જેવા સાથે તેવા થઈને ભારતે કડકાઈ દાખવતા બ્રિટનની શાન આવી ઠેકાણે, લંડનમાં ભારતીય મિશનની બહાર સુરક્ષા વધી

|

Mar 23, 2023 | 12:08 PM

લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર વિરોધ અને હુમલા સામે ભારતના વાંધાને પગલે બ્રિટિશ સરકાર એક્શનમાં આવી ગઈ છે. બ્રિટનના વિદેશ સચિવે બંને વચ્ચેના સંબંધોનો ઉલ્લેખ કર્યો છે.

જેવા સાથે તેવા થઈને ભારતે કડકાઈ દાખવતા બ્રિટનની શાન આવી ઠેકાણે, લંડનમાં ભારતીય મિશનની બહાર સુરક્ષા વધી
Indian High Commission London

Follow us on

ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહ વિરુદ્ધ થઈ રહેલી કાર્યવાહીના વિરોધમાં લંડનમાં ભારતીય હાઈ કમિશન પર થયેલા હુમલા બાદ ભારતે બ્રિટનનું ઘમંડ દૂર કર્યું છે. બુધવારે લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર પોલીસકર્મીઓની તૈનાતી જોવા મળી હતી. હાઈકમિશનના મુખ્ય દરવાજાની બહાર બેરિકેડિંગ લગાવવામાં આવ્યું હતું.

બુધવારે લંડનમાં ભારતીય દૂતાવાસની ઓફિસની બહાર દેખાવો અને સૂત્રોચ્ચાર પણ જોવા મળ્યા હતા, પરંતુ બેરિકેડિંગ અને પોલીસની હાજરીને કારણે પ્રદર્શનકારીઓ ગેટથી દૂર રહ્યા હતા. જો કે, કેટલાક વિરોધીઓ ખાલિસ્તાની નેતા અમૃતપાલ સિંહના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા.

લંડનની ઘટના બાદ ભારતે સૌથી પહેલા બ્રિટિશ સરકાર સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. આ પછી પણ કોઈ સુધારો ન થતાં બુધવારે ભારતે નવી દિલ્હીમાં બ્રિટિશ હાઈ કમિશન અને ગેટની બહાર તૈનાત પોલીસકર્મીઓ સામેના બેરિકેડિંગ હટાવી દીધા. સુરક્ષા ઘટાડીને ભારતે બ્રિટિશ સરકાર સમક્ષ પોતાનો ઈરાદો વ્યક્ત કર્યો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ન્યૂઝ એજન્સી ANI દ્વારા એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં લંડનમાં ઈન્ડિયા હાઉસ તરીકે ઓળખાતા ભારતીય હાઈ કમિશનની બહાર સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે. વીડિયોમાં પોલીસની ટીમ બહાર પેટ્રોલિંગ કરતી જોવા મળે છે. ભારતીય હાઈ કમિશનમાં પણ તિરંગો લહેરાવતો જોવા મળ્યો છે.

લંડનથી અત્યાર સુધી ભારતમાં શું થયું?

વાત લંડન સુધી પહોંચી અને ત્યારબાદ બ્રિટિશ સરકાર એક્શનમાં આવી ગઈ અને બુધવારે ભારતીય હાઈ કમિશનની સામે સુરક્ષા વધારી દેવામાં આવી. વધારાના પોલીસકર્મીઓની તૈનાત અને પેટ્રોલિંગ જોવા મળ્યું હતું.

વાંધો ઉઠાવ્યા બાદ પણ સ્થિતિ યથાવત રહી હતી.આ પછી ભારતે બુધવારે દિલ્હીમાં બ્રિટિશ હાઈ કમિશનની બહાર બેરિકેડિંગ અને વધારાની સુરક્ષા વ્યવસ્થા હટાવી દીધી હતી.

હુમલા બાદ તરત જ ભારતે બ્રિટિશ સરકાર સામે વાંધો વ્યક્ત કર્યો હતો. ભારત સરકારે નવી દિલ્હીમાં બ્રિટિશ રાજદૂતને બોલાવીને આ ઘટના અંગે વાંધો ઉઠાવ્યો હતો.

રવિવારે ભારતીય હાઈ કમિશનના ગેટ પર હુમલો થયો હતો. હાઈ કમિશન બિલ્ડિંગ પરનો ભારતીય ત્રિરંગો હટાવીને તેની જગ્યાએ ખાલિસ્તાની ઝંડા લગાવવામાં આવ્યા હતા.

અમૃતપાલ સિંહ વિરુદ્ધ પંજાબ પોલીસની કાર્યવાહીની ચિનગારી લંડન સુધી પહોંચી. ખાલિસ્તાની સમર્થકો લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર રસ્તા પર પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા.

પંજાબ પોલીસે ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહ પર કાર્યવાહી શરૂ કરી છે. વારિસ પંજાબ દે સંગઠનના 100 થી વધુ સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. અમૃતપાલ સિંહ પોતે ફરાર છે. સમગ્ર રાજ્યમાં હાઈ એલર્ટ છે.

બ્રિટિશ વિદેશ સચિવ જેમ્સ ક્લેવરલીએ બંને દેશો વચ્ચેના સંબંધોને ટાંકીને કહ્યું કે અમે ભારત સાથે વધુ ગાઢ સંબંધ બનાવવા માંગીએ છીએ. બંને દેશોનો 2030 સુધીનો સંયુક્ત રોડમેપ છે. બંને દેશો નવા બજારો તેમજ નવી નોકરીઓનું સર્જન કરે છે. જેમ્સે વધુમાં કહ્યું કે અમે ભારત અને બ્રિટન વચ્ચેના ગાઢ સંબંધો જાળવી રાખવા માંગીએ છીએ.

આ પણ વાંચો : ભારતીય દૂતાવાસ પર ખાલિસ્તાનીઓના હુમલા પર અમેરિકાએ આપી પ્રતિક્રિયા, કહ્યું આ સહન નહી કરી લેવાય, જાણો અત્યાર સુધીની મોટી વાતો

Next Article