SCO સમિટમાં જિનપિંગ અને ઇમરાન ખાનને પીએમ મોદીએ કર્યા નજરઅંદાજ, ઇશારા ઇશારામાં કર્યા બંને દેશો પર વાર

|

Nov 10, 2020 | 4:56 PM

વડાપ્રધાન મોદીએ ભારત તરફથી શંઘાઇ સહયોગ સંગઠન (SCO) શિખર સમ્મેલન 2020માં ભાગ લીધો. પીએમ મોદીએ આ સંબોધન દરમિયાન ન તો જિનપિંગનું નામ લીધુ કે ન તો ઇમરાન ખાનનું નામ લીધુ. પીએમ મોદીએ પોતાના ભાષણ દરમિયાન જિનપિંગ અને ઇમરાન સામે પણ ન જોયું. ચીન અને પાકિસ્તાનનું નામ લીધા વગર મોદીએ કહ્યું કે અમુક દેશ SCOમાં દ્વિપક્ષીય […]

SCO સમિટમાં જિનપિંગ અને ઇમરાન ખાનને પીએમ મોદીએ કર્યા નજરઅંદાજ, ઇશારા ઇશારામાં કર્યા બંને દેશો પર વાર

Follow us on

વડાપ્રધાન મોદીએ ભારત તરફથી શંઘાઇ સહયોગ સંગઠન (SCO) શિખર સમ્મેલન 2020માં ભાગ લીધો. પીએમ મોદીએ આ સંબોધન દરમિયાન ન તો જિનપિંગનું નામ લીધુ કે ન તો ઇમરાન ખાનનું નામ લીધુ. પીએમ મોદીએ પોતાના ભાષણ દરમિયાન જિનપિંગ અને ઇમરાન સામે પણ ન જોયું. ચીન અને પાકિસ્તાનનું નામ લીધા વગર મોદીએ કહ્યું કે અમુક દેશ SCOમાં દ્વિપક્ષીય મુદ્દાઓ ઉઠાવવાની કોશિશ કરે છે. જે SCO ચાર્ટરની વિરુધ્ધ છે.

ચીન,પાકિસ્તાન પર કરવામાં આવ્યો વાર 

પીએમ મોદીએ કહ્યું કે અમે હમેશા આતંકવાદ, અવૈધ હથિયારોની તસ્કરી,ડ્રગ્સ અને મની લૉન્ડ્રિંગના વિરોધમાં અવાજ ઉઠાવ્યો છે. ભારત એસસીઓ ચાર્ટરમાં નિર્ધારિત સિધ્ધાંતો અનુસાર SCO અંતર્ગત કામ કરવાની પ્રતિબધ્ધતા દ્રઢ રહી છે.  પરંતુ એ દુર્ભાગ્યપૂર્ણ છે કે એસસીઓ એજન્ડામાં વારંવાર બિનજરુરી દ્વિપક્ષીય મુદ્દો લાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. જે એસસીઓ ચાર્ટર અને શંઘાઇ સ્પિરિટનું ઉલ્લંઘન કરે છે.  આ પ્રકારના પ્રયાસ એસસીઓને પરિભાષિત કરવાવાળી સર્વસમ્મતિ અને સહયોગની ભાવનાની વિરુધ્ધ છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

યુએન હજી સુધી પોતાનું લક્ષ્ય નથી મેળવી શક્યું 

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનની શરુઆતમાં સુંયુક્ત રાષ્ટ્ર અને તેના લક્ષ્યો પર વાત કરી અને કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રએ પોતાના 75 વર્ષ પૂર્ણ કર્યા છે. પરંતુ અનેક સફળતાઓ બાદ પણ સંયુક્ત રાષ્ટ્રનું મૂલ્ય હજી અધુરુ છે. મહામારીની આર્થિક અને સામાજીક પીડા સામે સંઘર્ષ કરી રહેલા વિશ્વની અપેક્ષા છે કે યૂએનની વ્યવસ્થામાં ખૂબ મોટા પરિવર્તન આવે. એક સુધરેલું બહુલવાદ જે આજની વૈશ્વિક વાસ્તવિકતાઓને દર્શાવે છે. જે બધા જ સ્ટેકહોલ્ડર્સની અપેક્ષા, સમકાલીન પડકારો અને માનવકલ્યાણ જેવા વિષયો પર ચર્ચા કરે. શંઘાઇ સહયોગ સંગઠનના આ સમ્મેલનનું આયોજન આ વખતે રશિયા કરી રહ્યું છે. ભારત અને રશિયા સિવાય આ ગ્રુપમાં ચીન, કજાકિસ્તાન, કિર્ગિસ્તાન, તજાકિસ્તાન, પાકિસ્તાન અને ઉજબેકિસ્તાન સામેલ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

Published On - 4:55 pm, Tue, 10 November 20

Next Article