Shinzo Abe Shot: પૂર્વ PM શિંજો આબેની છાતીમાં ધરબી બે ગોળી, જાણો કોણ છે હુમલાખોર

|

Jul 08, 2022 | 11:44 AM

જાપાનના લોકપ્રિય નેતાઓમાંના એક અને પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે જ્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરની ઉંમર 40ની આસપાસ જણાવવામાં આવી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે તે મેડિકલ કોલેજમાં પ્રોફેસર છે.

Shinzo Abe Shot: પૂર્વ PM શિંજો આબેની છાતીમાં ધરબી બે ગોળી, જાણો કોણ છે હુમલાખોર
Suspected attacker on former Japan PM Shinzo Abe

Follow us on

જાપાનના લોકપ્રિય નેતાઓમાંના એક અને પૂર્વ વડાપ્રધાન શિંજો આબે (Ex PM Shinzo Abe) જ્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. આબે પર પાછળથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને ગોળી વાગ્યા બાદ તેઓ જમીન પર પડ્યા હતા. રાજ્ય પ્રસારણકર્તા NHK એ અહેવાલ આપ્યો કે જ્યારે ભૂતપૂર્વ વડા પ્રધાન આબે જમીન પર પડ્યા ત્યારે તેમને ખૂબ લોહી વહી રહ્યું હતું. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે. શરૂઆતમાં હુમલાખોર વિશે વધુ માહિતી મળી શકી નથી, પરંતુ તેની ઉંમર 40ની આસપાસ જણાવવામાં આવી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે તે મેડિકલ કોલેજમાં પ્રોફેસર છે.

હુમલાખોર વિશે કહેવામાં આવી રહ્યું છે કે, શંકાસ્પદ હુમલાખોર સેલ્ફ ડિફેન્સ ફોર્સ (SDF)માં કામ કરે છે. તેનું નામ તસ્તુયા યામાગામી જણાવવામાં આવી રહ્યું છે. હુમલાખોર મેડિકલ કોલેજમાં એસોસિયેટ પ્રોફેસર હોવાનું કહેવાય છે. કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોરે બંદૂક ઘરે જ તૈયાર કરી હતી. તેણે ઘરે બનાવેલી બંદૂકથી શિન્ઝો આબે પર ફાયરિંગ કર્યું છે.

સવારે 11.30 વાગ્યે વાગી ગોળી

જાપાનની સરકારે શુક્રવારે નારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેને ગોળી વાગ્યાની પુષ્ટિ થઈ હતી. મુખ્ય કેબિનેટ સચિવ હિરોકાઝુ માત્સુનોએ આ ઘટના વિશે જણાવ્યું હતું કે, “પૂર્વ વડા પ્રધાન આબેને સવારે લગભગ 11:30 વાગ્યે નારા શહેરમાં પાછળથી ગોળી મારી દેવામાં આવી હતી. ગોળીબાર કરનાર વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.” રાષ્ટ્રીય પ્રસારણકર્તા NHKએ હુમલાખોર વિશે જણાવ્યું હતું કે, 40 વર્ષીય વ્યક્તિની હત્યાના પ્રયાસના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. NHKએ પોલીસ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે તેની પાસેથી એક બંદૂક જપ્ત કરવામાં આવી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

સ્થાનિક મીડિયાનું કહેવું છે કે, પૂર્વ નેતા રવિવારની ઉચ્ચ ગૃહની ચૂંટણી પહેલા એક કાર્યક્રમમાં સ્ટમ્પ ભાષણ આપી રહ્યા હતા, ત્યારે ગોળીબાર સંભળાયો હતો. સ્થળ પર હાજર એક યુવતીએ NHKને કહ્યું, “તે ભાષણ આપી રહ્યા હતા અને પાછળથી એક વ્યક્તિ આવ્યો. પ્રથમ ગોળીબાર રમકડાના અવાજ જેવો સંભળાતો હતો, પરંતુ તેઓ પડ્યા ન હતા અને પછી બીજી ગોળીમાંથી જોરદાર અવાજ સંભળાયો હતો. ફાયરિંગ દરમિયાન તણખા અને ધુમાડો દેખાયો હતા. 67 વર્ષીય નેતા શિન્ઝે આબે ગોળી વાગ્યા બાદ જમીન પર પડી ગયા અને તેમની ગરદનમાંથી લોહી નીકળવા લાગ્યું. સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે આ ઘટનાના પગલે એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે અને સરકારના ટોચના પ્રવક્તા આ અંગે માહિતી આપી શકે છે.

Published On - 10:40 am, Fri, 8 July 22

Next Article