યુરોપમાં તોળાયો રેડિયેશનનો ખતરો, ચેરનોબિલ ન્યુક્લિયર પ્લાન્ટમાં પાવર કટ, જનરેટરના આધારે માત્ર 48 કલાક જ થઈ શકશે કામ

|

Mar 09, 2022 | 8:29 PM

Russia-Ukraine war: રશિયાએ યુક્રેનના ચેરનોબિલ પરમાણુ પ્લાન્ટ પર હુમલો કર્યો. અહીં હવે પાવર કટ કરવામાં આવ્યો છે. રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર આક્રમણ કર્યું અને નિષ્ક્રિય પ્લાન્ટ પર કબજો કર્યો. ત્યારથી વિશ્વમાં ચિંતાનું મોજું હતું, કારણ કે હુમલાને કારણે નુકસાનનો ભય હતો. જેના કારણે ફરી એકવાર રેડિયેશન ફેલાઈ શકે છે.

યુરોપમાં તોળાયો રેડિયેશનનો ખતરો, ચેરનોબિલ ન્યુક્લિયર પ્લાન્ટમાં પાવર કટ, જનરેટરના આધારે માત્ર 48 કલાક જ થઈ શકશે કામ
Chernobyl nuclear plant

Follow us on

યુક્રેનના (Ukraine) ચેરનોબિલ ન્યુક્લિયર પ્લાન્ટના (Chernobyl nuclear plant) કર્મચારીઓનું કહેવું છે કે રશિયાના હુમલાને કારણે અહીં કામ સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયું છે. યુક્રેનના એનર્જી ઓપરેટર યુક્રેનર્ગોએ (Ukrenergo) બુધવારે જણાવ્યું હતું કે ચેર્નોબિલ પાવર પ્લાન્ટ અને તેની સુરક્ષા પ્રણાલી માટે વીજળી સંપૂર્ણપણે કાપી નાખવામાં આવી છે. અહીં 1986માં વિશ્વની સૌથી ભયાનક પરમાણુ દુર્ઘટના સર્જાઈ હતી. યુક્રેનર્ગોએ ફેસબુક પર પોતાના નિવેદનમાં કહ્યું કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પાવર ગ્રીડથી સંપૂર્ણપણે ડિસ્કનેક્ટ થઈ ગયો છે. તેમણે કહ્યું કે અહીં સૈન્ય કાર્યવાહીનો અર્થ એ છે કે લાઈનોને રિસ્ટોર કરવાની શક્યતા નથી.

રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર આક્રમણ કર્યું અને નિષ્ક્રીય પ્લાન્ટ પર કબજો કર્યો. ત્યારથી વિશ્વમાં ચિંતાનું મોજું હતું, કારણ કે હુમલાને કારણે નુકસાનનો ભય હતો. જેના કારણે ફરી એકવાર રેડિયેશન ફેલાઈ શકે છે. 1986માં આપત્તિના કારણે અહીં સેંકડો લોકો મૃત્યુ પામ્યા હતા અને સમગ્ર યુરોપમાં રેડિયોએક્ટિવ કન્ટેમિનેશન ફેલાયું હતું. મંગળવારે સંયુક્ત રાષ્ટ્રની પરમાણુ દેખરેખ સંસ્થા ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA)એ કહ્યું કે સાઈટ હવે ડેટા ટ્રાન્સમિટ કરી રહી નથી. IAEAએ રશિયન ગાર્ડ્સ હેઠળ કામ કરતા કર્મચારીઓ માટે ચિંતા વ્યક્ત કરી છે.

રેડિયેશનનો ભય વધશે: દિમિત્રી કુલેબા

યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રી કુલેબાએ જણાવ્યું હતું કે રશિયન સૈન્ય દ્વારા કબજે કરાયેલા ચેરનોબિલ પરમાણુ પાવર પ્લાન્ટને સપ્લાય કરવા માટે એકમાત્ર ઈલેક્ટ્રિકલ ગ્રીડ અને તેની તમામ પરમાણુ સુવિધાઓને નુકસાન થયું છે. ન્યુક્લિયર પ્લાન્ટનો પાવર સપ્લાય બંધ થઈ ગયો છે. તેમણે કહ્યું કે હું આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરું છું કે રશિયા પાસે તાત્કાલિક આગ બુઝાવવાની માંગ કરવામાં આવે અને રિપેર યુનિટને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની મંજૂરી આપવામાં આવે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

કુલેબાએ કહ્યું ચેરનોબિલને પાવર કરવા માટે રિઝર્વ ડીઝલ જનરેટર માત્ર 48 કલાક કામ કરી શકે છે. તે પછી સ્ટોરેજ ફેસિલિટીની કૂલિંગ સિસ્ટમ બંધ થઈ જશે. આ રેડિયેશનનું જોખમ વધારશે. પુતિનનું બર્બર યુદ્ધ સમગ્ર યુરોપને જોખમમાં મૂકશે.

પરમાણુ આપત્તિથી બચાવવા માટે પ્લાન્ટનું સતત સંચાલન કરવાની જરૂર

બીજીતરફ IAEAએ યુક્રેનના ન્યુક્લિયર રેગ્યુલેટરનો હવાલો આપીને કહ્યું કે પ્લાન્ટમાં કામ કરતા સ્ટાફની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. પરમાણુ પ્લાન્ટ એવા વિસ્તારમાં સ્થિત છે, જ્યાં નિષ્ક્રિય રિએક્ટર તેમજ કિરણોત્સર્ગી કચરાની સુવિધાઓ છે. બે હજારથી વધુ કામદારો હજુ પણ પ્લાન્ટમાં કામ કરે છે, કારણ કે બીજી પરમાણુ દુર્ઘટનાને રોકવા માટે પ્લાન્ટને સતત સંચાલિત કરવાની જરૂર છે. IAEA ચીફ રાફેલ ગ્રોસીએ મંગળવારે પ્લાન્ટ પર કબજો કરી રહેલા રશિયન દળોને તાત્કાલિક કર્મચારીઓના સુરક્ષિત પરિભ્રમણની સુવિધા આપવા જણાવ્યું હતું. તેમણે તમામ પક્ષોને યુક્રેનના પાવર પ્લાન્ટ્સને સુરક્ષા આપવા જણાવ્યું હતું.

આ પણ વાંચો : Russia Ukraine War: રશિયાએ યુક્રેનના શહેરોની ઘેરાબંધી વધારી, રાજધાની કિવ પર મિસાઈલ હુમલાનું એલર્ટ

Next Article