાનના વાતાવરણમાં ઘણો તફાવત છે.

ભારતીય નાગરિકતા માટે ઓનલાઈન અરજીમાં હતી ખામીઓ

શંકર લાલની પત્ની બરજી બાઈ ઉર્ફે જ્યોતિ અને પાકિસ્તાનથી આવેલા હરીશ લાલની પુત્રી સિમરન કુમારીએ ભારતીય નાગરિકતા માટે ઓનલાઈન અરજી કરી છે. હાલમાં આ અરજીઓ રાજ્ય કક્ષાએ અટવાયેલી છે. તેમની તપાસમાં ખામીઓ જોવા મળી છે. આ અંગે સરકારે પાકિસ્તાની નાગરિકોની અરજીમાં રહેલી ખામીઓને તાત્કાલિક દૂર કરવા અંગેનો રિપોર્ટ માંગ્યો હતો. હાલમાં તે લાંબા ગાળાના વિઝા પર રહે છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article