US Flood : ઇડાએ મચાવી અમેરિકામાં તબાહી, ન્યૂયોર્કમાં ઈમરજન્સી જાહેર, જુઓ તસવીરો

|

Sep 03, 2021 | 12:11 PM

Hurricane Ida: અમેરિકાના ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં દરિયાઈ વાવાઝોડા ઈડાના કારણે વરસેલા ભારે વરસાદના કારણે તબાહી મચી છે. વાવાઝોડાના કારણે અત્યાર સુધીમાં 40 કરતા પણ વધારે લોકોના મોત થયા છે.

1 / 8
અમેરિકાના ઉત્તરપૂર્વીય વિસ્તારમાં હર્રિકેન ઈડા અને અન્ય વાવાઝોડાને કારણે ભારે વરસાદ પડી રહ્યો છે. ઘણા વિસ્તારોમાં ફ્લૈશ-ફ્લડ અને ટોર્નેડોને કારણે અતિ ભારે વરસાદથી જનજીવન ખોરવાયું છે.

2 / 8
અમેરિકાના ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં દરિયાઈ વાવાઝોડા ઈડાના કારણે વરસેલા ભારે વરસાદના કારણે તબાહી મચી છે. વાવાઝોડાના કારણે અત્યાર સુધીમાં 40 કરતા પણ વધારે લોકોના મોત થયા છે.

3 / 8
ન્યૂજર્સી ટ્રાન્ઝિટે તમામ રેલ સેવાઓ બંધ કરી છે. ન્યૂયોર્ક સિટીના મેયર બિલ ડિ બ્લાસિયોએ કહ્યું કે,‘લોકો માર્ગો પર ના રહે અને વહેલી તકે સુરક્ષિત સ્થળ પર પહોંચી ત્યાં જ રહે.’ ન્યૂજર્સીના ગવર્નર ફિલ મર્ફીએ ઈમરજન્સીની જાહેરાત કરી છે.

4 / 8
વાવાઝોડા અને વરસાદના કારણે ન્યૂજર્સીની તમામ 21 કાઉન્ટીઓમાં ઈમરજન્સીની જાહેરાત કરવામાં આવી છે. લોકોને ચેતવણી જાહેર કરીને પૂર હોય ત્યાં રસ્તાઓથી દૂર રહેવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.

5 / 8
નીવાર્ક એરપોર્ટ પર બુધવારે 6 મિનિટમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. અને 23 મિનીટમાં 1.53 ઈંચવરસાદ વરસ્યો છે.

6 / 8
સોમવારે લુઈસિયાનાના કિનારે અથડાયા બાદ ત્યાંના તટીય ક્ષેત્રોમાં હવાની ઝડપ 241 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ હતી. તેને અમેરિકાના સૌથી શક્તિશાળી વાવાઝોડા પૈકીનું એક માનવામાં આવ્યું હતું.

7 / 8
સબવે સ્ટેશનો અને રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટીએ તમામ સેવાઓ સસ્પેન્ડ કરવી પડી હતી.

8 / 8
ન્યૂયોર્કમાં બુધવારે 5 કલાકમાં 17.78 સેમી વરસાદ વરસ્યો હતો. જો પ્રમાણની રીતે જોઈએ તો ન્યૂયોર્કમાં 5 કલાકની અંદર આશરે 1 લાખ 32 હજાર કરોડ લીટર પાણી વરસ્યું. આટલા પાણી વડે ઓલમ્પિક ગેમ્સમાં વપરાતા સ્વિમિંગ પૂલને 50,000 વખત ભરી શકાય.

Next Photo Gallery