સાઉદી અરબના કિંગ સલમાન બિન અબ્દુલને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ અપાયો છે. પ્રાપ્ત થઈ રહેલા સમાચાર મુજબ 8 જાન્યુઆરીના દિવેસ જ કિંગ સલમાન બિન અબ્દુલ અજીજને કોરોના વેક્સિન પી-ફાઈઝર (Pfizer)નો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. સાઉદી અરબના NEOM ઈકોનીમિક સેન્ટરના આધિકારીઓની દેખરેખમાં સાઉદી અરબ કિંગને કોરોના વેક્સિન લગાવવામાં આવી.
સાઉદી સરકારની પ્રેસ એજેન્સીએ જાહેર કર્યો વીડિયો
સાઉદી સરકારની પ્રેસ એજન્સીએ પોતાના આધિકારિક ટ્વીટર અકાઉન્ટથી વીડિયો શેર કરીને સાઉદી અરબના કિંગ સલમાન બિન અબ્દુલને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ અપાયો તેની જાણકારી આપી છે. પ્રેસ એજેન્સીએ આ વીડિયો સાથે લખ્યું છે, “બે પવિત્ર મસ્જિદના કસ્ટોડીયનને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે.” આ સાથે જ સાઉદી અરબના આરોગ્ય પ્રધાન તૌફિગ અલ રાબીયાએ પણ સાઉદી કિંગને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ અપાયો તેનો ફોટો શેર કરીને આ સમાચારની પુષ્ટી કરી.
સાઉદી અરબના @KingSalman ને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ અપાયો@spagov #SaudiArabia #CoronaVaccine pic.twitter.com/nzCt6HI3rp
— tv9gujarati (@tv9gujarati) January 10, 2021
સાઉદીના આરોગ્ય પ્રધાન અલ રાબીયાએ પણ પુષ્ટી કરી
આ સાથે જ સાઉદી અરબના આરોગ્ય પ્રધાન તૌફિગ અલ રાબીયાએ પણ સાઉદી કિંગને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ અપાયો તેનો ફોટો શેર કરીને આ સમાચારની પુષ્ટી કરી. તેમણે ફોટો સાથે લખ્યું, “સાઉદી અરબના કિંગ સલમાન અબ્દુલ અજીજને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ આપવો આ ઘટના એ વાતની પુષ્ટી કરે છે કે કિંગડમનું માનવું છે કે સતર્કતા હમેશા ઈલાજ કરતાં સારી છે.” અલ રાબીયાએ કહ્યું કે સાઉદી કિંગ સલમાનને કોરોના વેક્સિનનો ડોઝ ત્યારે અપાયો જ્યારે આરોગ્ય મંત્રાલયે COVID-19ના 97 નવા કેસ સામે આવ્યાની જાહેરાત કરી હતી. જેના કારણે સાઉદી અરબમાં કોરોના કેસોની સંખ્યા વધીને 3,63,582 થઈ અને 6,282 લોકોએ કોરોના સંક્રમણને કારણે જીવ ગુમાવ્યો છે.
જનતાને મફતમાં અપાશે કોરોના વેક્સિન
સાઉદી અરબના આરોગ્ય પ્રધાન તૌફિગ અલ રાબીયાએ સાઉદી અરબના કિંગ સલમાન અબ્દુલ અજીજનો ફોટો શેર કરતાની સાથે લખ્યું કે કોરોના મહામારીની શરૂઆત બાદ પોતાની પ્રજાને આપેલ સમર્થન માટે રાજ્ય સાઉદી કિંગનું ઋણી છે. સાઉદી સરકાર સામૂહિક રસીકરણના કાર્યક્રમમાં જનતાને કોરોના વેક્સિન મફતમાં આપવાની યોજના પર કામ કરી રહી છે.